સાસણ ગીર: દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળ(Lion Cub)નું મોત
ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું (Lion Cub)મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળ(Lion Cub)નું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તા. 17મી મે 2019ના રોજ કરમદડી રાઉન્ડની હીરાવા બીટમાંથી 6થી 7 મહિનાનું નર સિંહ બાળ(Lion Cub) બીમાર મળ્યું હતું. આ સિંહ બાળને લકવા જેવી બીમારી હતી. તેમજ નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા આ સિંહ બાળ(Lion Cub)ની નર્વસ સિસ્ટમની સારવાર ચાલી રહી હતી. જો કે, આંબરડી પાર્ક ખાતે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ત્યારે વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળ(Lion Cub)નાં મૃતદેહમાંથી જરૂરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા આવ્યા છે અને પોસ્ટ મોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગીર જંગલની દરખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં આવેલી સરસીયા વીડીમાં એક સાથે 30થી વધુ સિંહોના મોત નિપજ્યા હતા. વન વિભાગે જણાવ્યું હતું કે, આ સિંહોના મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનાં કારણે થયા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે અને સિંહો સલામત છે પણ સિંહોના મોતનાં સમાચાર સતત આવતા જ રહે છે. જેના કારણે વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નર્મદા: રાજયના એક માત્ર ઉમરવા ડિયર બ્રીડીંગ સેન્ટર ખાતે ચોસિંગા હરણ(Deer)ની સંખ્યામાં વધારો
નર્મદા જિલ્લો 43 ટકા વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને સાતપુરા ની ગિરી કંડલા અને કુદરતી સૌંદર્ય વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા પણ વધુમાં વધુ પ્રવાસીઓ આકર્ષાય જે માટે અનેક સુવિધાઓ વધારવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે હવે નર્મદામાં આવતા પ્રવાસીઓને અનેક પ્રકાર ના પ્રાણીઓ પણ જોવા મળશે જે માટે 45 એકકર જમીન માં સફારી પાર્ક બનાવવાનું સરકારે કામ શરૂ કર્યું છે. જેમાં દરેક સ્ટેટ ના પ્રાણીઓ રાખવામાં આવશે.
નર્મદા જિલ્લા ના ઉમેરવા જોશી ગામ ખાતે વનવિભાગ દ્વારા ડિયર બ્રીડીંગ સેન્ટર બનાવવા આવ્યું છે. જેમાં નર્મદા જિલ્લાંના જ હરણ બે એક નર અને માંદા ને લાવવામાં આવ્યા હતા. આજે જેની વસ્તી 15 થી પણ વધુ થઇ ગઈ છે. વન વિભાગ આ ડિયર બ્રીડીંગ સેન્ટર ની પુરે પુરી કાળજી પણ લેવામાં આવી રહી છે. આટલા ઉનાળા ના તાપ માં પણ તમામ હરણો તંદુરસ્ત છે અને કોઈ જંગલી પ્રાણીઓ આ હરણ નો શિકાર ન કરી જાય માટે 20 એકકર જમીનમાં મજબૂત ફેસિંગ પણ કરવામાં આવી છે. આ ચોસિંગા હરણ ને સફારી પાર્ક બનતા જે પરિપકવ બનસે એને પ્રવાસીઓ માટે ત્યાં રાખવામાં આવશે પ્રવાસીઓને આ સફારી પાર્ક માં અનેક પ્રાણીઓ સાથે માનવ સાથે હરિ મળી રહેલા હરણો સાથે મજા માણશે.
વર્ષ 2013 માં એક જોડ ચોસિંગા હરણ ને અહીંયા રાખવામાં આવ્યું જેનામાટે બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવ્યું. ફોરેસ્ટ ના કર્મીઓના દેખરેખ હેઠળ પશુ ચિકિત્સક ની સારવાર અને સૂચના મુજબ ઠંડા અને લીલા વાતાવરણ માં ઉછાર વા માં આવ્યા છે. હાલ 15 જેટલા હરણ ની સંખ્યા થઈ ગઈ છે. અને હજુ સંખ્યા વધે એ દિશામાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
નર્મદા જીલ્લાનો વન વિસ્તાર વધુ હોવાથી પ્રવાસીઓને આ વિસ્તાર ખૂબ ગમે છે. જો આ જંગલમાં ચોસિંગા હરણને મુક્ત રીતે વિહરતા કરવામાં આવે તો પ્રવાસીઓને કુદરતી વાતાવરણ વચ્ચે સફારી પાર્ક જોવો અનુભવ મળે અને પ્રવાસીઓમાં એક નવુ આકર્ષણ ઉભું થાય.
એશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માતથી બચાવવા ખાસ પદ્ધતિથી સુરક્ષા અપાશે
એશિયાટીક સિંહો(Asiatic Lion)ને રેલ અકસ્માતથી બચાવવા ફાઇબર બ્રેક પદ્ધતિ અપનાવાશે
એશિયાટિક સિંહો(Asiatic Lion)ના એક માત્ર નિવાસસ્થાન એવા ગીર સાસણમાં એશિયાટીક સિંહો(Asiatic Lion)ની વધતી સંખ્યા અને જંગલની ગીચતા ઓછી થઇ હોય સિંહો જંગલની બહાર નીકળી આવે છે. અવાર નવાર રેલ ટ્રેક પાસે આરામ ફરમાવતા નજરે ચડે છે. પરંતુ આ એશિયાટીક સિંહો(Asiatic Lion)માટે જોખમી સાબિત થાય છે જોં કે ઘણી વાર પુરપાટ ઝડપે આવતી ટ્રેન અશિયાટીક સિંહો(Asiatic Lion)ને સાથે અથડાતા સિંહોના મોત થતા રહે છે.



