કચ્છના નાના રણમાં ઘુડખર( Wild Ass )ને ગરમીથી બચવા પાણી પહોચાડતું વનવિભાગ

હાલ સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે પશું-પંખીઓ અને લોકો પરેશાન છે. ત્યારે આ ગરમીમાં પશુ પક્ષી તેમજ પ્રાણીઓની સુદશા થતી હશે. કચ્છના નાનું રણ જેનો અંદાજીત વિસ્તાર 4954 ચોરસ કિલો મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ વિસ્તારમાં ગરમી નો પારો અંદાજીત 45 થી 48 ડીગ્રીની આસપાસ હોય છે. ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર( Wild Ass ), તેમજ પક્ષી ઓ માટે પણ ઘુડખર( Wild Ass )અભ્યારણ દ્વારા રણ ની અંદર આવેલ અવાડાની અંદર ટેન્કર દ્વારા પાણી થી ભરવામાં આવી રહ્યા છે.
WSON Team
કચ્છના નાના રણ માં ચાર રેન્જ આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જનો સમાવેશ થાય છે.આ વિસ્તારમાં આવેલ પશુઓ પક્ષીઓ તેમજ પ્રાણીઓને પણ આ ગરમીમાં પીવા માટે પાણી મળી રહે અને તેમને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા દરરોજ ટેન્કર દ્વારા પાણી થી અવાડા ભરવામાં આવે છે.
WSON Team
આ અભયારણ્યમાં ટોટલ 66 અવાડા આવેલ છે. જેમાં ધ્રાંગધ્રા રેન્જના 15 અવાડા આડેસર રેન્જના 10 હળવદ 18 બજાણા ના 23 અવાડાની અંદર રોજ પાણી થી ભરવામાં આવે છે. કચ્છના નાના રણમાં વનવિભાગની આ સેવાના કારણે અસહ્ય ગરમી વચ્ચે પ્રાણીઓને સહેલાઈથી પીવાનું પાણી મળી રહે છે.આ અભયારણ્યમાં કચ્છના નાના રણ તરીકે જાણીતા વિસ્તારમાં આવેલું છે.
WSON Team
ભારતમાં હાલમાં જેટલા જંગલી ઘુડખર ( Wild Ass )અસ્તિત્વ ધરાવે છે. તેમનું વન્યપ્રાણી અભયારણ્ય અને એકનું એક અભયારણ્ય આ જ છે. કચ્છના નાના રણ વિસ્તારમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા, અને કચ્છના થોડા થોડા વિસ્તારો સમાવિષ્ટ છે. ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય છે. આ અભયારણ્ય ગુજરાતનો વારસો ગણાય છે. આ અભ્યારણમાં અહિંના મુખ્ય વસતી ધરાવતા લાંબી ચાંચવાળા ડેલમેટિઅન, જળચર પક્ષી પેલિકન, લેસર ફલેમિંગો, સારસ, બગલા, કરકલ, રણના શિયાળ અને કાળા ભયંકર ક્રોબા વિશેષ રૂપે મુળ રહેવાસી છે. આ બધાં વન્યપ્રાણીઓ ઉપરાંત જંગલી ઘુડખર મુખ્ય રહેવાસી ગણાય છે.

