જૂનાગઢ: ગિરનાર જંગલોમાં તા.16 ઓક્ટોબરથી થશે સિંહદર્શન

જૂનાગઢ ટુરિઝમને મળશે વેગ, સિંહ દર્શનથી પ્રવાસીઓ થશે ખુશખુશાલ

એશિયાટિક લાયન નું એકમાત્ર નિવાસસ્થાન ગણાતા સાસણની જેમ જૂનાગઢના ગિરનાર જંગલમાં વસતા સિંહો પ્રવાસીઓને હવે સાસણ સુધી જવાની જરુરુ નહીં રહે તા. 16 ઓક્ટોબર થી દરરોજ 10 પરમીટ આપવામાં આવશે. જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી સિંહ દર્શનની માંગ ઉઠી રહી હતી. કારણ કે જૂનાગઢના ગીરના જંગલમાં આશરે 50 જેટલા સિંહોની સંખ્યા છે. જે ગિરનારના ગાઢ જંગલોમાં ફરતા રહે છે.
WSON Team
પરંતુ હવે તંત્ર દ્વારા હરી ઝંડી મળતા જ વન વિભાગે જંગલના રૂટો નકકી કરી દીધા છે. ગિરનારના જંગલમાં સિંહ દર્શનની શરૂઆત આગામી તા.16 ઓક્ટોબરથી થઇ રહી છે. જે એક સારા સમાચાર છે કારણેક હવે પ્રવાસીઓને સાસણ સુધી જવાની જરૂર નહીં રહે અને જૂનાગઢમાં જ સિંહ દર્શન નો લાભ લઇ શકશે. સાથે સાથે જૂનાગઢમાં પણ ટુરિઝમનો પણ વિકાસ થશે. સરકારે હાલમાં જ જૂનાગઢને ગિરનાર પર રોપ વે સિંહ દર્શન અને શિવરાત્રીના મેળાને મીની કુંભ જાહેર કરી જૂનાગઢના ટુરિઝમ ને નવી લાઈફલાઈન આપી છે. જૂનાગઢમાં ઉદ્યોગ અને વ્યવસાયના કોઈ સવલત નહીં હોવાથી ટુરિઝમ એક જ અહીં વિકાસની તકો સર્જી શકે તેમ છે.
WSON Team
ગિરનાર ના જંગલો માં શરુથનારા સિંહ દર્શન અંગે અધિકૃત રીતે સાસણના ડીસીએફ સુનિલ બરેવાલ એ કહ્યું હતું કે સિંહ દર્શન એક સુંદર આયોજન છે. જેમાં પ્રવાસીઓ સિંહ દર્શનની સાથે સાથે પ્રકૃતિનો લાભ પણ મેળવી શકશે. પરંતુ સિંહોના લોકોશન નક્કી કરવામાં નહીં આવે પ્રવાસીઓને જો નસીબમાં હશે તો જ સિંહ જોવા મળશે. કારણકે સિંહોના લોકેશનના આધારે સફારીના રૂટ નક્કી કરવા અહીં મુશ્કેલ છે. અહીં સફારી પાર્કની જેમ જંગલની સહેલગાહ મુખ્ય ઉદ્દેશ છે નહીં કે સિંહ દર્શન ગિરનારનું જંગલ અલૌકિક જીવ જંતુ અને પ્રાણીઓથી સમૃદ્ધ છે. જેને નિહાળવાનો લ્હાવો પ્રવાસીઓ મેળવે એ હેતુથી આ સફારી પાર્ક શરૂ કરવામાં આવી રહ્યું છે.
