પક્ષી સફાઇ કામદાર ગીધની વસ્તી જાળવવી જરૂરી છે, આજે ગીધનું અસ્તિત્વ જોખમમાં
આજે પર્યાવરણનો પ્રશ્ન વિકટ બન્યો છે. પર્યાવરણની જાળવણી કરવા માટે સરકાર અનેક પ્રયત્નો કરે છે. આપણે જાણતા નથી કે પક્ષીઓ પણ પર્યાવરણને જાળવવામાં સારો એવો ફાળો આપે છે. આવા અનેક પક્ષીઓમાં ગીધની મહત્વની ભુમિકા છે. ગીધને અંગ્રેજી ભાષામાં વલ્ચર કહેવાય છે. આ પક્ષીનું કદ વિશાળ હોય છે. આ પક્ષી ઊંચા ઝાડ પર પોતાનું રહેઠાણ એટલે કે માળો બનાવવાનું પસંદ કરે છે. આ પક્ષી માંસભક્ષી છે. ગીધનો મુખ્ય ખોરાક પશુ પ્રાણીઓના મૃતદેહ છે. આવા મૃતદેહ શોધવા ગીધ આકાશમાં ઉંચે ઉંચે ઉડે છે. ગામની સીમમાં વેરાન જગ્યા પર પડેલા સડેલા મૃતદેહ ગીધો માટે ઊજાણીનું સ્થળ છે. સડેલા મૃતદેહોની ગંદકીને દૂર કરતા આ પક્ષીને સફાઇ કામદાર તરીકે ઓળખવામાં આવે છે.
ગીધનું મહત્વpixabay.com
ગીધ એ પ્રકૃતિનો સૌથી ઉપયોગી સફાઈ કામદાર છે. ગીધ કોઈ પશુ કે પક્ષીનો શિકાર કરતું નથી. તે ફક્ત મરેલા પશુ તેમજ જાનવરોને પોતાનો ખોરાક બનાવે છે. મરેલા પશુઓ તેમજ જાનવરોના મૃતદેહો કોહવાઈ ત્યારે તેમાં અસંખ્ય જીવાણું અને વિષાણુંઓ પેદા થાય છે. જે માનવ જીવન માટે ખૂબજ હાનિકારક અને જોખમી છે. તથા નવા નવા રોગોનું સર્જન કરે છે. આમ ગીધ એ પ્રકૃતિએ રચેલી સફાઇ પ્રવૃત્તિનો ખૂબજ અગત્યનો ભાગ છે અને માનવજીવન માટે આર્શીવાદ રૂપ છે.
ગીધનો રંગ કથ્થાઇ અને કાળો હોય છે અને ભારે કદના પક્ષી છે. તેની દ્રષ્ટિ અત્યંત તીક્ષ્ણ હોય છે. શિકારી પક્ષીઓની જેમ તેની ચાંચ પણ વાંકી અને મજબૂત હોય છે. પરંતુ તેના અને નખ તેના જેવા તેજ કે મજબૂત હોતા નથી. તે કાયમાં ઝૂંડમાં જોવા મળે છે. જેનાથી કોઇ પણ ગંદી કે સૂગ ચડે તેવી ચીજો બચતી શકતી નથી.
ગીધ સાથે સંકળાયેલી રોચક વાતોpixabay.com
ગીધની લંબાઇ 1030-1150 મી.મી હોય છે. ગીધની પાંખોનો વ્યાપ 755-805 મી.મી. તેમજ તેની પૂંછડી 355-405 મી.મી. અને તેના ધડનો ભાગ 110-126 મી.મી. અને તેની ઊંચાઈ 71-77 મી.મી.ની હોય છે. ગીધનું વજન 8-10 કિલોગ્રામ સુધીનું હોય છે. વિશ્વમાં તેની 21 પ્રજાતિઓ છે.
