એશિયાટીક સિંહ(Asiatic Lion)દર્શન પ્રવાસીઓ માટે બંધ, સિંહોનું વેકેશન શરૂ
ગીરના સાસણના જંગલમાં ચાર મહિના માટે વેકેશન શરૂ થયુ છે. જેથી ગીરના જંગલમાં જીપ્સીની સફારી આગામી તા. 15 ઓક્ટોબર સુધી બંધ રહેશે. આગામી 4 મહિના માટે એશિયાટીક સિંહ(Asiatic Lion)દર્શન પ્રવાસીઓ માટે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ચોમાસાની સિઝન દરમિયાન વન્ય પ્રાણીઓનો પ્રજનનકાળ હોય છે. જેથી આ દરમિયાન વન્યજીવોને ખલેલ ના પહોંચે તે માટે જંગલ બંધ રાખવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન નદી નાળાઓમાં ધોવાણ થતા વાહનવ વ્યવહાર પણ બંધ થઈ જતો હોય છે. જેના કારણે વનવિભાગ દર વર્ષની જેમ આ વખતે પણ ચોમાસાના ચાર મહિનામાં જીપ્સીની સફારી પ્રવાસીઓ માટે બંધ રાખશે.
તો સાંસણમાં આવેલુ દેવળીયા સફારી પાર્ક અને ધારીમાં આવેલું આંબરડી સફારી પાર્કમાં ચોમાસા દરમિયાન ખુલ્લુ રહેશે. આ દરમિયાન પ્રવાસીઓ એશિયાટીક સિંહો (Asiatic Lion)મુલાકાત લઈ શકશે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પાંચ લાખથી પણ વધુ પ્રવાસીઓએ સાંસણમાં એશિયાટીક સિંહ(Asiatic Lion)દર્શન કર્યા હતા.
જેનાથી વનવિભાગને 9 કરોડની જંગી આવક થઈ હતી. જિપ્સીના રૂટ સિવાયના તમામ રસ્તાઓ પ્રવાસીઓ માટે ખુલ્લા હોય છે. પરંતુ ચોમાસાના કારણે જંગલમાં વાહન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ હોય છે. તો વન વિભાગ દ્વારા ચોમાસામાં ઘાસનું વાવતેર સહિતની અન્ય કામગીરી પણ હાથ ધરવામાં આવતી હોય છે.
ગુજરાત: વાવાઝોડાના કહેરથી ગીરના એશિયાટીક સિંહો(Asiatic Lion)ને બચાવી સલામત સ્થળે ખસેડાયા
ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડાએ એની દિશામાં થોડો ફેર થતાં હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાશે નહીં. પરંતુ એની આડ અસરો દેખાવાની શરૂ થઇ ગઇ છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સંજોગોમાં અમરેલી અને જૂનાગઢ પંથકમાં ભારે વરસાદથી ભારે નુકશાનની ભિતી સેવાઈ રહી છે. ત્યારે આ ગંભિર પરિસ્થિને જોતા ગુજરાતના આન બાન શાન સમા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના અંદાજે 13 જેટલા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે.
મળતી માહિતી મુજબ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના અંગાજે 13 જેટલા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહિત સમુદ્ર કિનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા એશિયાટીક સિંહો(Asiatic Lion)ને સલામત ખસેડી લેવામાં આવ્યા છે. જેમા ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાળ વિસ્તારના એશિયાટીક સિંહો(Asiatic Lion)નો સમાવેશ થાય છે. જેમાં વડાદરા ડોડીયાના ૩, આદરીના 5 અને હીરણ નદી કાંઠે વસવાટ કરતા 5 એશિયાટીક સિંહો(Asiatic Lion)ને ખસેડાયા છે.
રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે એશિયાટીક સિંહો(Asiatic Lion)સહિત વન્યપ્રાણીના લોકેશન રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. દરિયા કાંઠાની આસપાસ વસવાટ કરતા વન્ય પ્રાણીઓમાં ખાસ કરીને એશિયાટીક સિંહ(Asiatic Lion), દીપડા, નીલગાય સહિત વન્યપ્રાણીઓનો સામવેશ થાય છે. રાજુલા રેન્જ દ્વારા એશિયાટીક સિંહો(Asiatic Lion)ના લોકેશન રાખવા અને સતત વન્યપ્રાણીઓની ગતિવિધિ પર નજર રાખવા સૂચનાઓ મળી છે. વાયુ વાવાઝોડુ આવે તો એશિયાટીક સિંહો(Asiatic Lion)તણાય નહિ તેની માટે તમામ તકેદારી રાખવા વન અધિકારીઓને સુચનાઓ આપવામાં આવી છે.
જાંબુઘોડા: વન્ય પ્રાણીઓના પાણી પીવાના સ્થાનો પર પવનચક્કી દ્વારા પાણી ભરાશે
મધ્ય ગુજરાતના પંચમહાલ જીલ્લામાં એક સમયે રાજવી રજવાડું જાબુંઘોડાનો વિસ્તાર હવે વન્ય વનસ્પતિસૃષ્ટિ અને વન્યપ્રાણીઓથી ભરપુર અભયારણ્ય છે. જાબુંઘોડા અભયારણ્ય ૧૩૦.૩૮ ચો.કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. ( થોડો ભાગ વડોદરા જીલ્લામાં પણ છે) જાબુંઘોડાને ૭ ઓગષ્ટ ૧૯૮૯માં આરક્ષિત જાહેર કર્યા બાદ સને ૧૯૯૦ માં ગુજરાત વનવિભાગ દ્વારા જાંબુઘોડા વન્યજીવ અભયારણ્ય વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.
જાંબુઘોડા રેન્જમાં વન્ય પ્રાણીઓને ખાલીખમ હોજ અને કુંડીઓ હોવા છતાં પાણી માટે ભટકવું પડતુ હતુ. ટેન્કર દ્વારા અંતરિયાળ જંગલ વિસ્તારમાં પાણી પહોંચાડવું મુશ્કેલ પડતુ હતુ. જેને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા પવનચક્કીઓ મૂકવામાં આવી છે જેના દ્વારા જમીનમાંથી પાણી ખેંચાયને હોજ અને કુંડીઓમાં ઠલવાશે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની શોધમાં પ્રાણીઓ માનવ વસ્તીમાં પહોંચી જતા હતા. આ ભયને કારણે વનવિભાગ દ્વારા પ્રાણીઓને જંગલમાં જ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશે વનવિભાગના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ પ્રકારની ટેકનોલોજી સૌરાષ્ટ્રમાં છે પરંતુ મધ્ય ગુજરાતના જંગલોમાં પ્રથમવાર પ્રયોગ કરાયો છે.
જમીનમાં ઉંડુ પાણી હોવાનો સર્વે કર્યા બાદ માર્ચથી જૂન મહિના દરમિયાન જાંબુઘોડા રેન્જમાં પાંચ અને કંજેટા રેન્જમાં ત્રણ પવનચક્કીઓ મૂકવામાં આવી છે. જ્યારેં શિવરાજપુર રેન્જમાં બે પવનચક્કીઓ ટૂંક સમયમાં મૂકાય જશે. પવનચક્કીના મારફતે જમીનમાંથી પાણી ખેંચાયને કુંડા ભરાશે અને વધારાનું પાણી વન તલાવડીઓમાં ઠલવાશે.
જાબુંઘોડા અભયારણ્યની આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો મુખ્યત્વે આદિવાસી છે. જાબુંઘોડા અભયારણ્યમાં ચિત્તા સિવાય રિંછ, જરખ,શિયાળ,મગર,કોબ્રાનાગ,અજગર,દરજીડો પક્ષી,સુવર્ણ મૃગ, જળ કુકડી,અને બતકોની સંખ્યા(વસ્તી), ઘોરખોદિયું, ચૌશીંગા, નીલગાય, જંગલી ભુંડ, વિવિધ પ્રકારના ચામડચીડીયા, જેવા સસ્તન વર્ગના પ્રાણીઓ પણ સારા પ્રમાણમાં છે. જાંબુઘોડા અભયારણ્યની મુલાકાતે જવાનો યોગ્ય સમય જુલાઈથી ફેબ્રુઆરી વચ્ચેનો છે.