એશિયાટીક સિંહોની સંખ્યામાં વધારો, એક સાથે સિંહણે(Asiatic Lioness) 5 સિંહ બાળને આપ્યો જન્મ
અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહો(Asiatic Lion)ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમરેલી જિલ્લાની ખાંભા રેન્જમાં એશિયાટીક સિંહણે(Asiatic Lioness)એકી સાથે પાંચ બચ્ચાઓને જન્મ આપ્યો હતો. અમરેલી ખાંભા રેન્જના ભાવરડી અને રાણીગ પરા વચ્ચે પથ્થરમાળા ડુંગરના જંગલમાં આ બચ્ચાઓનો જન્મ થયો છે. આ બાબતની જાણ લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા વન વિભાગને આપવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ એશિયાટીક સિંહણે(Asiatic Lioness) એકી સાથે પાંચ સિંહ બાળકોને જન્મ આપ્યો છે.એક સાથે પાંચ બચ્ચાને એશિયાટીક સિંહણ જવલ્લે જ જન્મ આપે છે. જયારે ખાંભા રેન્જમાં એક સાથે પાંચ એશિયાટીક સિંહ બાળનો જન્મ થવાથી એશિયાટીક સિંહ પ્રેમીઓમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે એશિયાટીક સિંહણ(Asiatic Lioness)બે ત્રણ કે ચાર સિંહ બાળને જન્મ આપે છે.
વન વિભાગ દ્વારા હાલ એશિયાટીક સિંહણ(Asiatic Lioness)ની દેખરેખ કરવામાં આવી રાહી છે. તો આ અગાઉ પાંચ સિંહ બાળોનો જન્મ ક્રાકચમાં થયો હતો. અમરેલી જિલ્લામાં જ બે માસમાં 10 થી વધુ એશિયાટીક સિંહ બાળનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગની એશિયાટીક સિંહ(Asiatic Lion)સંરક્ષણ કરવાની કામગીરી રંગ લાવી રહી છે. સિંહો(Asiatic Lion)ની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ગત્ત એશિયાટીક સિંહ ગણતરીમાં 511 સિંહો(Asiatic Lion) નોંધવામાં આવ્યા હતો જયારે આ સંખ્યા હાલ 600 પાર થઈ છે..
જંગલમાં તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની વસતિ ગણત્રી હાથ ધરાશે
સાસણ ગીરના જંગલ વિસ્તારમાં એશિયાટીક સિંહો(Asiatic Lion) અને અન્ય હિંસક શિકારી દિપડા(Leopard)ઓનો ખોરાક કહી શકાય એવા સાસણ ગીર જંગલમાં વસતા તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની આગામી તા.12મી મેથી વસ્તી ગણતરી શરુ થશે આ માટે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની ગણતરી માટેના પોઇન્ટ ઉભા કરી વન વિભાગ સહિતનો ગણતરી સ્ટાફની ગોઠવણ પણ કરી લેવામાં આવી છે.
કેટલાક જંતુઓ તથા પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને તૃણાહારી(Herbivorous) પ્રાણીઓ કહે છે. ગાય,ભેસં, હરણ, વગેરે પ્રાણીઓનો સમાવેશ થાય છે.સાસણગીરના જંગલોમાં વસતા તૃણાહારી(Herbivorous) પ્રાણીઓ સિંહ તથા દીપડાનો મુખ્ય ખોરાક ગણાય છે. અને આવા તૃણાહારી(Herbivorous)પ્રાણીઓનું મારણ કરી સિંહ, દીપડા પોતાની ભુખ સંતોષતા હોય છે. તૃણાહારી(Herbivorous)પ્રાણીઓ એટલે કે ઘાસ સહિતની લીલોટરીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓ ગીરના જંગલમાં વિપુલ પ્રમાણમાં નિવાસ કરી રહ્યા છે. આ પ્રાણીઓનો સમૂહની દિવસમાં ચોક્કસ સ્થળે એક સમયે હમેશા એકઠો થતો હોય છે. ખાસ કરીને પાણી પીવાની જગ્યા પર એક સાથે જોવા મળે છે.
જો કે આ સમયની એશિયાટીક સિંહો(Asiatic Lion) અને દીપડા(Leopard)ઓ શિકારની રાહ જોઇને બેઠા હોય છે કારણ કે આ સમુદાય છૂટો પડ્યા બાદ પોતપોતાના વિસ્તારોમાં જતા હોય છે. ત્યારે સાવજ અને દીપડા એકલા પ્રાણીઓ ઉપર હુમલો કરી તેનું મારણ કરતા હોય છે. દર ત્રણ વર્ષે સાસણ ગીર જંગલ વિસ્તારમાં તૃણાહારી(Herbivorous) પ્રાણીઓની વસ્તી ગણતરી થતી હોવાથી વન વિભાગમાં ફરજની સાથે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
સાસણ ગીરના જંગલમાં દર ત્રણ વર્ષે તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે જે અનુસંધાને આગામી તારીખ તા. 12મી મે થી સાસણ ગીરના જંગલ વિસ્તારમાં તૃણાહારી(Herbivorous)પ્રાણીઓની વસ્તી ગણતરી કરવામાં આવશે.
