ગીર સોમનાથ : સાવજની કનડગતનો વધુ એક વીડીયો થયો વાઈરલ

મારણ પર બેસેલા ત્રણ સિંહોને મિજબાની માણવા ન દેતા પજવણીકારો.

એશિયાટીક સિંહોએ ગુજરાત રાજય અને દેશનું ગૌરવ છે. ગીરના સિંહોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ છે. સાવજની ત્રાડથી ઓળખાતા ગુજરાતમાં હવે સાવજનું અસ્તિત્વ જોખમમાં છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ઘુસણખોરીના કિસ્સાઓ અનેકવાર પ્રકાશમાં આવ્યા છે. જેને કારણે વન્યજીવોની કનડગતમાં વધારો થયો છે. રક્ષિત વિસ્તારમાં કેમ નથી એટકતી ઘુસણખોરી જંગલ વિસ્તારમાં ઘુસણખોરી અને આવા વન્યજીવોને પજવણીકારો સામે લાલઆંખ કરી યોગ્ય પગલા ભરવાની જરૂર છે. સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જંગલમાં ગૌવંશને બાંધીને ગેરકાયદે સિંહદર્શન કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં અમુક વ્યક્તિએ ગેરકાયદે સિંહદર્શનની સાથે સાથે ત્રણ સિંહોની પજવણી પણ કરી રહ્યા છે. હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો ગીર-સોમનાથ, કે તેની આસપાસના વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે? વાઈરલ વીડીયોમાં જોઈ શકાય છે કે મારણ કર્યા બાદ ત્રણ સિંહો તેની મિજબાની માણી રહ્યા છે. આવા સમયે ગેરકાયદે સિંહદર્શન કરી રહેલા અમુક પજવણીકાર તત્વો સિંહોની પજવણી કરી રહ્યા છે. જોકે, હાલમાં આ વીડિયો ચોક્કસ કયા વિસ્તારનો છે તેની માહિતી સામે આવી નથી. પજવણીકારો સિંહોને ત્યાંથી ભગાડવા માટે હાકલા પડકારા કરે છે. આ દરમિયાન એક સિંહ બે વખત તેની પાછળ દોટ પણ મૂકે છે. જોકે, પજવણીકાર વ્યક્તિ તેને હાકલા પડકારા કરીને ત્યાંથી ભગાડી મૂકે છે. મારણ પરથી સિંહોને ભગાડતો આ વીડિયો વાયરલ થયા બાદ સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને આવા પજવણી કરતા તત્વો સામે કાયદેસરના પગલા ભરી ધરપકડ કરવાની માંગ કરી રહ્યા છે. સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના બનાવો અવાર નવાર સામે આવતા જ રહે છે. પરંતુ આવી રીતે ખૂબ જ નજીકથી સિંહોની પજવણી કરતો વીડિયો સામે આવતા વનવિભાગની સક્રિયતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