ભારતમા ગીધની નીચે પ્રમાણે પ્રજાતિઓ જોવા મળે છેpixabay.com
જેમાં ભારતીય ગીધ (Gyps indicus), લાંબી ચાંચવાળા ગીધ (Gyps tenuirostris), લાલ શિરવાળા ગીધ (Sarcogyps calvus), બંગાળના ગીધ (Gyps bengalensis) અને સફેદ ગીધ (Neophron percnopterus ginginianus)નો સમાવેશ થાય છે.ગુજરાતમાં મુખ્યત્વે 4 પ્રકારનાં ગીધ જોવા મળે છે જેમાં સફેદપીથ ગીધ,ગીરનારી ગીધ,રાજ ગીધ,ખોળો ગીધ આ ઉપરાંત બે પ્રકારનાં ગીધ એવા છે જે ભાગ્યે જ જોવા મળે છે.જાણકારોનાં મતે ડાકુ ગીધ અને પહાડી-બદામી ગીધ પ્રવાસી ગીધ છે.જે રાજ્યનાં અવાર-નવાર મહેમાન બને છે.
કેવા હોય છે ગીધનાં માળા ?pixabay.com
સામાન્ય રીતે ગીધના માળા ગોળ સુંડલા આકારનાં હોય છે જે આશરે ૨ ફુટનો વ્યાસ ધરાવે છે.પાંદડા,ઘાસ,નાના-મોટા સાઠીકડાં વગેરેનાં રેસામાંથી તેઓ પોતાનો માળો બનાવે છે.ખૂબ જ ઉંચાઇ પર આવેલા વૃક્ષો અથવા બાખોલા જેવી જગ્યા પર ગીધ માળો બનાવે છે અને ગીધ તેમાં વસવાટ કરે છે.માંડવી તાલુકાનાં પોલડીયા ગામે એક બાખોલમાં ૫થી 10 માળા, તેમજ ગીરનારનાં પહાડી વિસ્તારમાં એક જ બાખોલમાં 15થી 20 માળા જોવા મળ્યા હતા.સામાન્ય રીતે આવા ઓછા સ્થળો હોય છે જ્યાં આટલી મોટી સંખ્યામાં ગીધનાં માળા જોવા મળતાં હોય છે.
કેવી રીતે થાય છે ગીધની ગણતરી ?pixabay.com
આપને જરૂર પ્રશ્ન ઉદભવતો હશે કે પક્ષીઓની ગણતરી કેવી રીતે કરવામાં આવતી હશે.ભુલમાંને ભુલમાં એકનું એક પક્ષી બીજીવાર ગણાય જાય તો ?તો અંગે સમજાવતા નવીન બાફટ કહે છે કે ગીધની ગણતરી ખૂબ જ ચીવટ પૂર્વક કરવામાં આવે છે.સૌ પ્રથમ ગીધનાં વસવાટવાળા વિસ્તારની જાણકારી એકગ્ર કરવામાં આવે છે.ત્યારબાદ તેના માળાનો સર્વે કરવામાં આવે છે.ગીધની ગણતરી માટે સામાન્ય રીતે સવારે 9 થી 12 અને સાંજે 5 થી 6નો સમયગાળો ઉત્તમ માનવામાં આવે છે.કારણ કે સવારે વાતાવરણમાં હવા ગરમ થતી હોય તેવા સમયે ગીધ પોતાનો માળો છોડીને બહાર નિકળે છે.જ્યારે સાંજનો સમય ગીધને માળામાં પરત ફરવાનો હોય છે માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે.રાજ્યમાં ગીધની સંખ્યા અને માળાની સંખ્યા ઓછી હોવાથી ગણતરી કરવી સહેલી બને છે,જે તે ગીધ પોતાના માળામાંથી ઉડીને જાય છે અને સાંજે પાછા આવે છે માટે માળાને જ કેન્દ્રમાં રાખીને ગણતરી કરવામાં આવે છે.
