સાસણ ગીર: એશિયાટીક સિંહો(Asiatic Lion) હવે UPમાં ડણકશે

ગુજરાતમાંથી એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ 2 સિંહ અને 6 સિંહણને ઉત્તરપ્રદેશ લઇ જવાશે

જૂનાગઢના સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશના સૈફાઈના સફાઈ પાર્કમાં ગુજરાતના 8 સિંહો(Asiatic Lion)ને લઈ જવાશે. મળતી માહિતી મુજબ સક્કરબાગના 8 સિંહો(Asiatic Lion)ને ઉત્તરપ્રદેશના સેફાઈ પાર્કમાં મોકલવામાં આવશે. ગોરખપુરના ઝુમાં 1 એશિયાટીક સિંહ(Asiatic Lion)અને 5 એશિયાટીક સિંહણ(Asiatic Lioness)ને રાખવામા આવશે. હાલ પુરતા 8 સિંહો(Asiatic Lion)ને ઈટાવા સફરી પાર્કમાં રાખવામાં આવશે. કેન્દ્રિય વનવિભાગના અધિકારીઓ દ્વારા સિંહોના સ્થાંળતર કરવાની મંજૂરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢનાં સક્કરબાગમાંથી ઉત્તરપ્રદેશનાં ઇટાવા લાયન સફારી માટે 7 સિંહો(Asiatic Lion)ને મોકલવામાં આવ્યા હતા. સિંહો(Asiatic Lion)નાં બદલામાં ઉત્તરપ્રદેશથી ઝીબ્રા અને ગેંડા જેવા પ્રાણીઓ ઉત્તરપ્રદેશથી એક્ષ્ચેન્જ કરવામાં આવશે. અગાઉ મકાઉ, સારસ બેલડું અને ઝરખ ગુજરાત લાવવામાં આવ્યા હતા. જોકે એનીમલએક્ષ્ચેન્જ પ્રોગ્રામ હેઠળ ગીરના સિંહો(Asiatic Lion)ના ગર્જના હવે ઉત્તરપ્રદેશમાં પણ સાંભળવા મળશે.

દીપડા(Leopard) અને ઘોડા(Horse)ની અનોખી મિત્રતા

રોજ રાત્રે દીપડો વાડીમાં બાંધેલા ઘોડાની બાજુમાં બેસી રહે છે

વડોદરા શહેર નજીક આવેલા વિરોદ ગામની સીમમાં દીપડો દેખા દેતા વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી દીપડાને પકડી પાડવા ની તૈયારી હાથ ધરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે, આ દીપડાને ગામના એક ઘોડા સાથે મિત્રતા થઇ હોય તેમ રોજ રાત્રે ઘોડા ની બાજુમાં આવીને બેસી જાય છે. મળતી માહિતી મુજબ વડોદરા તાલુકાના વિરોદ ગામે ગ્રામજનો દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસથી દીપડો હોવાનો આભાસ થતાં વન વિભાગને જાણ કરવામાં આવી હતી.જ્યારે વન વિભાગ દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની મદદ લઇ દીપડાની ભાડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાત્રિના સમયે રેસ્ક્યુ ટીમ દ્વારા વોચ રાખતા ખેતરમાં બાંધેલા એક ઘોડા ની બાજુમાં દિપડો જોવા મળ્યો હતો. વિરોદ ગામમાં ચિરાગભાઈ પટેલની વાડીમાં દીપડાની સતત અવરજવર દેખાતા ગ્રામજનો ચિંતિત થયા હતા. જોકે નવાઇની વાત તો એ છે કે વાડીમાં બાંધેલા ઘોડા ની બાજુમાં રોજ દીપડો આવી ને રાત્રે બેસે છે પરંતુ ઘોડાનો મારણ કરતો નથી. જ્યારે આ દીપડો દોઢથી બે વર્ષનો હોવાનો અને માતાથી વિખૂટા પડી આસપાસની અવાવરી જગ્યા છે તેમજ કોતરોમાં કરતો હોવાનો પ્રાથમિક તારણ જાણવા મળ્યું છ. તે અરસામાં હૂંફ મેળવવા દિપડો વાડીમાં બાંધેલા ઘોડાની પાસે જઇને બેસતો હોવાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું. જ્યારે રેસ્ક્યુ ટીમની મદદથી વિરોદ ગામમાં પિંજરા ગોઠવી દઈ દીપડાને પકડી પાડવાના પ્રયત્નો વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