રમણીય દરિયાઈ તટથી ઓળખાતું દીવ એ ઇતિહાસ અને સૌંદર્યનો અનોખો સમન્વય છે

દીવ એટલે પર્યટકો નું માનીતું સ્થળ જે જ્યાં તમે બે રોક ટોક શરાબ, બિયર ની મહેફિલ જમાવી શકો, ચારે બાજુ બાર માં બસ બસ શરાબ જ દેખાય એટલે જ લોકો ને મન દીવ એ એક અલગ નઝરીયાથી પણ  જોવાય છે. સારા અને સુસંસ્કૃત લોકો ત્યાં જવાનું ટાળે છે. હું પણ પહેલાં એવુ જ વિચારતી હતી. કે ત્યાં જતા લોકો સારા ન હોય. પણ મેં જોયેલું દીવ એક અલગ ઓળખ છે. સૌંદર્ય અને ઇતિહાસ ના ગવાહો થી ભરપૂર છે. મેં જોયેલા દીવ ને આજે તમને મારા નજરથી બતાવવાની કોશિશ કરું છું. કદાચ આ લેખ વાંચ્યા પછી દીવ પ્રત્યે તમારો નજરીયો બદલાશે જરૂર.
wildstreakofnature.com
દીવ આમ તો આખું વર્ષ રમણીય હોય છે પરંતુ ઓક્ટ થી માર્ચ અહીં આવવા નો શ્રેષ્ઠ સમય છે. ખાસ કરીને ડિસેમ્બર માં અહીં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે .અહીં તમને રહેવા અને જમવા ની સુંદર સગવડ મળી રહેશે. હોટેલો, રિસોર્ટ અને ગેસ્ટહાઉસમાં  તમે તમારા બજેટ પ્રમાણે રહી શકો છો. અહીં ગુજરાતી ખાણું મળવું થોડું મુશ્કિલ છે પરંતુ મળી જાય છે. અમુક હોટેલ માં.દીવ ની મુલાકાત લો એ પહેલાં જાણી લો દીવ કેવુ છે એ કેવા છે પર્યટક સ્થળો. નાગવા બીચ
wildstreakofnature.com
દીવ ની ઓળખ એટલે નાગવા બીચ કે જ્યાં હજારો પ્રવાસીઓ ઓ સુંદર રમણીય તટ પર શાંત સમુદ્રના પાણીમાં સ્નાન કરતા કરતા પ્રકૃતિ ને માણે છે. વોટર બાઈક અને બોટ માં બેસવાનો આનંદ માણે છે.  સુંદર અને વિશાળ દરિયા કિનારે રમણીય તટ પર લોકો પીકનીક માણે છે. દૂર દૂર થઈ લોકો અહીં ખાસ નાગવા બીચ જોવા આવે છે. અહીં દર વર્ષે દીવ ફેસ્ટિવલ નિમિતે યોજાતા કાર્યક્રમ માં નાગવા બીચ પર પર્યટકો માટે ખાસ સ્પર્ધાઓ અને જલસા,મ્યુઝિકલ પાર્ટી ના આયોજન થાય છે. દીવ ફોર્ટ
wildstreakofnature.com
દીવ નું બીજું આકર્ષણ છે દીવ ફોર્ટ દિવ ફોર્ટ આજે પણ પોર્ટુગીઝો ના આગમન થી લઈ દીવ ની આઝાદી ની સાક્ષી પૂરે છે. ફોર્ટ ની અંદર આવેલ દીવાં દાંડી ,અનેક તોપ અને ચારે બાજુ દરિયા થી ઘેરાયેલા આ ફોર્ટ ને જોવો એ એક લ્હાવો છે. અહીં અનેક હિન્દી ફિલ્મો ના શૂટિંગ થયા છે. બોલિવૂડ નું આ પ્રીય સ્થળ છે. કહેવાય છે કે 1935 થી 1946 દરમિયાન ગુજરાત ના સુલતાન  બહાદુર શાહ અને મોગલ સમ્રાટ હુમાયુ એ આ કિલ્લા થી ભારત ને રક્ષણ આપવા માટે બનવયો હતો.આ પછી 1937 માં પોર્ટુગીઝો એ ભારત માં પ્રવેશી 424 વર્ષ શાસન કર્યું ભારત ની આઝાદી પછી 15 વર્ષ બાદ  1961 માં ભારત સરકારે દીવ દમણ અને ગોવાને પોર્ટુગીઝોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યૂ દીવ ના આ ઇતિહાસ અને પોર્ટુગીઝોની યાદ આજે પણ અહીં જોઈ શકાય છે. આજે પણ અહીં ભારતીય સંસ્કૃતિ થી દૂર એક અલગ સંસ્કૃતિ અહીં જોવા મળે છે. St pol ચર્ચ 
wildstreakofnature.com
વર્ષ 1610 માં દીવ માં પોર્ટુગીઝો દ્વારા સંત પોલ એટલે જે ઈશું ખ્રિસ્ત ના મસીહા ની યાદ માં આ સુંદર ચર્ચ બનાવાયું હતું. દીવ નું આ ચર્ચ ઇમમાંક્યુલેટ કોન્સેપશન લેડી ને સમર્પિત કર્યું છે. આ ચર્ચ ની ડિઝાઇન અને નિર્માણ વાસ્તુકલાની ઉત્તમ શૈલીઓ માં ગણવામાં આવે છે. ચર્ચ ની અંદર લાકડા પર ઉત્તમ નકશીકામ અને સુંદર પ્રકારની કોતરણી કરવામાં અવિ છે. દીવ નું આ ચર્ચ સામન્ય લોકો માટે ખાસ છે કારણકે અહીં દિવ આવતા દરેક મુલાકાતીઓ નાત જાતના ઊંચ નીચ ના ભેદ વગર આવી શકે છે. ઓમ ગંગેશ્વર મહાદેવ 
wildstreakofnature.com
