પોરબંદરના આદિત્યાણાના કાજાવદરી રેવન્યુ વિસ્તારમાં દેખાયેલા દિપડાને પાંજરે પૂરી દેવામાં વન વિભાગની ટીમને સફળતા મળી છે. પોરબંદર નજીકના આદિત્યાણા કાજાવદરી ગામના રેવન્યુ વિસ્તારમાં દિપડો જોવા મળતા એ વિસ્તારના ખેડૂતો ખેતમજુરો સહિત ગ્રામજનોમાં ભારે ભય ફેલાઇ ગયો હતો.
મળતી માહિતી પ્રમાણે આ દિપડો પકડવા અંગે વન વિભાગને રજૂઆત કરવામાં આવતા વન વિભાગના આર.એફ.ઓ.ની સુચના અનુસાર પાંજરુ ગોઠવી દેવાયું હતું. જોકે રાત્રીના સમયે શિકારની શોધમાં તેમજ મારણની લાલચમાં આવેલ દિપડો પીંજરે પૂરાઇ ગયો હતો.
સાત વર્ષની પુખ્ય વયના ખૂંખાર દિપડાને પકડવામાં વન વિભાગને સફળતા મળતા આ પંથકના ભયના ઓથાર હેઠળ આવતા લોકોને પણ ધરપત થઇ છે. આ ખૂંખાર દિપડાએ પાંજરે પૂરાયા બાદ પણ પોતાના ધમપછાડા ચાલુ રાખ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર આ દિપડાને ડુંગર વિસ્તારમાં છોડી મુકવામાં આવશે.
તાંત્રિક વિદ્યામાં ઉપયોગમાં લેવામાં આવતી આંધળી ચાકણ(સાપ)નો રૂપિયા 60 લાખમાં વેચવા માટે નીકળેલા બે સગીર સહિત 4 શખ્સોને પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના કાર્યકરોએ છટકુ ગોઠવીને ઝડપી પાડ્યા હતા અને વન વિભાગના સોપવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે પ્રાણી ક્રૂર નિવારણ સંસ્થાના રાજ ભાવસારને વડોદરા શહેરમાં બે વ્યક્તિઓ આંધળી ચાકણ વેચવા માટે ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે તેઓએ એક ગ્રાહક ઉભો કરી આંધળી ચાકણ વેચવા માટે આવેલા બંને વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો.
social media
અને બંનેને અમીતનગર સર્કલ પાસે બોલાવ્યા હતા. આ સાથે રાજ ભાવસારે વન વિભાગની ટીમને પણ સ્થળ પર સાથે રાખી ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આંધળી ચાકણ વેચવા માટે ફરી રહેલા બે વ્યક્તિઓ અમીતનગર સર્કલ પાસે આવ્યા બાદ તેઓ સાથે અમારા દ્વારા ઉભો કરવામાં આવેલ બોગસ ગ્રાહક સાથે તેણે તેના કોડવર્કમાં 60 પૈસાનો સોદો નક્કી કર્યો હતો. એટલે કે, રૂપિયા 60 લાખમાં સોદો નક્કી કર્યો હતો. આ બંને પાસેથી તમામ વિગતો મેળવી લીધા બાદ તેઓને આંધળી ચાકણ સાથે ઝડપી પાડ્યા હતા. વન વિભાગે બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ સમગ્ર વિશ્વ મધર્સ ડેની ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે દરેક બાળક પોતાના પ્રેમને સોશિયલ મીડિયા ઉપર પોતાની માતા સાથે સેલ્ફી અને જૂની યાદગાર તસવીરો પોસ્ટ કરીને યાદ કરે છે. એક સમયે એવું લાગે કે સોશીયલ મીડીયા માં મય બની ગયું હતુ. ત્યારે પ્રાણીઓમાં પણ પ્રેમ અને લાગણી વ્યકત કરવાની પોતાની એક અલગ ભાષા હોય છે.
social media
મનુષ્ય જ નહિ પણ પશુ પંખીઓમાં પણ પોતાના બાળકને લઈને માં હંમેશા એક અભિગમ અંગ છે. અવાર નવાર સોશીયલ મીડીયામાં પ્રાણીઓમાં પણ માંતૃત્વના વીડીયો અને ઈમેજ જોવા મળે છે. પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે મધર્સ ડે ના દિવસે ગુજરાતના સાસણ ગીરમાં એક વીડીયો વાઈરલ થયો હતો. જેમાં એક સાથે ત્રણ સિંહણ પોતાના સાત સિંહ બાળ સાથે લટાર મારવા જંગલમાં નિકળે છે. આ વાઈરલ થયેલા વીડીયોમાં વન્ય પ્રાણીની મમતા ઉજાગર થાય છે. દરેક બાળક માંની આસપાસ અને તેના ખોળામાં સુરક્ષીત હોય છે. આ વાઈકલ થયેલા વીડીયોથી એટલું તો ચોક્કસ કહી શકાય કે જનની ની જોડ સખી નહિ જડે રે લોલ..