અમરેલી: વન વિભાગે એશિયાટીક સિંહો માટે કરી પાણીની ખાસ વ્યવસ્થા

હાલ ગુજરાતમાં દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો જાય છે. ત્યારે લોકો પણ આ અસહ્ય ગરમીમાં ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે જંગલમાં વસવાટ કરતા વન્ય જીવો માટે વન વિભાગ દ્બારા પાણીની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજુલા રેંજમાં વન વિભાગે વન્ય જીવોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ખાસ પ્રકારનું આયોજન કર્યું છે. અમરેલી DCF, ACF અને RFOની સુચનાથી જંગલમાં 6 જેટલા વધારે પાણીના પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે. આ 6 પોઈન્ટના વધારાના કારણે વન વિભાગ દ્વારા 40 જેટલા પોઈન્ટનું સાથે-સાથે નાની-નાની ટાંકીઓ અને કુંડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ પાણીના પોઈન્ટ પર વહેલી સવારના પાંચ વગ્યા પછી સિંહો જોવા મળે છે અને સિંહો તેમજ નીલગાય આ પોઈન્ટ પર દરરોજ પાણી પીવા માટે આવે છે. આ ઉપરાંત રાજુલા અને જાફરાબાદમાં પણ ગરમીના કારણે ટેન્કરો આ પોઈન્ટમાં પાણી ભરવા માટે વધારે ચક્કર લગાવે છે. આ પાણીના પોઈન્ટમાં મોટાભાગના પોઈન્ટ ટેન્કર દ્વારા ભરવામાં આવે છે અને વાવડી વિસ્તારમાં આવેલો પોઈન્ટ પવન ચક્કી દ્વારા ભરવામાં આવે છે.

જુનાગઢ: સક્કરબાગ ઝુ(Zoo)માં પ્રાણીઓ અસહ્ય ગરમીમાં ઠંડકની મજા માણી રહ્યા છે

એશિયામાં સૌથી જુના પ્રાણી સંગ્રહાલયો માંથી એક છે જુનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય.જૂનાગઢના નવાબ મહોબ્બત ખાન બીજાએ વર્ષ 1863 માં પ્રાણી સંગ્રહાલય બનાવ્યું જેમાં દેશ વિદેશના પ્રાણીઓને પક્ષીઓ રાખવામાં આવતા. આજે પણ આ પ્રાણી સંગ્રહાલયમાં 1500 થી વધુ પ્રાણીઓ રાખવામાં આવેલ છે અને તેમની ખાસ સર સંભાળ રાખવામાં આવે છે. હાલ ગરમીની ઋતુમાં પ્રાણીઓ ત્રાહિમામ પોકારી રહ્યા હોય છે ત્યારે અહીં રાખવામાં અવેલ દરેક પ્રાણીઓને ખાસ સુવિધા આપી ઠંડક આપવામાં આવી રહી છે. જૂનાગઢ સક્કરબાગ ઝુ વિશ્વભરમાં એશિયાટીક સિંહો આપે છે ને બદલામાં દેશ વિદેશના અલભ્ય પ્રાણીઓ મેળવે છે. અલગ અલગ ઋતુના આદિ હોય છે આથી તમને તેમની જરૂરીયાત પ્રમાણે ખાસ દેખરેખ અને સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલ ઉનાળાની સિઝનમાં સખત તાપ અને ગરમી પડી રહી છે.
WSON Team
ઝુમાં પ્રાણીઓ માટે અલગ અલગ સુવિધા ઝુ આથોરિટી દ્વારા પુરી પાડવામાં આવેલ છે. જેમ કે સિંહ, વાઘ, દીપડા જેવા સસ્તન પ્રાણીઓ માટે ખાસ 300 કિલો થી પણ વધુ બરફ નો ઉપયોગ કરી આ પ્રાણીઓના પાંજરામાં ખાસ કુંડ માં બરફ નાખી પાણી ઠડું કરવામાં આવે છે. જેથી આ પ્રાણીઓ ગરમી માં પણ ઠંડક ની મોજ માણે છે તો પક્ષીઓ  માટે ખાસ ફુવારા ફિટ કરવામાં આવ્યા છે. સાથે સાથે સ્પ્રિંકલની સુવિધા પણ કરવામાં આવી છે. તદઉપરાંત પ્રાણીઓ પર પાણી નો છંટકાવ કરવામાં પણ કરવામાં આવે છે. વાંદરા બરફ ની ઠંડી હવા સાથે બરફ પણ મોજથી ખાય છે. ઠંડક મળતા જ પ્રાણીઓની મોજ અને પક્ષીઓ કલરવથી સખત ગરમી માં પણ ઝુ નું વાતાવરણ ખુશનુમા બને છે. પક્ષીઓ ના ચહચહાટથી અહીં આવતા પ્રવાસીઓ અને ખાસ કરીને બાળકો ખૂબ ખુશ થતા હોય છે.
WSON Team
જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય સિંહ અને અલભ્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધનની ખાસ કામગીરી કરે છે. આથી પ્રાણીઓની સારસંભાળ ખાસ રાખવામાં આવે છે. આ અંગે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ના મુખ્ય અધિકારી રામ રતન નાલા એ જણાવ્યું હતું કે હાલ ગરમીની સીઝન હોય પ્રાણીઓને ગરમીમાં રાહત આપવા સસ્તન વર્ગ ના પ્રાણીઓને ખાસ ગરમી શોષક પંખા, પક્ષીઓ અને અમુક પ્રાણીઓ માટે ફુવારા તેમજ સ્પ્રિંકલ તો સિંહ, વાઘ જેવા પ્રાણીઓ કે જે અસહ્ય ગરમી થી બેચેન બની જાય છે. ઝુમાં પ્રાણીઓને પાણી ભરેલા કુંડમાં બરફ નાખી ઠંડક આપવામાં આવે છે. સક્કરબાગ ઝુ માં પ્રાણીઓની સારવાર અને સંભાળ માં મુખ્ય જવાબદારી નિભાવનાર  વેટરનરી ડૉ કડીવારે પ્રાણીઓને ગરમીમાં સંભાળ અંગે જણાવ્યું કે પ્રાણીઓ પણ માનવની જેમ જ ગરમીથી અકળાય છે અને તેમની પાચન શક્તિ પર અસર થાય છે. આથી તેઓનો ખોરાક રોજીંદાની તુલનામાં ઘટાડવા માં આવે છે.
WSON Team
તેમજ તમામ પ્રાણીઓના પીવાના પાણીમાં ORS આપવામાં આવે છે.  જેથી તેમના શરીર માંથી પાણીન ઘટી જાય અને ગરમી પણ રાહત મેળવી શકે. આ ઉપરાંત દરેક પ્રાણીઓના શરીર મુજબ તાપમાનની નિયમિત ચકાસણી કરવામાં આવે છે. તેમજ સ્વાસ્થ્ય પર અસર થાયતો તુરંત જરૂરી દવા આપવામાં આવે છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય એક એવી જગ્યા છે. જ્યાં પ્રવાસીઓ અવરીત આવતા હોય છે, દર વર્ષે અંદાજે 3 થી 4 લાખ પ્રવાસીઓ આવે છે. ખાસ કરીને હાલ જ્યારે વેકેશન ચાલે છે. ત્યારે દૂર દૂર થી આવતા બાળકો તેમજ તેમના પરિવાર જનો અહીં આવતા હોય છે જેઓ પણ સક્કરબાગ ની અંદર આવેલ અસંખ્ય વૃક્ષો નીં છાયામાં ઠંડક મેળવે છે. અને પ્રાણીઓને ઠંડક માટે આપવામાં આવતીઆ સુવિધાઓથી ખુશીનો અનુભવ કરે છે.

