વડોદરા: દુર્લભ મનાતા ડયુમેરીલ્સ બ્લેકહેડેડ સાપ દેખાતા કુતુહલ

સાપની મહત્તમ લંબાઈ માત્ર 18 ઈંચ આશરે 1.5થી લઈને 2 ફૂટ જેટલી જ હોય છે.

વડોદરા શહેર નજીક પાદરારોડ પર આવેલા ગ્રામ્ય વિસ્તારના એક મકાનમાં દુલર્ભ મનાતા માત્ર દોઢ ફુટની મહત્તમ લંબાઈ ધરાવતો શ્યામ શિર( Dumeril’s black-headed Snake ) સાપ આવી જતા જીવદયા સંસ્થાના કાર્યકરોએ સાપને પકડીને વનવિભાગના હવાલે કર્યો હતો. પાદરારોડ પર લક્ષ્મીપુરા ગામમાં એક સાપ ઘુસ્યો હતો. આ અંગેની માહિતી વડોદરા શહેરની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ સંસ્થામાં જાણ કરતા સંસ્થાના કાર્યકરોએ તુરંત ગામમાં પહોંચીને સાપ પકડી પાડયો હતો. ઘરમાંથી પકડાયેલો સાપ જેને અંગ્રેજીમાં ડયુમેરિલ્સ બ્લેકહેડેડ સ્નેક અને ગુજરાતીમાં શ્યામ શિર સાપ તરીકે ઓળખાય છે તે હોવાની વિગતો સપાટી પર આવી હતી. ભાગ્યે જ જોવા મળતા અને દુર્લભ મનાતા શ્યામ શિર( Dumeril’s black-headed Snake ) સાપને દેખાતા કુતુહલ ફેલાયું હતું. સામાન્ય રીતે ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં જ શ્યામ શિર સાપ જોવા મળે છે. અને તે બિનઝેરી હોય છે. આ જાતિનો સાપ ફેબુ્રઆરીથી જુન અને ઓગસ્ટથી ડિસેમ્બરના સમયગાળામાં જોવા મળે છે. આ સાપ પાંચથી વધુ ઈંડા મુકે છે. શ્યામ શિર( Dumeril’s black-headed Snake ) સાપ ખોરાકમાં નાની ગરોળીઓ,દેડકાના બચ્ચા અને અન્ય જીવજંતુઓનો શિકાર કરે છે. આ સાપની વિશેષતા એ છે તેની મહત્તમ લંબાઈ માત્ર 18 ઈંચ આશરે દોઢથી બે ફૂટ જેટલી જ હોય છે. આ સાપ પાણીવાળા તેમજ ઉકરડા અને ઘાસ હોય તેવા વિસ્તારમાં જોવા મળે છે.