વડોદરા: ઝુ( Zoo)માં પશુ-પંખીઓને ગરમી સામે રક્ષણ માટે ખાસ વ્યવસ્થા કરાઈ

ઊનાળા ની કાળઝાળ ગરમી શરૂઆત થતાની સાથે જ માનવ જન-જીવન ત્રસ્ત થઇ ગયું છે. ત્યારે આકાશ માંથી અગ્નવર્ષા વરસી રહી છે. અસહ્ય ગરમીના કારણે માત્ર માનવો જ નહિ પરંતુ વન્યજીવો  પણ ગરમી થી ત્રાહિમામ પોકરી ઉછયા છે. વડોદરા સેવાસદન સંચાલીત સયાજી ઝુ( Zoo) માં પ્રાણીઓને ગરમી ના લાગે તેમજ હિટવેવથી પ્રાણી ઓ તથા પંખી બીમાર ના થઇ જાય. તે માટે તંત્ર દ્રારા ખાસ તકેદારી રાખી ને હરણ,સાબર અને ચિંપાઝી ને ગ્લુકોઝ નું પાણી આપવા માં આવે છે. જ્યારે હિમાલયન રીંછ ને ફોર્ઝન કરેલા ઠંડા ફળો આપવા માં આવી રહ્યાં છે.
WSON Team
WSON Team
દેશ ની સેન્ટ્રલ ઝુ( Zoo) ઓથોરીટી ના માર્ગદર્શન હેઠળ કાર્યરત વડોદરા સેવાસદન સયાજીબાગ ના ઝુ( Zoo)માં 19 જાત ના સસ્તન પ્રાણી તેમજ 75 પ્રકાર ના દેશ વિદેશ ના પંખી ઓ રાખવા માં આવેલાછે. જો કે હાલ માં ઊનાળા ની ગરમી નો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ઝુ( Zoo)માં  પ્રાણી ઓને ગરમી સામે રક્ષણ મડે તે માટે રોજે ત્રણ વાર દરેક પિંજરા પર પાણી નો છંટકાવ કરવા માં આવે છે. આ ઉપરાંત ઝુમાં ચિંપાઝી,વિદેશી પંખીઓ માટે પીવાના પાણી માં ગ્લુકોઝ ઊમેરવા માં આવે છે. અન્ય જીવોને  ફોર્ઝન કરેલા ફળો દિવસ માં ત્રણ વાર આપવા માં આવી રહ્યાં છે.
WSON Team
ઝુ( Zoo)માં પ્રાણી ઓને હિટવેવ ની સામે રક્ષણ મળી રહે જો કે ગરમી સામે રક્ષણ મળી શકે તે માટે ઝું ના અધીકારી ઓ દ્રાર દરેક પશું તેમજ પંખી ને ખોરાકમાં પણ ફળ તેમજ પ્રોટીન મળી રહે તેવો ખોરાક આપવા માં આવે છે. જો કે જંગલી પ્રાણી ઓ જેવા કે વાધ,સિંહ અને દિપડા ના પાંજરા પર પણ ધાસ અને ગ્રીન કાર્પેટ લગાવવા માં આવી છે. જેથી સીધો તડકો આ પ્રાણી ઓપર ના પડે અને ગરમી થી વન્યજીવો ને રાહત મળી શકે ત્યારે પ્રાણી ઓના પિંજરા ની બહાર દિવસ માં ત્રણ વાર પાણી નો છંટકાવ કરવા માં આવી રહ્યો છે.

સાસણ ગીર: ગરમીથી બચવા એક સાથે પાણી પીતા 14 એશિયાટીક સિંહ ( Asiatic Lion ) પરિવાર

રાજ્યમાં અસહ્ય ગરમી અને દિવસે દિવસે ગરમીનો પારો લોકોને જ હેરાન-પરેશાન કરે છે. એવું નથી, અબોલ પશુ અને પંખી પણ ગરમીથી અકળાતા હોય છે અને આ કારણે જ ગીરના જંગલ વિસ્ઠેતારમાં ર ઠેર પશુ અને પ્રાણી માટે પાણીના કુંડા મુકવામાં આવતા હોય છે. સાસણ ગીરના જંગલમાં એશિયાટીક સિંહો( Asiatic Lion ) પણ ગરમીથી અકળાઈને ઠંડક મળે એવી જગ્યા શોધતા હોય છે. એક સાથે 14 એશિયાટીક સિંહ( Asiatic Lion )નું ટોળું પાણીના કૃત્રિમ તળાવ પાસે આવી પહોંચતા કેમેરામાં કેદ થયું હતું.
Social Media
મળતી માહિતી મુજબ અમરેલીના આંબરડી માણાવવા વચ્ચેના વિસ્તારમાં એક સાથે 14 એશિયાટીક સિંહ( Asiatic Lion ) કૃત્રિમ તળાવમાં પાણી પીતા હોય એવો એક વીડિયો વાયરલ થયો છે. આ અગાઉ પણ 11 એશિયાટીક સિંહ( Asiatic Lion )નું ટોળું કેમેરામાં કેદ થયું હતું. સાસણ ગીરનું જંગલ ઘાસવાળો વિસ્તારથી ઘેરાયેલું છે. કાળઝાળ ગરમીમાં ઉનાળામાં આ ઘાસ સુકાઈ જતાં જંગલ ખુલ્લું થઈ જતું હોય છે. એશિયાટીક સિંહો( Asiatic Lion ) જંગલમાંથી બહાર નિકળીને રહેણાંક વિસ્તારો તરફ આવતા હોય છે. વન વિભાગ દ્વારા એશિયાટીક સિંહો( Asiatic Lion )ને ઉનાળામાં તકલીફ ન પડે તેના માટે ઠેર-ઠેર કૃત્રિમ તળાવ બનાવાયા છે. અને તેમાં પાણી ભરી રાખવામાં આવે છે.
Social Media
જંગલ વિસ્તારમાં એશિયાટીક સિંહ( Asiatic Lion ) પરિવાર આવા કૃત્રિમ તળાવોની પાસે જ ધામા નાખીને રહેતો હોય છે. જેથી તેને ઠંડક પણ મળી રહે અને પાણી પણ મળી રહે. જંગલ વિસ્તારમાં 14 એશિયાટીક સિંહ( Asiatic Lion )નો એક આખો પરિવાર એકસાથે જોવા મળતો હોય એવી ઘટના ગીરના જંગલમાં જવલ્લે જ જોવા મળતી હોય છે. ઉનાળામાં જ એશિયાટીક સિંહ( Asiatic Lion ) પરિવાર ટોળામાં ફરતો જોવા મળે છે.
ગીરમાં વન વિભાગે પહોંચાડ્યા નીર
 