WSON Team
ગત્ત વર્ષે જૂનાગઢમાં સિંહ દર્શન શરૂ કરવાનો કાર્યક્રમ નિર્ધારિત થઇ ગયો હતો. પરંતુ ગુજરાતમાં વિધાસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ જતા આ કાર્યક્રમ મુલતવી રખાયો હતો. પરંતુ આ વર્ષે ફરી સરકાર દ્વારા ગિરનારના જંગલોમાં સિંહ દર્શન માટે વન વિભાગ ને આદેશ આપ્યા છે. જેથી હાલ તો વન વિભાગ સિંહ દર્શનના રૂટની તૈયારીમાં લાગી ગયું છે. હાલ નક્કી થયા મુજબ દરરોજ 5 પરમીટ સવારના સમય માટે અને 5 પરમીટ સાંજના સમય માટે આપવામાં આવશે. સિંહ દર્શન માટેનો રૂટ હાલ તો ઇન્દ્રેશ્વર નાકે થી શરૂ કરી જાંબુડી નાકા પાટવાળ કોઠા અને પાટુરણ સુધીનો વિસ્તાર નક્કી કરવામાં આવ્યો છે. જેના માટે 5-5 જીપ્સીની હાલ પરવાનગી મુકવામાં આવશે.
WSON Team
છેલ્લા કેટલાક સમયથી સાસણમાં પ્રવાસીઓના ધસારાના લીધે દર વર્ષે હજારો પ્રવાસીઓ સિંહ દર્શનનો લાભ મેળવી શકતા ન હતા. અને નિરાશ થતા હતા તેથી ગિરનાર જગલમાં સિંહ દર્શનની માંગણી છેલ્લા કેટલાક વર્ષો થઇ રહી હતી. જેને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બન્ને ની મંજૂરી મળી જતા આગામી તા. 16 ઓક્ટોબરથી આ લાભ પ્રવાસીઓ મેળવી શકશે. જેના લીધે સાસણમાં પણ પ્રવાસીઓનો ધસારો ઓછો થશે સાથે સાથે જૂનાગઢમાં ટુરિઝમ ક્ષેત્રનો વિકાસ થશે.
WSON Team
હાલ તો સિંહોનો વેકેશન ચાલી રહ્યું છે. પરંતુ આગામી તા.16 ઓક્ટોબર થી જયારે સિંહોનું વેકેશન ખુલશે ત્યારે ગિરનારના જંગલમાં સિંહ દર્શન એક રોમાંચ અને ઇન્તઝાર છે. કે કેવી રીતે સિંહ દર્શન કરાવવામાં આવશે હાલ તો ખુશી એ વા છે ગિરનાર આજ સુધી દેવી દેવતાઓના લીધે પ્રસિદ્ધ હતું. પરંતુ હવે સિંહ દર્શન ના લીધે વિશ્વભરમાં ખ્યાતિ પામશે.
સાસણ ગીર: સિંહ દર્શન માટે અપાતી પરમીટોમાં કરાયો વધારો 