social media
આ તસવીરમાં ત્રણ સિંહણ પોતાના સાત સિંહ બાળને સુરક્ષા સાથે રસ્તો પાર કરાવે છે. લોકો ભલે સિંહની ત્રાડથી ડરતા હોય..તેને જોઈને ભાગતા હોય..પણ અહીં સિંહ બાળ માટે તો તે એક માતા છે. અને માં નો પ્રેમ હંમેશા બાળકો માટે સરખો જ હોય છે. દુનિયામાં માટે ખતરનાક છબી ધરાવતી સિંહણ પોતાના બાળકો સામે એક પ્રેમાળ માતા સિવાય બીજી કંઇ જ નથી.
social media
મળતી માહિતી પ્રમાણે આ તસવીરો ગીરના જંગલની છે જ્યાં એક સાથે સિંહનો પરિવાર જંગલમાં લટાર મારવા નીકળેલો જોવા મળ્યો છે.સ્થાનિક સહેલાણીએ સિંહ પરિવારની જંગલમાં લગાવેલી આ અદ્દભુત દ્રશ્યોને પોતાના કેમેરામાં કેદી કરી દીધી હતી. તસવીરોમાં દેખાય છે એમ માતા સિંહણની પાછળ સિંહ બાળ નિર્ભય રીતે કોઇ ડર વગર ચાલી રહ્યા છે. આમ માતા સાથે હોય તો સિંહ બાળને બીજી શેની બીક હોય. આ તસવીરો જોઇને આપણને એક કહેવત તો જરૂર યાદ આવી જાય કે, ‘મા તે મા, બીજા બધા વગડાના વા’
યાયાવર પક્ષી ફ્લેમિંગોની સંખ્યા છેલ્લા પાંચ વર્ષથી સુરતમાં સતત વધી રહી છે. ફ્લેમિંગોને ગુજરાતનું રાજ પક્ષી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાતમાં ફ્લેમિંગો પક્ષી આમ તો ખૂબ જ ઓછી જગ્યાએ જોવા મળે છે . પરંતુ આ વર્ષે સુરતમાં ફ્લેમિંગોની સંખ્યા 1000 થઈ ગઈ છે.
આ બળબળતા ઉનાળામાં ફ્લેમિંગોઝ સુરતમાં શહેરની વચ્ચેના વિસ્તારમાં જોવા મળ્યાં છે. આમ તો વિદેશી પક્ષી ફ્લેમિંગો સુરતને બાયપાસ કરીને જતાં રહેતાં હોય છે. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી ફ્લેમિંગો સુરતના મહેમાન બની રહ્યા છે.ફ્લેમિંગોની અત્યારે ચાર સ્પીશીસ જોવા મળે છે જેમાંથી અમેરીકાની ચાર સ્પીશિસ છે.
ફ્લેમિંગો એક પગે ઊભું રહેતું પક્ષી છે. તે એક પગે ઊભું રહે છે અને તેનો બીજો પગ વાળેલો રાખે છે.ગુલાબી રંગના ફ્લેમિંગો ને સુરતની સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જોઈ એમ લાગે છે કે જાણે એ સૂર્ય નમસ્કાર કરે છે.
સુરત પ્રયાસ એનજીઓ સંસ્થાના પ્રમુખ દર્શન ભાઈ દેસાઈ ના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષથી ફ્લેમિંગો સુરતમાં આવી રહ્યા છે. આ વર્ષે તેમની સંખ્યા 1000 કરતા પણ વધુ છે. છેલ્લા એક મહિનાથી તેઓ તાપી નદીના ઉમરા ઓવરા નજીક જોવા મળી રહ્યા છે. આ સમય તેમનો પ્રજનનનો સમય માનવામાં આવે છે. મીઠા પાણીમાં થતી શેવાળ એમનો પસંદગીનો ખોરાક છે.
ગ્રેટર ફ્લેમિંગોની મોટી વસાહત અને બ્રીડિંગ સાઇટ તરીકે હવે સુરત સિટી જોવા મળી રહ્યું છે. વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે સુરતની ફ્લેમિંગો સિટીમાં પ્રભાવક માત્રામાં બ્રીડિંગ થઈ રહ્યું છે.
અમરેલીના ખાંભા તાલુકાના મીતીયાળાના જંગલોમાં 3 શિકારીઓએ એક ચિંકારાનો શિકાર કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જો કે વનવિભાગની ટીમે 1ની ધરપકડ કરી છે. જ્યારે 2ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી પ્રમાણે અમરેલી જિલ્લાના ભાડ ગામમાં ત્રણ શિકારીઓએ ચિંકારાનો શિકાર કર્યો હતો. જેને લઈને ચકચાર મચી ગઈ હતી. અને વન્યપ્રેમીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ વ્યાપી જવા પામ્યો હતો.
જોકે આ ઘટનામાં વનવિભાગે એક શિકારીને ઝડપી પાડ્યો હતો. જ્યારે 2 શિકારીઓ ફરાર થઈ ગયા હતા. જેથી તેને પકડવા માટે તુલસીશ્યામ રેંજની નજીકની બોર્ડરને લગતી રેન્જના સ્ટાફને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી.
જોકે સુત્રો પાસેથી મળતી માહીતી પ્રમાણે આ ત્રણેય શિકારીઓ સાવરકુંડલા મિતિયાળા ગામના હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચિંકારાનો શિકાર કરતા સમયે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.