ગીધ સર્વેક્ષણ
ગુજરાત વન વિભાગ, ગુજરાત ઈકોલોજીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ (‘‘ગીર’’) ફાઉન્ડેશન, ગાંધીનગર, પ્રકૃતિ સંરક્ષણ માટે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવી પક્ષી નિરીક્ષકો દ્વારા ગુજરાત રાજયમાં વિલુપ્તિના આરે આવેલા ગીધ પક્ષીનાં સર્વેક્ષણની કામગીરી કરે છે. આ કામગીરી સને 2005થી હાથ ધરવામાં આવે છે. જેની વિગત નીચે મુજબ છે.
pixabay.comછેલ્લા ચાર વર્ષને અંતે ગીધની વસ્તીનો અંદાજવર્ષ સંખ્યા
2005 2647
2007 1431
2010 1065
2012 1043
ગીધની સંખ્યામાં ઘટાડો થવા પાછળનું કારણ શું છે ?pixabay.com
આ જાતિ કેટલાક વર્ષો પહેલા સમગ્ર ક્ષેત્રમાં પુષ્કળ માત્રામાં જોવા મળતા હતા. 1990ના દશકામાં તે જાતિનું 97થી 99 ટકા પતન થઇ ગયું હતું. તેનું મુખ્ય કારણ પશુ દવા પાલતુ ઢોરોને સોઝાના ઓસડ તરીકે અપાતી માનવામાં આવે છે. આ દવાનું ખાસ પ્રકારનું રસાયણ ઢોરના મડદા ખાનાર ગીધના કોષ બંધ થઇ જાય છે. કેન્દ્ર સરકારે 2006માં ડ્રાયક્લોફિનેક પ્રતિબંધિત કરવામાં આવી હતી. હવે નવી દવા મેલોક્સિકેમ આવી ગઇ છે. અને આપણા ગીધ માટે હાનિકારક પણ નથી. હવે જો આ દવાનો જો પશુપાલક ઉપયોગ કરશે તો કદાચ આપણા ગીધ મરતા અટકી જાય. ગીધ રાતવાસા માટે તથા માળો બનાવવા માટે ઉંચા વૃક્ષો પસંદ કરે છે,જંગલો તથા માનવ વસાહતોની આસપાસ ઉંચા વૃક્ષો કપાઇ જતા તેમની પ્રજનનની પ્રક્રિયામાં અવરોઝ ઉભો થાય છે.ખોરાકની અછત પણ એક કારણ માનવામાં આવે છે.
pixabay.com
વર્ષ 2020માં આપણે 6.5 કરોડમાંથી 7 કરોડ અથવા 8 કરોડ થઇ ગયા હશું પરંતુ અફસોસની વાત એ હશે કે વનવગડાના અમુક પક્ષીઓની સંખ્યા ત્યારે એટલી ઘટી ગઇ હશે. કે તેની ગણતરી કરવા માટે ખાસ ઝુંબેશ આદરવી પડે,માત્ર આંગણીના ટેરવે જ પક્ષીઓની ગણતરી થઇ શકશે. લુપ્ત થતાં પક્ષીઓની યાદીમાં કુદરતનાં સફાઇકામદાર ગણાતા ગીધની સંખ્યા દિન-પ્રતિદિન ઘટી રહી છે. જાણકારોના મત મુજબ વર્ષ 2020 સુધીમાં રાજ્યમાં ગીધ નામશેષ થઇ જશે. (વર્ષ 2012 મુજબ) ગીધની છેલ્લી ગણતરી મુજબ સમગ્ર રાજ્યમાં ફક્ત ૧૦૪૩ જ ગીધ જ બચેલા છે. પ્રકૃતિના સૌથી ઉપયોગી સફાઇકામદાર ગીધ ક્યારેય પણ કોઇ પણ પશુ-પંખીનો શિકાર કરતો નથી તે માત્ર મરેલા જાનવરો આરોગે છે.તેથી જ તેને પર્યાવરણનાં સફાઇકારો માનવામાં આવે છે.પર્યાવરણને શુદ્ધ રાખવામાં જે પક્ષીનું વિશેષ યોગદાન રહ્યુ છે તેવા ગીધ આજે ભયજનક પરિસ્થિતિમાં આવી ગયા છે.જો ગીધના સંરક્ષણ માટે કોઇ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા વર્ષોમાં ગીધ માત્ર મોબાઇલ,ટીવી કે કોમ્પ્યુટરની સ્ક્રીન સિવાય ક્યાંક જોવા નહીં મળે.