મગર અને સાપ જેવા પ્રાણીઓનો જીવ બચાવવા માટે જીવતા રાકેશ વઢવાણાની ચીરવીદાય

વડોદરા શહેર અને જીલ્લામાં મગર અને સાપના દોસ્ત તરીકે જાણીતા હતા રાકેશ

મગર અને સાપ જેવા પ્રાણીઓને સદાય સહાય કરનાર બાહોશ રેસ્યુઅર રાકેશ વઢવાણાના આક્સમિક નિધનથી વડોદરાની વાઈલ્ડ લાઈફ સોસાયટીએ દુ:ખદ આંચકો અનુભવ્યો છે. મુશ્કેલીમાં મુકાઈ ગયેલા મગર જેવા ભયાનક અને સાપ જેવા ચંચળ તથા ઝેરી જાનવરોને પણ બચાવી લેવાની તેમની સુઝ, કળા, ધિરજ, અને હિંમત દાગ માંગી લે તેવા હતા.
File Photo
વડોદરા શહેરના જાણીતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂઅર રાકેશ વઢવાણાનું હૃદયરોગના હુમલામાં નિધન થતા વાઈલ્ડ જગત અને તેમના મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી પ્રર્વતી રહી છે. વડોદરા શહેરમાં રાકેશ વઢવાણા છેલ્લા ઘણા વર્ષોથી મહાકાય મગરથી લઈને સરિસૃપો અને વાનરોને રેસ્કયું કરવા માટે વડોદરા સહિત આસપાસના વિસ્તારમાં જાણીતા હતા. રાકેશ વઢવાણાએ પોતાનું જીવન વન્યજીવોને સર્મપિત કર્યું હતું. રાકેશ વઢવાણાને મગરને રેસ્કયુ કરવાની મહારત હતી. મહાકાય મગરથી લઈને દરેક મગર રેસ્કયુ કરવા માટે રાકેશ વઢવાણાનું નામ મોખરે આવતું. આ ઉપરાંત રાકેશ વઢવાણાને રેસ્કયુ અંગેની વિશેષ ટેક્નિકને કારણે વનવિભાગ દ્વારા સાસણ ગીર સહિતના વન્ય કેન્દ્રોમાં ટ્રેનર તરીકે પણ બોલાવવામાં આવતા હતા. રાકેશ વઢવાણા ઘાયલ મગરોની સારાવાર પણ કરતા અને સહિસલામત તેને નિયત સ્થાને છોડતા. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂઅર રાકેશ વઢવાણાના જીવન ચરિત્ર પર એક નજર.
WSON Team
– વડોદરા ઉપરાંત રાકેશ વઢવાણાને રેસ્ક્યૂ માટે રાજસ્થાન, મધ્યપ્રદેશમાંથી પણ બોલાવવામાં આવતા હતા. ખાસ કરીને બહારના રાજયોમાં વાનરોનું રેસ્કયુ કરવા માટે જતા હતા રાકેશ વઢવાણા – મગરનો અવાજ કાઢીને રેસ્ક્યૂ કરવાની વિશેષ આવડતથી જાણીતા હતા. – 15 વર્ષમાં 500થી વધુ મગર અને 3 હજારથી વધુ સાપનું રેસ્ક્યૂ કર્યું.
File Photo
– ત્રણ મહિના અગાઉ નારેશ્ર્વર ખાતે માનવભક્ષી મગરનું રેસ્કયુ કર્યુ હતું. – વર્ષ 2013માં કોટંબી ખાતે 16 ફુટના મહાકાય મગરનું રેસ્કયુ કર્યુ હતું. – રાકેશ વઢવાણા વાઈલ્ડ લાઈફ રેસ્કયુઅરની સાથે સાથે વાઈલ્ડ લાઈફ ફોટાગ્રાફી પણ કરતા- રોકેશ વઢવાણા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વાનરોનું રેસ્કયુ કરવા માટે જતા અઠવાડીયા અને મહિનાઓ સુધી ત્યાં જ રોકાતા. – આ ઉપરાંત રાકેશ વઢવાણા પક્ષીઓની ગણતરીમાં પણ પોતાનો સહયોગ વનવિભાગને આપતા. – રાકેશ વઢવાણા મગર સંતાયો હોય તો તે આપસૂઝથી તેના જેવો જ અવાજ કાઢીને તેને ખેંચી લાવતો હતા એટલું જ નહીં ઘણીવાર મગરને બચાવવા માટે રાતભર બેસી રહેતા હતા.
WSON Team
– ત્રણ દિવસ અગાઉ દીપડાના રેસ્ક્યૂ માટે શિનોર ખાતે પણ વનવિભાગને મદદ કરી હતી. – વનવિભાગ સાથે હંમેશા તાલમેલ અને સકારાત્મકતાથી કામ કરતા વનવિભાગને હંમેશા સહયોગ આપતા હતા. – રાકેશ વઢવાણાએ નેત્રોનું દાન કર્યું તેમની આંખો સદાને માટે વન્યસંપદાને નિહાળતી રહેશે. રાકેશ વઢવાણાના દુ:ખદ અવસાનથી વાઈલ્ડ લાઈફ જગતમાં તેમની ખોટ હંમેશા સાલશે. ww.wildstreakofnature.com વાઈલ્ડ લાઈફને સર્મપિત એક માત્ર ગુજરાતની વેબ પોર્ટલ સાથે પણ રાકેશ વઢવાણા શરૂઆતથી જોડાયેલા હતા. તેમનું ઘણુંજ માગદર્શન મળ્યું હતું. રાકેશ વઢવાણના અવસાનથી વાઈલ્ડ લાઈફ જગતે એક બાહોશ અને સાહસિક રેસ્કયુઅર ગુમાવ્યો છે.