દેશના પ્રથમ અને વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો ફોસીલપાર્ક-ડાયનોસોર મ્યુઝિયમનો પ્રારંભ
તા. 8મી જૂને બાલાસિનોરના રૈયોલી ખાતે નિર્મિત મ્યુઝિયમનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઉદઘાટન કરાયું,
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા.8મી જૂનના રોજ મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આકાર લઈ રહેલા ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ ડાયનોસોર મ્યુઝિયમ(Fossil Park -Dinosaur Museum)નો પ્રારંભ થતાં ગુજરાતનો આ પાર્ક દુનિયાના ત્રીજા સૌથી મોટા વિશિષ્ઠ ડાયનોસોર ફોસીલ પાર્ક ધરાવતું ગૌરવ પ્રાપ્ત કરશે. આ ફોસીલ પાર્ક દેશનો પ્રથમ પાર્ક પણ બનશે. આ દ્વારા પ્રવાસીઓને ડાયનોસોર(Fossil Park -Dinosaur Museum)નો ઇતિહાસ, એમની જીવન પધ્ધતિ અને આવા વિશાળકાય પ્રાણીઓનો કેવી રીતે નાશ થયો એની અધ્યતન અને વૈજ્ઞાનિક માહિતી મોડેલ્સ, ફિલ્મ્સ અને ચાર્ટ દ્વારા જોવા મળશે. બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે બાવન હેક્ટર વિસ્તારમાં 65 મીલિયન વર્ષના ગુજરાતનાં ડાયનોસોર(Fossil Park -Dinosaur Museum)ના ઈતિહાસની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ પાર્ક ગુજરાતને સમગ્ર વિશ્વમાં પ્રવાસનના નકશામાં અગ્રેસર મૂકવામાં મદદરૂપ બની રહેશે. આ ફોસીલ પાર્ક(Fossil Park -Dinosaur Museum)વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો હશે અને ભારતનો સર્વ પ્રથમ હશે. આ રૈયોલી ગામ વિશ્વના અનેક પેલિયોન્ટોલોજિસ્ટ માટે વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
સાસણ ગીર: દલખાણીયા રેન્જમાં એશિયાટીક સિંહ(Asiatic Lion)નું મોત, મોતનું કારણ અકબંધ
સાસણ ગીરના પશ્ર્ચિમના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક એશિયાટીક સિંહ(Asiatic Lion)નું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત એશિયાટીક સિંહ(Asiatic Lion)ના મોત પાછળનું શંકાસ્પદ કારણ જાણવા માટે મૃતદેહનો કબજો લઈ મોતનું કારણ જાણવા માટે પોસ્ટ મોર્ટમ કરવાની તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ સાસણ ગીરના કરમદડી રાઉન્ડની બીટમાંથી 4થી 5 મહિનાનું નર એશિયાટીક સિંહ(Asiatic Lion)નો મૃતદેહ મળી આવ્યો છે. સાસણ ગીર વિસ્તારના દલખાણીયા રેન્જમાં વધુ એક એશિયાટીક સિંહ(Asiatic Lion)નો મૃતદેહ મળી આવતા વનવિભાગ દોડતું થયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગીર જંગલની દરખાણીયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં આવેલી સરસીયા વીડીમાં એક સાથે 30થી વધુ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોત નિપજ્યા હતા. વન વિભાગે જણાવ્યું હતું કે, આ સિંહોના મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસનાં કારણે થયા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે, સમગ્ર પરિસ્થિતિ કાબુમાં છે અને એશિયાટીક સિંહો(Asiatic Lion) સલામત છે. પણ એશિયાટીક સિંહો(Asiatic Lion)ના મોતનાં સમાચાર સતત આવતા જ રહે છે. જેના કારણે વન્યપ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