મોબાઇલ ફોનમાંથી સિંહો મારણ કરતા હોવાની અનેક વિડિયો ક્લીપ મળી
ગિરગઢડા નજીક જંગલ વિસ્તારમાં ચાલતું ગેરકાયદે લાયન શો રેકેટ વન વિભાગે ઝડપી લઇને અમદાવાદના ત્રણ નબીરા સહિત સાત શખ્સોની ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ શખ્સોના મોબાઇલ ફોનમાંથી સિંહો મારણ કરતા હોવા સહિતની અનેક વિડિયો ક્લીપીંગ પણ મળી આવી હતી.
મળતી માહિતી મુજબ ગિરગઢડા તાલુકાના જંગલ વિસ્તારની બાબરીયા રેન્જમાં આવેલા ધુ્રબક વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરી રહેલા સાત શખ્સોને શુક્રવારની મધરાત્રે વનવિભાગના સ્ટાફે ઝડપી પાડયા હતા. જેમાં આ તમામ આરોપીઓને ગિરગઢડા સિવીલ કોર્ટમાં રજુ કરાતા છ આરોપીઓએ સીવિલ જજ સમક્ષ તેમને વનવિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓએ માર માર્યો હોવાની રજૂઆત કરતા તમામ આરોપીઓને ગિરગઢડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવેલા હતા. ગિરગઢડા વિસ્તારમાં આ ઘટના દિવસભર ચર્ચાનો વિષય બની હતી.
વન વિભાગના એસીએફ વાઘેલા તથા આરએફઓ ડો. રાજન જાદવ સહિતના જંગલખાતાના મોટી સંખ્યામાં કર્મચારીઓ ગિરગઢડા પહોંચ્યા હતા. કોર્ટના હૂકમ મુજબ તમામ આરોપીઓને ગિરગઢડામાં તબીબી સારવાર બાદ મોડી રાતે ઉના જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
બાબરીયાી રેન્ડના આરએફઓ અને એસીએફ વાઘેલાએ જણાવ્યું હતું કે, બાબરીયા રેન્જ અભ્યારણ વિસ્તારમાં લાયનશોનું રેકેટ ઝડપાયું છે. આ શખ્સો પાસેથી મોબાઇલ જપ્ત થયા છે. તેમાં લાયન શોની વિડીયો ક્લીપો મળેલ તે કલ્પના બહારની છે. જેથી આ પ્રકરણની ઝીંણવટભરી તપાસ કરાશે.
ભારતનાં સૌથી વિશાળ એવા ધારી અંબારડી સફારી પાર્ક વધુ ત્રણ સાવજનું આગમન થતાં પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ સફારી પાર્કને હજુ બન્યા તેને એક વર્ષ પણ પુરૂ નથી થયું ત્યારે આ પાર્કે દેશ-વિદેશના સહેલાણીઓમાં આકર્ષણ જગાવ્યું છે.
ધારીના આંબરડી સફારી પાર્કમાં વધુ 3 સિંહોનું આગમન થતા હર્ષ જોવા મળી રહ્યાો છે. અહી પાર્કમાં બે માદા, એક નર સિંહને સફારી પાર્ક ખાતે લાવવામાં આવ્યા છે. ધારી ગીર પૂર્વના સીડીએફઓ ટી.કરૂપ્પા સ્વામી તેમજ સરસીયા રેન્જના આરએફઓ ઓડેદરાના જણાવ્યા અનુસાર આ નવા સિંહોને વાઈલ્ડલાઈફના નિયમો અનુસાર ત્રણેય સિંહોને સારવાર અને વાતાવરણમાં સ્થિર થવા માટે ખુલ્લા મુકાશે.
wildstreakofnature.com
અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ અગાઉ આ પાર્કમાં ત્રણ સિંહો હતા તેમજ વધુ ત્રણ સિંહો આવતા કુલ 6 સિંહો થયા છે. તેમજ વધુ હજુ બે સિંહો ટૂંક સમયમાં આવશે. હાલ વેકેશનનો માહોલ હોય પ્રવાસીઓનો પ્રવાહ સતત સફારી પાર્કમાં જોવા મળી રહ્યાો છે. આ સફારી પાર્કનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યું હતું.