પર્યટન પર્વ ઉજવાશે: ગુજરાતની સમૃદ્ધ વન્ય જીવનસંપદાની ઝાંખી કરાવતા દર્શનીય પ્રદર્શનનું આયોજન

નાગરિકો બે દિવસ વિનામૂલ્યે પ્રદર્શન નિહાળી શકશે

ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે પ્રવાસનને વેગ આપવા રાજ્યોના પ્રવાસન નિગમોના સહયોગથી પર્યટન પર્વની દેશવ્યાપી ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. આ પર્વ હેઠળ જે તે રાજ્યના પ્રવાસન આકર્ષણોને ઉજાગર કરીને, પ્રવાસન પ્રેમીઓને માહિતગાર કરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. પર્યટન પર્વના ભાગરૂપે ગુજરાતની સમૃદ્ધ વનસંપદાના વારસાનો પ્રચાર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
WSON Team
પ્રદર્શનને અનુલક્ષીને વડોદરા જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન તેમજ વડોદરા મહાનગરપાલિકાના સહયોગથી ટીસીજીએલ-ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વાઇલ્ડ લાઇફ ઓફ ગુજરાત (ગુજરાતનું સમૃદ્ધ વન્ય જીવન) વિષયક આકર્ષક અને દર્શનીય પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.
WSON Team
આ પ્રદર્શન વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સ્થિત સયાજી નગરગૃહ પ્રાંગણમાં રવિવાર તા.૧૬મી સપ્ટેમ્બર થી ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૧૮ સુધી લોકો વિનામૂલ્યે નિહાળી શકશે. પ્રદર્શન સવારના ૧૦.૦૦ કલાકથી સાંજના ૬.૦૦ કલાક સુધી ખુલ્લું રહેશે.
WSON Team
પર્યટન પર્વનો ખાસ આશય ખાસ કરીને યુવા સમુદાયને પ્રવાસનના વારસાથી પરિચિત અને જાગૃત કરવાનો છે. ટીસીજીએલના પ્રવાસન અધિકારી કે.એલ.એન્થોનીએ શહેર-જિલ્લાના લોકોને આ પ્રદર્શન નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ગીરગઢડા: શિકારની શોધમાં જંગલના રાજાની લટાર

ગીરગઢડામાં સિંહોના ટોળાના વીડિયો વાયરલ થયો છે. ભાખા થોરડી રોડ પર સિંહોનું ટોળુ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આઠથી દસ સિંહો રોડ પર આવી ચઢયા હતા. રોડ પર આવેલા સિંહોના દ્રશ્યો રાહદારીના મોબાઈલના કેમેરામાં કેદ થયા હતા. સિંહોના ટોળાનો વીડિયો સોશયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોના મામલે વનવિભાગે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે  મોડી રાત્રીના સમયે ઉના નજીક આવેલ ભાખા થોરડી રોડ પરથી પસાર થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અચાનક રસ્તા પર ધસી આવેલ સાવજના ટોળાને જોઇને રાહદારીઓમાં પણ કૌતુક ફેલાયું હતું. જો કે, આ ઘટનાને પગલે વાહન ચાલકોએ પોતાના વાહનો થોભાવી દીધા હતા. સિંહનું ટોળું જ્યાં સુધી રસ્તા પર રહ્યું ત્યાં સુધી લોકોએ આ નજારને માણ્યો હતો. તો વળી કેટલાક રાહદારીઓએ સાવજ દર્શનની આ ઘટનાને પોતાના અંગત ફોનમાં કેદ પણ કરી હતી. આ મામલે જોનાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે,સિંહ ટોળું મારણ માટે નિકળ્યું હોય તેવું જણાઇ આવતું હતું. જો કે, ગણતરીની સેકન્ડમાં સિંહોનું ટોળું રસ્તો પાર કરીને બીજી તરફ ધસી ગયું હતું. આ ઘટનાની જાણકારી આસપાસના લોકોમાં વાયુ વેગે પ્રસરી હતી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ વારંવાર સિંહના ટોળા રસ્તા પર જોવા મળ્યા છે. ત્યારે આ રીતે અચાનક સિંહોનું રસ્તા પર આવી જવું કે ગામમાં ધસી આવવું ચિંતા ઉપજાવનારું છે. ત્યારે આ મામલે સ્થાનિક વન તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઇ પગલા લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી.