કહેવાય છે કે મહાભારત ના પાંચ પાંડવો એ અજ્ઞાતવાસ દરમિયાન દીવ ના દરિયા કિનારે આવી પોતપોતાની શિવ લિંગ બનાવી શિવ પૂજા કરી હતી આજે પણ અહીં આ પાંચ પાંડવોની શિવ લિંગ હાજરાહજૂર છે. દરિયા ના મોજા આ પાંચે પાંચ શિવ લિંગ ને જળાભિષેક કરે છે. અહીં દરેક લોકો પૂજા અર્ચના કરી શકે છે. અહી આવતા લોકો આ સૌંદર્ય થી ભરપુર જગ્યા પર તસવીરો ખીંચાવી યાદગાર પળો સાથે લઇ જાય છે. દીવ ના રમણીય બીચ 
pexels.com
દીવ આમ તો આખું રમણીય છે સ્વચ્છ સુઘડ અને શાંત છે. દીવ માં નાગવા બીચ ઉપરાંત ઘોઘા બીચ અને જલન્રદ બીચ પણ છે જે ફરવા લાયક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. અહીં લોકો દરિયાના મોજા ને મન ભરી માણી શકે છે. સુંદર તટ અને વિશાલ સમુદ્ર નું આ દ્રશ્ય ખરેખર મન ને મોહિત કરી દે છે. સી -શેલ
thewandercollection.wordpress.com
વિશ્વ નું આ એક એવું મ્યુઝિયમ છે જ્યાં દરિયાઈ જીવો ને શિલ્પ કલા સાથે જોડી સુંદર આકૃતિઓ બનાવવા માં આવી છે. ડાયનાસોર, મગર ,કાચબા,ક્રેબ , કરચલો , સુંદર છીપ જેવા અનેક શિલ્પો અહીં વિશાલ સ્વારૂપ માં જોવા મળે છે .નાગવા બીચ થઈ તદ્દન નજીક આ મ્યુઝિયમ લોકો નું મનપસંદ સ્થળ બન્યું છે. જ્યાં બાળકો ખૂબ ખુશ થઈ દરિયાઈ પ્રકૃતિ ને ઑલખે છે. આખા વિશ્વ માં દરિયાઈ તટે આવી રીતે કોઈ મ્યુઝિયમ હોય એવું આ એક જ સ્થળ છે. INS ખુકરી મ્યુઝીયમ 
holidayplans.co.in
INS મેમોરીયલ મ્યુઝીયમ સાઈટ માં ઇન્ડિયન નેવલ શીપ કે જે ઇન્ડિયા પાકિસ્તાન ના 1971 ના યુદ્ધ દરમિયાન પાકીસ્તન સબમરીન દ્વારા ને ડૂબાડવા માં આવ્યું હતું તેની યાદો છે . આ શીપ દીંવ થી 40 નોટીકલ માઈલ દુર ડૂબ્યું હતું. ત્યારે તેમાં 18 અધિકારીઓ અને 176 જેટલા ખલાસીઓ હતા.  આ શીપના કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા મહાવીર ચક્ર અને તેની ટીમ ની યાદ માં શીપ નું મ્યુઝીયમ વર્ષ 1999 માં બનાવ્યું છે. અને કેપ્ટન ને સમર્પિત કરવામાં આવ્યું છે. નોઈડા કેવ્ઝ
wildstreakofnature.com
આ ગુફાઓ કલાત્મક અને કોતરણી થી ખૂબ જ સુંદર લાગે છે.  યુવાઓ માટે તસ્વીર ખેંચવાનું આ એક ઉત્તમ શ્રેષ્ઠ સ્થળ છે. ચારે બાજુ સૌંદર્ય અને હરિયાળી વચ્ચે આ કોતરાયેલી  ગુફા ખરેખર જોવા લાયક છે. દિવ કેન્દ્ર શાસિત પ્રદેશ છે દીવ ની સુંદરતા અને સ્વચ્છતા, રમણીયતા અને શાંતિ, સંસ્કૃતિ અને ઓળખ એક આગવી પહેચાન બની ચુક્યા છે. હું જ્યારે પણ દીવ આવું ત્યારે પોર્ટુગીઝ ની ઝાંખી આજે પણ આપણે ત્યાં વિદેશી હોઈ એવો અહેસાસ કરાવે છે. કેવી રીતે જશો ?
pexels.com
સડક માર્ગે : દીવ કેન્દ્રશાસિત પ્રદેશ છે અરબ સાગર ના કિનારે આવેલ છે અમદાવાદ થી દીવનું અંતર 367 કિમિ છે. એ જ રીતે રાજકોટ થઈ દીવ નું અંતર 248  કિમિ છે. જો તમે બસ દ્વારા દીવ જવા માંગતા હોય તો રાજકોટ, અમદાવાદ , જૂનાગઢ એમ લગભગ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે. હવાઈ માર્ગે : અહીં સુધી આવવા જવા માટે હવાઈ માર્ગ  સરળ છે. અમદાવાદ અને રાજકોટ તેમજ દેશના અન્ય શહેરોથી પણ દીવ આવવા માટે કનેકટેડ છે. રેલ માર્ગે : સૌથી સરળ અને રોચક માર્ગ ટ્રેન છે જી હા ભારત ની 4 મોટરગેજ ટ્રેન માની એક જૂનાગઢ -દેલવાડા ટ્રેન છે. જે ગીર ના જગંલ માંથી પસાર થાય છે. કુદરતને માણતા અને પ્રકૃતિક સૌંદર્ય ને જોતા જવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. ટ્રેન દીવ થી 15 કિમિ દૂર દેલવાડા સુધી લઈ જાય છે. ત્યાંથી રીક્ષા કે ટેક્ષી દ્વારા દીવ પહોંચી શકાય.
ચાલો ગીરનારની ગોદમાં જઈએ..