અમરેલી જિલ્લા ના ધારીના આંબરડી સફારી પાર્કનુ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિધિવત ઉધઘાટન કર્યું હતું અને સફરીપાર્કની મુલાકાત લઈને ત્રણ સિંહોને સફારીપાર્કમાં ખુલ્લા મુકીને ભારતનું સૌથી પ્રથમ 100 એકરથી વધુ સફારીપાર્ક અંગે વિસ્તૃત માહિતી મુખ્યમંત્રીએ આપેલી હતી.
અમરેલી જીલ્લાના આંગણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ 2014 થી તૈયાર પડેલ ધારીનું આંબરડી સફારીપાર્ક ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ખુલ્લું મુક્યું હતું
વેરાવળનાં ઇણાજ ગામે વાડીમાં દીપડો આવી ગયો હતો. જેની જાણ ગામ લોકોને થતાં લોકોના ટોળેટોળા એકઠા થયા ગયાં હતા અને દીપડાને રેસક્ફીયું કરવાની ઘટના ગામ લોકોએ નિહાળી હતી. જોકે દિપડાને શીંગ નેટ (જાળ)થી બંધક બનાવવામાં આવ્યો હતો.
wildstreakofnature.com
જોકે બાળ દિપડો બિમાર હોવાથી હલન તલન કરી શકતો મ હોવાથી વાડી માં જ બેસી રહ્યો હતો.ત્યારબાદ વન વિભાગને જાણ કરતા તત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
wildstreakofnature.com
વાડીમાં ફીશીંગ નેટમાં બંધક દીપડાને વેટરનરી ડોક્ટરે ટ્રેન્કયુલાઈઝ કરી દીપડાને બેહોશ કર્યો હતો. અને વન વિભાગે જાળમાં કેદ દીપડાનું દીલઘડક રેસ્કયુ કરેલ હતું . તંત્રનાં જણાવ્યા અનુસાર દીપડાની ઉંમર 1 થી 2 વર્ષ હોવાનુ જાણવા હતું. દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતો.
wildstreakofnature.com
વિશ્વમાં સિંહ એક એવુ વન્ય જીવ છે જે રોયલ પ્રાણીમાં ગણવામાં આવે છે. સિંહ જંગલનું ગૌરવ છે સિંહની એક ડણકથી આખું જંગલ કાંપે છે. અમથું થોડું સાવજને જંગલના રાજાની પદ્દવી મળી છે. સિંહ વગરનું જંગલ કલ્પના કરવી જ મુશ્કેલ છે. અને ગીર સાસણમાં સિંહો હોવું એ આપના દેશ અને ગુજરાત માટે ખુબ જ ગૌરવની વાત છે. પરંતુ આપણે આજે સિંહોને જે હાલાત જોઈ રહ્યા છે અથવા તો જે હાલત આપણે સાવજ માટે ઉભી કરી છે. તે જોતા લાગી રહ્યું છે કે થોડા વર્ષો બાદ સિંહો જંગલ છોડી આસ પાસ ના ગામો માં ઘૂમતા જોવા મળશે. અને આજે ઘણા ખરા સિંહો આજે હાલત માં છે. આ પરિસ્થિતિ માટે આપણે ખુદ જવાબદાર છીએ આપણે જ સિંહોને તેમનું પ્રાપ્તિસ્થાન છોડવા મજબુર કરી રહ્યા છીએ. જેના કારણે આજે 60% સિંહો જંગલની બહાર વસવાટ કરવા લાગ્યા છે.
pexels.com
હાલમાં છેલ્લા કેટલાક સમયથી જંગલમાં સિંહોને પરેશાન કરતા અને તેમને પાલતું હોય તેવા હાલ કરી તેના વિડીઓ બનાવાઈ રહ્યા છે. અને જે રીતે આવા વિડીયો વાયરલ થઇ રહ્યા છે એ કોઈ આનંદ નહી પણ માનવીય વિકૃતિના કારણે છે. હાલ માં જ એક વિડીઓ વાયરલ થયો જે જોઈ હર કોઈ અચંબિત થઇ પડ્યું એક ઝાડ સાથે શિકારને બાંધી દેવામાં આવ્યું અને ત્રણ સિંહો જે આ શિકારની મોજ ઉડાવવા આવ્યા ત્યારે વિકૃતિ ધરાવતા માણસો એ તેને ડરાવી, ધમકાવી શિકાર ખાતા રોકવામાં આવી રહ્યા છે. સિંહ સામે થઇ ને બે વખત પોતાના બચાવ માટે અવાજ ઉઠાવે છે પરંતુ જે રીતે તેને ધમકાવી રહ્યા છે એ જોતા સિંહ જંગલમાં નાસી જવાનું પસંદ કરે છે. જાણે કહેતો હોય કે ” માણસ સામે શું લડવું ? ” અને પછી જંગલ માં જતા રહે છે. આટલી વિકૃતી માણસ માં કેમ આવી એ પણ એક સવાલ છે.