મહીસાગર: જંગલોમાં બચ્ચા સાથે વાઘણ( Big Cat ) ફરતી હોવાનો સ્થાનિકોનો દાવો

લુણાવાડાના શિગ્નલી પાસે વાઘણ અને બાળ વાઘના પંજાના નિશાન પણ જોવા મળ્યા, કતારના જંગલમાં રાત્રે વાઘણની ત્રાડ સંભળાઈ રહી છે. મહિસાગરના જંગલોમાં વાઘણ( Big Cat ) તેના બચ્ચા સાથે ફરતી હોવાનો સ્થાનિક રહીશોએ દાવો કર્યો છે. લુણાવાડાના શિગ્નલી પાસે વાઘણ અને વાઘના બચ્ચાના પંજાના નિશાન પણ જોવા મળ્યાં છે. સ્લોથાનિક કોનું કહેવું છે કે, વાઘણ વાઘ( Big Cat )ને શોધી રહી છે અને એટલે તે અહીં-તહીં ફરી રહી છે. મોડી રાત્રે ઘણી વખત વાઘણની ત્રાડ પણ સાંભળવા મળે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગત્ત તા. 10 ફેબ્રુઆરીના રોજ મહીસાગરના જંગલોમાં વાઘ( Big Cat ) દેખાયો હોવાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા. ત્યાર બાદ વન વિભાગે વિસ્તૃત તપાસ હાથ ધરીને આ સમાચારને સમર્થન આપ્યું હતું. જોકે, વાઘ( Big Cat ) કોઈને પણ નજરે જોવા મળતો ન હતો, માત્ર તેના નિશાન જોવા મળતા હતા. ત્યાર બાદ અચાનક જ ગત્ત તા. 26 ફેબ્રુઆરીના રોજ વાઘ( Big Cat )નો મૃતદેહ મળી આવ્યો હતો. આમ, વાઘ( Big Cat )નો મૃતદેહ મળતાં એ વાત તો સાબિત થઈ ગઈ હતી કે ગુજરાતમાં વાઘ આવ્યો છે, પરંતુ વાઘ વધુ સમય સુધી જીવતો રહ્યો ન હતો. મૃત્યુ પામેલા વાઘ( Big Cat )ના નમૂના પૈકી કેટલાક નમૂના એફએસએલમાં ટેસ્ટીંગ માટે મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ હજી આવ્યો નથી. જોકે, વન વિભાગના સૂત્રોનું કહેવું છે કે, વાઘ( Big Cat )નું મોત કોઈ ઝેરી પદાર્થ કે અન્ય અસાધારણ રીતે થયું નથી, પરંતુ લાંબા સમયથી ખોરાક મળ્યો ન હોવાને કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ છે. કારણ કે, વાઘ( Big Cat )નો જે મૃતદેહ મળ્યો તે કોહવાયેલી હાલતમાં મળ્યો હતો, એટલે કે વાઘ( Big Cat )નું મોત તેનો મૃતદેહ મળ્યાના ત્રણ-ચાર દિવસ પહેલાં થયું હતું. હવે, એક વાઘણ( Big Cat ) તેના બચ્ચા સાથે મહીસાગરના જિલ્લામાં ફરી રહી હોવાના સમાચાર મળતાં વન વિભાગનું અનુમાન છે કે, આખો વાઘ( Big Cat ) પરિવાર જ મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવ્યો હોઈ શકે છે. જેમાં વાઘ( Big Cat ) પરિવારથી વિખૂટો પડી ગયો હોવો જોઈએ તેવું માનવામાં આવી રહ્યું છે.

મગર( Crocodile )નો પ્રજનન કાળ : માર્ચથી જૂનના મધ્ય સુધીના સમય દરમિયાન મગર વધુ આક્રમક હોય છે

મગર( Crocodile ) માટેની સભાનતા હજુ પણ લોકોમાં નહીવત છે.

માનવ વસતી અને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે તાલમેલથી રહેતા હોય એવું ભાગ્યે જ જોવા કે સાંભળવા મળે છે. ગુજરાત રાજયના વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીએ મગરો( Crocodile )નું વસવાટ સ્થળ છે. અને આ નદિ મગરોનું ઘર પણ કહેવાય છે. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો( Crocodile ) વડોદરા શહેરને ભેટમાં મળેલો વારસા સાથે એક અલગ ઓળખ બની છે. પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે મગરો( Crocodile ) વિકટ પરિસ્થિતિમાં મૂકાય ગયા છે. કુદરતી વાતાવરણ વચ્ચે શહેરી જીવન સાથે તાલમેલથી વસવાટ કરતા મગરો માટે મુશ્કેલી વધી છે. વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે વહેતી વિશ્વામિત્રી નદીના તટ પર આરામ કરી રહેલા મહાકાય મગર( Crocodile )ને કોઈ માણસ દ્વારા  છેડતા પર્યાવરણ પ્રેમીઓ નારાજગી જોવા મળી હતી.
WSON Team
સામાન્ય રીતે નિયમ પ્રમાણે નદીની 30થી 40 કિમીના વિસ્તારની આસપાસ કોઈપણ પ્રકારનું બાંધકામ ન થવું જોઈએ. તેમ છતાં આજે વિશ્વામિત્રી નદીના કાંઠે બાંધકામો થઈ ગયા છે. કુદરતે બનાવેલી સિસ્ટમમાં માનવીને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી. વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદીમાં વસવાટ કરતા અંદાજે 300થી વધારે મગર( Crocodile ) ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટાપ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. જો આ પ્રકારની કામગીરી સતત ચાલુ રહી તો આપણે ભવિષ્યમાં ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. અત્યારે માર્ચથી જુન મહિનાનો સમય તે મગરો( Crocodile )ના ઈંડા મુકવાનો સમય હોય છે. અને આ સમયે મગરો વધુ આક્રમક અંદાજમાં જોવા મળે છે. જેથી આ સમય દરમિયાન મગરો( Crocodile ) પાસે જવું જોખમ ભરેલું રહેલું છે.
WSON Team
સમાન્ય રીતે શિયાળો પૂર્ણ થતા મગરનો( Crocodile ) પ્રજનન કાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર( Crocodile ) પોતાના માળા, ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે. આ સમય દરમિયાન મગરો( Crocodile ) પોતાની આસપાસ કોઈ પણ પ્રકારની ખલેલને સહન નથી કરતા અને પોતાના વિસ્તાર અને માળા તેમજ ઈંડાને બચાવવા માટે આક્રમક અંદાજમાં તૈયાર રહે છે. પ્રાણી શાસ્ત્રની પરીભાષામાં મગર( Crocodile )એ સરીસૃપ વર્ગનું ઉભયજીવી સસ્તન પ્રાણી છે. ડાઈનોસોર પણ આજ વર્ગનું વિશાળ કદનું પ્રાણી હતું પરંતુ પૃથ્વિની સપાટી પર આવેલા ભૌગોલિક અને પર્યાવરણીય પરિવર્તનો સાથે તેનો તાલમેલ ના બેસતા તેનું અસ્તિત્વ ભુસાઈ ગયું. જયારે તે જ વર્ગનું પ્રાણી મગર( Crocodile ) આજ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સક્ષમ રહ્યું છે. http://wildstreakofnature.com/gu/crocodile-a-living-creature-with-awe-inspiring-animal-with-nature-from-the-dinosaur-era/