જુનાગઢ : વર્ષ 2003-04 માં સિંહોના શિકાર માટે ફાંસલા મુકવા મામલે 14 વર્ષ બાદ 8 આરોપીઓ ઝડપાયા

જૂનાગઢમાં સિંહોના ગેરકાયદેસર દર્શન કરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. જંગલ વિસ્તારમાં સિંહોના શિકારના કિસ્સાઓ પણ બનતા રહે છે. જુનાગઢમાં આવેલા સાસણ ગીરએ એશિયાટીક સિંહોનો ગઢ ગણવામાં આવે છે. એશિયાટીક સિંહો ગુજરાત જ નહિ પણ દેશની પણ શાન છે. જંગલ વિસ્તારમાં સિંહો ઉપર શિકારીઓની મેલીનજર હંમેશા રહેતી હોય છે. મળતી માહિતી પ્રમાણે વર્ષ 2003-04માં સિંહોના શિકાર માટે ફાંસલા મૂકવામાં આવ્યા હતા. આ કેસમાં મધ્ય પ્રદેશ પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે. 14 વર્ષથી નાસતા ફરતા 8 આરોપીઓ હવે પોલીસના ફાંસલામાં ફસાઇ ગયા છે. તમામ આરોપીનો કબજો લેવા માટે વનવિભાગની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી.

“ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ સાંસદ પરિમલ નથવાણી લિખિત રસપ્રદ કોફી ટેબલ પુસ્તક

“ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “  એશિયાઈ સિંહ ‘પેન્થેરા લિયો પર્સિકા’ પર લખાયેલી કોફી ટેબલ પુસ્તક છે.

સાંસદ પરિમલ નથવાણી લિખિત કોફી ટેબલ પુસ્તકમાં માત્ર સિંહ જ નહીં પરંતુ ગીરનાં જંગલોમાં વસવાટ કરતા વિવિધ પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ અંગેની ખુબ જ રસપ્રદ વિગતો પુસ્તકમાં પુરી પાડવામાં આવી છે. જે આગામી સમયમાં વન્યજીવપ્રેમીઓ ઉપરાંત પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રના અભ્યાસુઓને ખુબ જ ઉપયોગી સાબિત થશે. “ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ પુસ્તકમાં રાજયસભાના સાંસદ પરિમલ નથવાણીએ દરેક રીતે આ પુસ્તકમાં ભારત અને ગુજરાતની ઓળખસમાં જંગલનો રાજા સિંહને આ પુસ્તકમાં રાજવી ઠાઠમાં રજુ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં જંગલનું જીવન જ નહિ પરંતુ ગુજરાતના ગીરમાં અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા માનવ સમુદાય સાથેના સહઅસ્તિત્વ અંગેની રોચક અને રસપ્રદ માહિતીનું વર્ણન કરવામાં આવ્યું છે.
social media
સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં કોર્પોરેટ અફેર્સનાં ગ્રુપ પ્રેસીડેન્ટ પરિમલ નથવાણીએ હમણાં જ તેમનું પુસ્તક ‘ગીર લાયન – પ્રાઇડ ઓફ ગુજરાત’ બહાર પાડ્યું છે. પરિમલ નથવાણી લિખિત આ કોફી ટેબલ પુસ્તક વાંચવાથી જ સમજાઈ જાય કે વન્ય જીવન વિશે તેમને કેટલો પ્રેમ છે અને કેટલી બારીકાઈથી તેમણે વન્ય જીવન અને ખાસ કરીને ગીરનાં સિંહોને જોયા છે અને સમજયા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે. અને આ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કરાયું છે. આ પુસ્તક કોઈ પણ સિંહ પ્રેમી કે સિંહ ઉપર અભ્યાસ કરતા અભ્યાસુ માટે બાઈબલ સમાન ચોકક્સ બની રહેશે. આ પુસ્તકમાં સિંહના જીવન અને તેની નાનામાં નાની તમામ માહિતી સહેલી ભાષામાં રજુ કરવામાં આવી છે.
social media
આ પુસ્તક વાંચીને  એ પણ જાણવા મળશે કે સિંહો પણ કેવી રીતે માણસની જેમ જ એક સામાજીક પ્રાણી છે. સિંહ પણ  પોતાનાં પરિવાર પ્રત્યે કેટલી લાગણી ધરાવતા હોય છે. એ પણ નોંધ ખૂબ સુંદર રીતે આ પુસ્તકમાં વર્ણન કરવામાં આવી છે. જોકે આ પુસ્તકમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતા સિંહના સ્થળાતરના મુદ્દાને ખુબ જ સારી રીતે વર્ણવા આવ્યું છે. એશિયાટીક લાયનને ઘણા વર્ષોથી મધ્યપ્રદેશ ગીરના સિંહોને ત્યાં લઈ જવા માટે મથી રહ્યું છે. સિંહોનું સ્થળ પરિવર્તન કરવાથી બે જગ્યા પર રાખવાથી તેમનાં સંર્વઘન અને તેમના રક્ષણમાં મદદ મળી રહેશે. પરંતુ આ પુસ્તક વાંચતાની સાથે જ સમજાઈ જશે કે ગુજરાતની ઓળખ સિંહ એશિયાટીક લાયનને બીજા રાજયોમાં ખસેડવામાં આવેતો કેટલું જોખમી સાબિત થઈ શકે છે. દુર્લભ સિંહોની વિશિષ્ઠ પ્રજાતિ એશિયાટીક લાયન વિશે  સાંસદ પરિમલ નથવાણી  લિખિત “ ગીર લાયન-પ્રાઈડ ઓફ ગુજરાત “ રસપ્રદ કોફી ટેબલ પુસ્તક એક નવો જ ઈતિહાસ લખશે. http://wildstreakofnature.com/gu/asiatic-lion/