એક સમયે જંગલના રાજાકહેવાતા આ સિંહોને મજબુર બનાવવાનું માણસને કેમ સુઝ્યું ..? આવા એક નહી પણ સેંકડો વિડીઓ વાયરલ થઇ રહ્યા છે જેમાં સિંહોની હાલત અને જંગલમાં સુરક્ષિતતા પર સવાલ ઉભા કરે છે.
social media ( સિંહોએ કરેલ મારણ સમયે પજવણી કરતા સમયનો સોશીયલ મીડીયામાં વાઈરલ થયેલ વીડીયોનો એક અંશ )– શું ખરેખર જંગલમાં સિંહો પોતાને સુરક્ષિત માને છે ? -શિકાર માટે શોધ કરતા કરતા શા માટે ગામડાઓ અને આસપાસના ખેતરોમાં ફરતા સિંહો જોવા મળે છે ?
આ કોઈ એક દિવસ નહી પરંતુ છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ ની ઘટના બનતી જાય છે. ગામો માં અને રસ્તાઓ પર સિહો ના ટોળા પણ જોવા મળે છે. તો વિકૃતિ ધરાવતા લોકો જંગલોમાં શિકાર ની લાલચ આપી સિંહોને કનડગત કરતા હોય છે. વન વિભાગ આવા વિડીઓ બનવાનાર ને પકડી પણ પાડે છે. અને કડક સજા થાય છે પરંતુ જેટલો સ્ટાફ જંગલની સુરક્ષા કરવા માટે છે એના કરતા આવા વિડીઓ બનાવનાર જાણે વધુ હોય એમ રોજ એક નવો વિડીઓ વાયરલ થાય છે. આનું કારણ એ પણ હોય શકે કે વન વિભાગના કડક કાનુન નો ખૌફ જ રહ્યો ન હોય અને લાગવગ ના જોરે જંગલમાં ઘુસી આવા વિડીઓ બનાવી મોજ માણવી યુવા વર્ગ ની આદત બનતી જાય છે.
pexels.com
આવી ઘટનાની પાછળની જો સચોટ કારણ જાણવાની કોશિશ કરીએ તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે. દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ સિંહ દર્શન માટે હજારો રૂપિયા ચૂકવી અગાઉથી રજીસ્ટ્રેશન કરાવે છે. પરંતુ જયારે સિંહ દર્શન માટે બે થી ચાર કલાક જેટલો સમય વન વિભાગ દ્વારા સિંહ સિહ દર્શન માટે લઇ જવામાં આવે છે. ત્યારે 60% પ્રવાસીઓ સિંહ દર્શન કર્યાવગર નિરાશ થઇ ને પાછા ફરે છે. જયારે સાસણ ની અંદર આવેલ અનેક હોટેલ અને રિસોર્ટ માં મોડી રાત્રે ખાસ લાયન શો નું ગેરકાયદેસર આયોજન કરી પ્રવાસીઓ ને સિંહ જોવાનો આનંદ આપવામાં આવે છે. એ પણ તગડી રકમ લઇ ને આ અંગે વન વિભાગ અજાણ હોય એ માની ન શકાય ? એ પણ વાસ્તવિકતા છે. કારણકે મોટાભાગના રિસોર્ટ રાજકારણીઓ અને અમલદારોના લાગવગ થી બનાવેલા છે. અને લાગવગના જોરે જ લાયન શો નાં આયોજન થતા હોય છે. વન વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ ના સહયોગ વગર આવા ગેરકાયદેસર લાયન શો સભવ જ નથી. પરંતુ અંગે વન વિભાગ પણ લાચાર સ્થીતીમાં છે અને મુક પ્રેક્ષક બનીને જોયા કરે છે. ઉપર થી મળેલા આદેશો અને સતત ધણધણતા ફોન ના કારણે વન વિભાગ સિંહો ની સુરક્ષા કરે કે આ બાબુઓની ? એ પણ હકીકત છે. અંતે જયારે આવી કોઈ ઘટના સામે આવે કે તરત જ વન વિભાગ તરફ આંગળી ચિંધવામાં આવે છે. આમ વન વિભાગ ની હાલત સુડી વચ્ચે સોપારી જેવી છે.