સાસણ ગીર: સિંહના વેકેશનમાં પ્રવાસીઓને આકર્ષવા મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ 

ગીર સાસણમાં ગીર મોન્સૂન ફેસ્ટિવલનો ધમાકેદાર પ્રારંભ વિદેશી ટુરિસ્ટો ઉમટી પડ્યા

જૂનાગઢના ગીર સાસણ ખાતે એશિયાટિક લાયનની સાથે પ્રકૃતિની મોજ માણવા પણ લોકોને આકર્ષવા દર વર્ષે ગીર મોન્સૂન ફેસ્ટિવલ નું આયોજન થાય છે. આ વખતે પણ તા. 1 સપ્ટેમ્બર થી તા. 16 સપ્ટેમ્બર સુધી ગીર મોન્સૂન ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટિમ દ્વારા આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં અાવ્યું હતું. આ પ્રસંગે લોકો જેઠા લાલ એટલેકે દિલીપ જોષીને જોવા ભારે ઉત્સુક હતા.
WSON Team
ગુજરાત ટુરિઝમ દ્વારા ગુજરાત પ્રવાસનને ઉત્તેજન આપવા દર વર્ષે અનેક ફેસ્ટિવલ નું આયોજન કરે છે. જેમાં ખાસ કરીને ઉતરાયણ પર કાઇટ ફેસ્ટિવલ , સાપુતારામાં મોન્સૂન ફેસ્ટીવલ કચ્છના રણમાં રણોત્સવ અને ગીરમાં મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. જેના કારણે ગુજરાતના પ્રવાસન સ્થળોનો વિકાશ થયો છે. અને ખાસ કરીને પ્રવાસન સ્થળોની આસપાસ રોજગારીમાં વધારો થયો છે. છેલ્લા એક દાયકામાં ગુજરાતના પ્રવાસન સ્થળો દેશ વિદેશમાં વધુ પ્રચલિત બન્યા છે.
WSON Team
તા. 1 સપ્ટેમ્બર વરસાદી માહોલ વચ્ચે ગીર ના જગલોમાં ગીર મોન્સૂન ફેસ્ટિવલ શરૂ થયો ત્યારે ચારે બાજુ હરિયાળી અને વહેતા ઝરણાઓ અને પ્રાણીઓના કુદરતી માહોલ વચ્ચે લોકોને પ્રકૃતિની મોજ મળી રહે તે માટે પ્રવાસીઓને આકર્ષવા ગીર ફેસ્ટિવલ યોજાઈ છે. ગીર એ ફક્ત લાયન માટે જ નહીં પણ પ્રકૃતિની દ્રષ્ટિએ પણ વિવિધતા ધરાવે છે.
WSON Team
ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિનો સમન્વય વચ્ચે સાસણમાં યોજાતો ગીર મોન્સૂન ફેસ્ટિવલ મોન્સૂન ફેસ્ટિવલ નો તા.1 સપ્ટેમ્બરએ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના કલાકારો દ્વારા આ ફેસ્ટિવલમાં હાજર રહેતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તારક મહેતાની ટીમના સભ્યોની હાજરીમાં આ મોનસુન ફેસ્ખુટિવલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
WSON Team
આ ફેસ્ટિવલમાં 16 સપ્ટેમ્બર સુધી ચાલશે ભારતીય સંસ્કૃતિને માનવની સાથે અહીં પ્રકૃતિનો પણ આંણદ લઇ શકાશે ચોમાસાની ઋતુમાં ગિર જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.  જયારે જંગલની મધ્યે સાસણમાં મોન્સૂન ફેસ્ટિવલએ આકર્ષણ જગાવ્યું છે  ગુજરાત ટુરિઝમ અને ગુજરાત વન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં અાવ્યું છે.
WSON Team
તા. 16 સપ્ટેમ્બર સુધી ચલનારા આ ફેસ્ટિવલને તા.1 સપ્ટેમ્બરના રોજ ટીવી સિરિયલ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પ્રખ્યાત કલાકારો જેઠાલાલ  ( દિલીપ જોશી) , બાઘાના નામથી પ્રચલિત તનમય વેકરીયા, નટુકાકા  સહીતના કલાકારો એ આ ફેસ્ટિવલને ખુલ્લું મૂકયો હતો.
WSON Team
ગીર મોન્સૂન ફેસ્ટિવલ માણવા આવેલા વિદેશી પ્રવાસીઓ પણ ખુશી આ ખુશી આ ફેસ્ટિવલ માં જોડાયા અને ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા, ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને અમને તે ગમે છે કહેતા આ વિદેશીઓ એ ગુજરાતી અને હિન્દી ભાષામાં બોલવાની મજા માણી હતી.