પોરબંદર આવતા વિદેશી પક્ષીઓ શા માટે પડે છે બીમાર, જાણો કારણ

પોરબંદર પક્ષીનગર તરીકે ઓળખાય છે. શહેર અને જિલ્લાના અનેક જળપ્લાવિત વિસ્તારમાં વિદેશી પક્ષીઓ આવે છે. પરંતુ ગટરના ગંદાપાણીને કારણે જળપ્લાવિત વિસ્તારો ગંદા બની ગયા હોવાથી પક્ષીઓ  બિમાર પડી જતા હોવાની શક્યતા છે. પક્ષી પ્રેમીઓએ  તંત્રને રજૂઆત કરી દુષિત પાણી જળપ્લાવિત વિસ્તારોમાં ભળતુ અટકાવી પક્ષીઓ માટે ખોરાક અને પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માંગણી કરી છે. પોરબંદરના પક્ષીપ્રેમીઓએ જણાવ્યું છે કે, એશિયા, યુરોપ વગેરે દેશોમાં ઠંડીથી બચવા યાયાવર પક્ષીઓ આપણા દેશમાં આવે છે. પોરબંદરમાં પાંચ વર્ષથી આ પક્ષીઓની હાલત દયનીય બને છે. કારણ કે જયપ્લાવિત વિસ્તારો ગંદકીથી ભરેલા હોય છે. આ માટે સૌથી પહેલા ગટરનું પાણી જે નદીમાં જાય છે તેને ડાયવર્ટ કરી રોકવું જોઈએ.
wildstreakofnature.com
ગટરનાં પાણીને ચેકડેમની જેમ  પથ્થર અને રેતીની દિવાલવાળા એક ચેકડેમમાંથી બીજામાં અને બીજામાંથી ત્રીજામાં ફેરવવું જોઈએ. જો આ પાણીમાં કેમીકલ સિવાયનો કચરો હશે તો પાણી ચોખ્ખુ થઈ જશે. આ પાણીમાં ઓકસીજન ભળે તેવું પણ કરવું જોઈએ. આ પક્ષીઓને  ખોરાક માટે જે માછલા જોઈએ તે ચોખ્ખા પાણીના કે ખારા પાણીના જે અનુકુળ હોય તે પુરા પાડવા જોઈએ. આ માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પક્ષીઓને બેસવા માટે માઉન્ટ પથ્થર સ્ટેન્ડ અને પાણી છીછરૃ કરવા માટે નદીમાં પાણીમાં રેતી નાંખવી જોઈએ. કેમિકલ હોય તો દૂર કરવા પ્રયત્ન કરવો જોઈએ.આ પક્ષીઓ એકાદ માસમાં ચાલ્યા જશે પછી આપણને આ પક્ષી જોવા મળશે નહીં. તે દરમિયાન જ આ પક્ષીઓ બીમાર ન પડે તેવું કરવું જોઈએ.    ( News Source : www.gujaratsamachar.com )