pexels.com
હાલ માં જ એક વાયરલ વિડીઓ નો આરોપી ઝડપાયેલ જેની પાસેથી 170 જેટલા સિંહ ના લાયન શો ના વિડીયો મળી આવ્યા હતા. અને તેની સાથે અન્ય 5 થી 10 સાગરીતો હોવાનું પણ તેને જણાવેલ હતું એ જ બતાવે છે કે ગીર સાસણ પાછળ સરકાર દર વર્ષે કરોડો ખર્ચ કરે છે એ જંગલ વન્ય જીવો માટે ખરેખર કેટલું સુરક્ષિત છે ? જો એક વ્યક્તિ પાસેથી એટલી મોટી સંખ્યામાં વિડીઓ મળી આવતા હોય તો વન વિભાગ અન કેટલાક કર્મચારીઓની રહેમ તળે જ થયું હોવાની આશંકા કઈ ખોટી નથી. કારણકે ઝડપાયેલ શખ્સ ખુદ નિવુર્ત આરએફઓ નો દીકરો હોવાનું સામે આવ્યું હતું અને એ જ લાગવગ ના જોરે આવા કૃત્યો એ કરતો રહ્યો હતો.
wildstreakofnature.com
આવી જ રીતે સિંહોની જો કનડગત થતી રહી તો દિવસે ને દિવસે સિંહ જંગલ છોડી ગામો તરફ આવી ચડશે અને આમ નિર્દોષ લોકોના જાન પર જોખમ વધશે સાથે સાથે સિંહો નું જીવન પણ ખતરા માં પડશે. કારણકે માનવ પોતે સ્વ બચાવ માં સિંહો પર હુમલા કરી શકે એ સભાવના ખોટી તો નથી જ. આમ માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચે નો સંઘર્ષ વધતા જશે. આ અંગે મેંદરડા ના મંગલ સિંહ કહે છે અમારા ગામ માં અઠવાડિયે બે થી ત્રણ વખત સિંહ આવે છે અમે ખેતરોમાં કામ કરતા હોઈએ ત્યારે પણ આવે છે. અમને એનો કોઈ ડર નથી. પરંતુ જો તે ખીજાય ને આવ્યા હોત તો જ અમારા પાલતું પશુ પર હુમલો કરે છે . હાલમાં જ છેલ્લા 6 માસ થી લગભગ દર અઠવાડ્યે બે વખત એવા સમાચાર મળે જ છે કે કોઈ ગામડામાં સિંહો ઘુસ્યા હોય ને લોકો છત પર ચડી સિંહ ને ભગાડવામાં આવતા હોય યાતો સિંહ ને ડરાવવા ની કોશિશ કરતા હોય સિંહ તેમના પાલતું પશુ ને કે બાળ બચ્ચાને ખાઈ જાય તે કેમ પાલવે ?
pexels.com
આમ સિંહો ખોરાક અને પાણી શોધ કરતા વધુ તો લાયન શોમાં સરકસના પ્રાણી જેવી હાલત થી નાસીને આવા ગામડા તરફ આવતા હોય એ જ વાસ્તવિકતા છે. જે આપણે સ્વીકારવી રહી, જંગલમાં સિંહોની સંખ્યા વધી છે એટલે જંગલ ટુકુ પડી રહ્યું છે. પરંતુ સાથે સાથે પોતાની જાત ને સુરક્ષિત નહી હોવાનું માનીને પણ જીવ બચાવવા જંગલ ની બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ જોઈએ તો વન વિભાગ પાસે એટલો પુરતો સ્ટાફ નથી કે આટલી મોટી સંખ્યમાં સિંહો ની સુરક્ષા ની જવાબદારી નિભાવી શકે.