જુનાગઢ: ઈનફાઈટમાં ઘાયલ સિંહણ( Asiatic Lioness )નું મોત

જુનાગઢ જીલ્લાના ખાંભા તુલસીશ્યામ રેન્જના બાણીયામાં સિંહણ(Asiatic Lioness) નું ઇનફાઈટ મોત થતા વનવિભાગ દોડતું થયું હતું. ધારી ગીર પૂર્વમાં સિંહો(Asiatic Lion)ના મોત નો સિલસિલો યથાવત રહ્યો છે. જંગલ વિસ્તારમાં 2થી 3 વર્ષની સિંહણ(Asiatic Lioness)નું ઇનફાઈટમાં મોત થયું હોવાનું બહાર આવ્યું છે. મળતી માહિતી મુજબ ખાંભા તુલસીશ્યામ રેન્જના બાણીયા રાઉન્ડના રેબડીનેસ વિસ્તાર માંથી 2 થી 3 વર્ષની સિંહણ(Asiatic Lioness)નું નર સિંહ સાથે ઇનફાઈટ માં મોત થયું હોવાનું વનવિભાગના સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું અને આ મૃત સિંહણ(Asiatic Lioness)નું ઘટના સ્થળ પર ડોક્ટર દ્વારા પી એમ કરી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા બે માસમાં બાણીયા રાઉન્ડ માંથી એક સિંહણ(Asiatic Lioness) અને એક સિંહબાળનો મૃતદેહ વન વિભાગને મળી આવ્યો હતો. જોકે સિંહણ(Asiatic Lioness)નું મોત કુદરતી રીતે થયું હતું અને સિંહબાળનું મોત ઇનફાઈટ માં થયું હોવાનું બહાર આવ્યું હતું. જોકે વધુ એક સિંહણ(Asiatic Lioness)નું મોત ઇનફાઈટ થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ વનવિભાગના અધિકારીઓ સહિત વિભાગનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.