સાસણ ગીર: એશિયાટીક સિંહો( Asiatic Lion )ની પ્રાથમિક ગણતરીમાં 60 સિંહ બાળો નોંધાયા કુલ સંખ્યા 600ને પાર

સાસણ ગીર જંગલ વિસ્તારમાં પૂનમની રાત્રીએ વનવિભાગ દ્વારા હાથ ધરાઈ હતી પ્રાથમિક ગણતરી.

ગુજરાતના ગૌરવ સમાન એશિયાટીક સિંહો( Asiatic Lion )ની સંખ્યામાં વધારો નોંધાયો છે. અમરેલી જિલ્લામાં એક અંદાજ મુજબ હાલ 600 જેટલાં એશિયાટીક સિંહો( Asiatic Lion )નોંધાયાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વનવિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક ગણતરીમાં એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યામાં વધારો જોવાં મળ્યો છે. ગીર કાંઠાનાં ગામ તથા બૃહદ ગીરમાં 60થી વધુ એશિયાટીક( Asiatic Lion )બાળ સિંહ નોંધાયાં હતાં. અમરેલીનું જંગલ સિંહબાળોથી ગુંજી ઉઠ્યું છે. વનવિભાગ પૂનમની રાત્રીએ કરાયેલા એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની ગણતરીમાં અમરેલી જિલ્લામાં એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યા માં ઉત્તરોત્તર વધારો નોંધાયો છે. એક અંદાજ મુજબ હાલ 600 જેટલા એશિયાટીક સિંહો ( Asiatic Lion )ગીરમાં વસવાટ કરતા હોવાની વિગતો સામે આવી છે.
WSON Team
ગુજરાત વનવિભાગ દ્વારા સિંહ સંરક્ષણ ની કામગીરી રંગ લાવી છે અગાઉ કેનાઇન ડિસટેમ્બર નામક વાઇરસ કારણે દલખાણીયા માં એકીસાથે 24 એશિયાટીક સિંહો ( Asiatic Lion )ના મોત થતા સિંહો ની સંખ્યા ઘટી હતી. ગુજરાત વન વિભાગ દ્વારા દર પૂનમના દિવસે થતી પ્રાથમિક એશિયાટીક સિંહો ( Asiatic Lion )ગણતરી માં અમરેલી જિલ્લા માં જ 60થી વધુ એશિયાટીક ( Asiatic Lion )સિંહ બાળો નોંધાયાની પ્રાથમિક અનુમાન સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે દલખાણીયા રેન્જમાં 24 એશિયાટીક સિંહો ( Asiatic Lion )નાં રહસ્યમય રીતે મોત નિપજ્યાં હતાં. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસથી મોત થતાં સિંહોની સંખ્યામાં ઘટાડાને લઇને જે-તે સમયે સિંહપ્રેમીઓમાં ઉગ્ર રોષ ભભૂક્યો હતો. પરંતુ હવે એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યામાં વધારો થતાં આ એક ખુશીનાં પણ સમાચાર છે. 2015ની જો વાત કરીએ તો સિંહની ગણતરીમાં 511 સિંહો નોંધાયાં હતાં.
WSON Team
તમને જણાવી દઇએ કે હાલમાં એશિયાટીક સિંહો ( Asiatic Lion )નું રહેણાંક એટલે અમરેલી, બૃહદ ગીર, ધારી, ગીર પૂર્વ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર સહિતનાં વિસ્તારો છે. સાસણ ગીર જંગલ વિસ્તારમાં ખુશીની લહેર ઊઠી છે. વર્ષ 2015માં થયેલી એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની ગણતરીમાં સમગ્ર જંગલમાં 511 એશિયાટીક સિંહો ( Asiatic Lion )નોંધાયા હતા. હાલ અમરેલી બૃહદ ગીર ધારી ગીર પૂર્વ જૂનાગઢ સોમનાથ સહિત ભાવનગર સુધી એશિયાટીક સિંહો ( Asiatic Lion )નું રહેણાંક ફેલાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે અમરેલી જિલ્લાની દલખાણિયા રેંજમાં વિશેષ રૂપે એશિયાટીક સિંહો ( Asiatic Lion )ના મોત થયા હતા. કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ ના કારણે સિંહના અકાળે મોત થવાથી એશિયાટીક સિંહ( Asiatic Lion ) પ્રેમીઓ અને વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટો ચિંતામાં સરી પડ્યાં હતા જોકે, હાલ જે એશિયાટીક સિંહો ( Asiatic Lion ) બાળની વસતિ ગણતરીનો અહેવાલ જાણવા મળી રહ્વયો છે તે જોતા વન્યપ્રેમી અને ગુજરાત માટે એશિયાટીક સિંહો ( Asiatic Lion )ની સંખ્યાનો વધારો શુભ સંકેત માની શકાય.