સાસણ ગીર: જંગલમાં કેસૂડાનાં ઝાડ પર ચઢેલા એશિયાટીક સિંહની ગાર્ડે પાડેલી તસવીર વાયરલ

ગિરનાર અભ્યારણ્યમાં કેસૂડાનાં ઝાડ પર ચઢેલા એશિયાટીક સિંહની ફોરેસ્ટ ગાર્ડ દિપક વાઢેરે કેમેરામાં કેદ કરેલી તસવીર સોશિયલ મીડિયામાં દેશભરમાં વાયરલ થઇ હતી. આ તસ્વિરને દેશના વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ આ તસવીર તેમના ટ્વીટર પર શેર કરી હતી અને લખ્યુ કે, મેજેસ્ટિક લાયન, લવલી પિક્ચર’. મળતી માહિતી મુજબ દિપક વાઢેરની આ તસવીર સૌ પ્રથમ નાયબ વન સંરક્ષક ડો. સુનિલ કુમાર બેરવાલે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ત્યાર પછી તે વાયરલ બની ગઇ હતી. દિપક વાઢેર જુનાગઢ ડિવિઝન હેઠળ આવતા ગિરનાર અભ્યારણ્યમાં ફોરેસ્ટ ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ફોટોગ્રાફીએ તેમનો શોખ છે. તેઓ સતત ફોરેસ્ટમાં પેટ્રોલિંગ કરતા રહે છે અને ફોરેસ્ટમાં દેખાતી દૂર્લભ બાબતોને કેમેરામાં કેદ કરતાં રહે છે. દિપક વાઢેરના જણાવ્યા મુજબ કે મારા જીવનની આ એક દુર્લભ ઘટના કહેવાય જ્યારે મેં કેસૂડાનાં ઝાડ પર સિંહને ચઢતો જોયો અને હું તે ઘટનાનાં મારા મોબાઇલ કેમેરામાં કેદ કરી શક્યો. આ ઘટના તા. 3 માર્ચ રોજ સાંજની છે. હું મારા રૂટિન પ્રમાણે ફોરેસ્ટમાં પેટ્રોલિંગ કરતો હતો ત્યાં કેસૂડાનાં ઝાડ પર સિંહનો ચઢતા જોયો અને હું થંભી ગયો,” મહત્વની વાત એ છે કે, દિપક વાઢેરે ગયા વર્ષે પણ આ જ કેસૂડાનાં ઝાડ પર ચઢવાનો પ્રયાસ કરતા સિંહોનો જોયા હતા અને તેના ફોટો પણ પાડ્યા હતા. નાયબ વન સંરક્ષક ડો. સુનિલ કુમાર બેરવાલે જણાવ્યું કે, “ફોરેસ્ટ ગાર્ડ દિપક વાઢેર એક કાર્યદક્ષ કર્મચારી છે અને જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન હંમેશા તેનો કેમરો સાથે જ રાખે છે. તસવીર લેતા સમયે તેમની ફ્રેમની પસંદગી ખરેખર સારી છે”. “દિપક વાઢેરની જંગલને જોવાની દ્રષ્ટિ અનોખી છે. તેના ફોટોનાં ઘણા બધા લોકોએ પસંદ કર્યો તે જાણી મને આનંદ થાય છે,”