Wildstreakofnature.com
આ અંગે લાયન લાઈફ પર સશોધન કરનાર જુનાગઢ ના જાણીતા ડૉ.જલપન રૂપાપરા કહે છે કે ગુજરાત સરકાર પાસે આઈ. એફ.એસ કેડર ના અધિકારીઓ હોવાછતાં ગીર ફોરેસ્ટ માં મુખ્ય અધિકારીઓની જગ્યાઓ પર ઇન્ચાર્જ ઓફિસર રાખવામાં આવે છે. જંગલ માં પૂરતા સ્ટાફ ની કમી છે. જેન કારણે લાયન શો રોકવા મુશ્કિલ બન્યા છે. વન વિભાગ પોતાની રીતે પુરતી કોશીસ કરે છે પરંતુ સ્ટાફ ની કમી સામે લાચાર છે ગીર જંગલ નો વિસ્તાર એટલે તો વિશાળ છે કે જરૂરિયાત કરતા માત્ર 60 ટકા સ્ટાફ જ વન વિભાગ પાસે છે. આ મતે ગુજરાત સરકાર જ તાત્કાલિક નિમણુક અને ભરતી કરી સિંહોના જીવ બચાવી શકે તેમ છે.
wildstreakofnature.com
આપણા માટે ગૌરવ સમા સિંહ આજે લાચાર નજરે જાણે આપણને કહી રહ્યા છે કે અમને બચાવો અમારું અસ્તિત્વ જોખમ માં છે. સિંહોની આટલી દયનીય સ્થિતિ આ પહેલા ક્યારેય જોવા નથી મળી. જયારે જયારે આવા વાયરલ વીડીઓ સામે આવે છે. ત્યારે સૌ કોઈને આવા વિકૃત માણસો પર ઘૃણા આવે છે. પંરતુ સરકાર આ અંગે કેમ નિશ્ચિંત બની શકે તે સવાલ દરેકના ચેહરા પર આવે છે. હાલમાં જ હાઈ કોર્ટે સિંહોના વધતા મૃત્યુને લઇ ગુજરાત સરકારને ફિટકાર વરસાવી છે. હાઇ કોર્ટે સરકારને ટકોર કરી છે કે, સિંહોના અકુદરતી મોતનો મુદ્દો એ અતિ ગંભીર અને સંવેદનશીલ છે. સરકાર આ મુદ્દાને હળવાશથી લે નહીં. માત્ર રિપોર્ટ કરવા ખાતર રિપોર્ટ કરે નહીં અને તેની ગંભીરતાને સમજવામાં આવે. સિંહોના મોતના કારણ અને તેને રોકવા માટેના શું પગલા લીધા અને સિંહોના મુદ્દે હાલમાં અમલમાં રહેલી માર્ગદર્શિકાનું પાલન થાય છે કે નહીં તે જણાવો. આ માટે હાઈ કોર્ટે ગુજરાત સરકાર ને ત્રણ હપ્તા નો સમય પણ આપ્યો હતો. તેમ છત્તા સિંહોની દુર્દશા માં કોઈ કમી નથી આવી. હવે લોકો અને વન્ય પ્રેમીઓ સિંહોન આવા વિડીઓ સામે લડત ચલાવવા એનજીઓ અને સોસીયલ મીડિયા થકી જાગૃતતા ફેલાવી રહ્યા છે.
wildstreakofnature.com
હવે સમય એ જ કહે છે કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સિંહો ના અસ્તિત્વને લઇ જો કડક કાનુન નહી બનાવે તો વન્ય પ્રેમીઓ ને ઉગ્ર આંદોલન કરવા પડશે. અને સિંહોના બચાવ માટે આગળ આવવું પડશે. સિંહ આપણી ઓળખ છે સિંહો જ આપણું ગૌરવ છે. એમની સુરક્ષાની જવાબદારી આપણી છે. આવા લાયન શો ના હિસ્સેદાર થવાનું બંધ કરીએ અને સિંહોને તેમના જંગલમાં સુરક્ષિત રહેવા દઈએ.