છોટાઉદેપુર: નરભક્ષી દીપડા( Leapord ) ને વન વિભાગે 24 કલાકમાં પાંજરે પૂર્યો

છોટાઉદેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝરી ગામે રાત્રીના સમય દરમિયાન એક વર્ષના બાળકને ફાડી ખાનાર આદમખોર દિપડા( Leapord )ને જંગલ વિભાગના કર્મચારીઓ રેસ્ક્યુ કરી માનવભક્ષી આદમખોર દીપડા( Leapord )ને ઝડપી પાડી પાંજરે પૂર્યો છે. મળતી માહિતી મુજબ છોટાઉદેપુર જંગલ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં રીંછ તેમજ આદમખોર દીપડા( Leapord )ઓના હુમલાઓ વારંવાર થતા હોય છે ત્યારે વધુ એક દીપડા( Leapord )ના હુમલાથી સ્થાનિકોમાં ફફળાટ વ્યાપી જવા પામ્યો હતો. પાવીજેતપુર તાલુકાના ઝરી ગામે માતા સાથે ખુલ્લામાં સુતા એક વર્ષના બાળકને આદમખોર દીપડા( Leapord )એ ફાડી ખાઈને મોત ને ધાટ ઉતારી દેવામાં આવતા પાવીજેતપુર વન વિભાગના કર્મચારીઓ આ દીપડા( Leapord )ને પકડવા માટે પાંજરા મુકી રાત્રીના સમય દરમિયાન જાળ બિછાવી સત્વરે આ દીપડો( Leapord ) પાંજરે પુરાય તેવી ગતિવિધિ હાથ ધરી હતી. જોકે અન્ય કોઈ વ્યક્તિ પર કે જાનવર પર હુમલો ના કરે તે માટે ફોરેસ્ટ વિભાગએ સતર્કતા રાખી આ માનવભક્ષી આદમખોર દીપડાને પકડવામાં વન વિભાગના કર્મચારીઓને મોટી સફળતા મેળવી હતી. દીપડાને પાંજરે પુર્યા બાદ જંગલ વિસ્તારની આસપાસ રહેતા લોકોને એક હાશકારો થયો હતો.