“એક થા ટાઇગર” : મહિસાગરના જંગલમાં વાઘ( Big Cat)નાં મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર

લુણાવના કંતારના જંગલમાં એક વાઘ( Big Cat)નો મૃતદેહ મળી આવતા બુધવારે ગીરથી પેનલ ટીમ અને સ્થાનિક પશુ ચિકિત્સકની ટીમ આવી હતી. પોસ્ટમોર્ટમ કર્યા બાદ વિસેરા લઈને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી. જે જગ્યાએ વાઘ( Big Cat)નો મૃતદેહ મળી આવ્યો હતો. તેની પાસેની ખુલ્લી જગ્યામાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મહિસાગરના લુણાવાડાના ગઢના જંગલ પાસે આવેલ રસ્તા પરથી ગત્ત તા. 6 ફેબ્રુઆરીના રોજ કાર લઇને પસાર થતા એક શિક્ષકે વાઘ( Big Cat) જોતા મોબાઇલમાં ફોટો પાડી વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગે તપાસના ભાગરુપે નાઈટવીઝન કેમેરા ગોઠવામાં આવ્યા હતા. જેમાં સંતમાતરોના જંગલમાં ગોઠવેલા નાઈટ વીઝન કેમેરામાં ગત્ત તા. 12 ફેબ્રુઆરીના રોજ વાઘ( Big Cat) દેખાયો હતો. ત્યારબાદ વનવિભાગ દ્રારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
Social Media
જોકે આ તમામ દાવાઓ વચ્ચે આ વાઘ( Big Cat)નો મૃતદેહ કંતારના ગાઢ જંગલોમાં તા. 26 ફેબ્રુઆરીની સાંજે સ્થાનિકોને ધ્યાનમા આવતા વનવિભાગને જાણ કરવામા આવી હતી. સાથે સાથે વન્ય પ્રાણીપ્રેમીઓમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. વાઘ( Big Cat)ના મૃત્યુની ખબર આસપાસના ગામોમા વાયુવેગે ફેલાતા વાઘ( Big Cat)ને જોવા માટે મોટી સંખ્યામાં લોકાનાં ટોળા ઉમટી પડ્યા હતા.
Social Media
વાઘ( Big Cat)ના અંતિમ સંસ્કારમાં વડોદરા વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક સંજયકુમાર શ્રીવાસ્તવ, મહિસાગર ડીસીએફ આર.એમ.પરમાર સહિત વનવિભાગના સ્થાનિક અધિકારીઓ, વનકર્મીઓ હાજર રહ્યા હતા. હાલ વાઘ( Big Cat)ના મૃતદેહમાથી વિસેરા લીધા બાદ હવે જે રિપોર્ટ આવે તે બાદ જ વાઘનાં મોતનું સાચુ કારણ જાણી શકાશે. જોકે 30 વર્ષ બાદ  જ્યારે પ્રથમ વખત ગુજારતની ઘરતી પર વાઘ( Big Cat)જોવા મળ્યો ત્યારે કહેવામા આવ્યુ હતુ કે,”ટાઇગર અભી જીંદા હૈ” હવે જ્યારે તે દુનિયામાથી અલવિદા થઈ ગયો છે. ત્યારે કહી શકાય કે “એક થા ટાઇગર” હાલતો ગુજરાતમાં મહેમાન બનીને આવેલા વાઘ( Big Cat)ના મૃત્યુના સમાચારથી વનપ્રેમીઓ ભારે આઘાતમાં સરી પડ્યા છે.