કચ્છમાં વન્યપ્રાણીઓ માટે દૈનિક એક લાખ લિટર પાણીની વ્યવસ્થા કરતું વનવિભાગ

વન્યપ્રાણીઓ માટે ટેન્કરો વડે ગડલર ટેન્કમાં પાણી ભરવામાં વનવિભાગની ટુકડીઓ કામે લાગી છે.

ઉનાળાની શરૂઆતની સાથે જ ગરમી દિવસેને દિવસે વધી રહી છે. રાયજમાં આકરી ગરમી અને જળસંકટ વચ્ચે વન્યપ્રાણીઓનું શું ? તેવો સવાલ ચોકક્સ થઈ શકે પરંતુ આ સવાલનો જવાબ કચ્છના વનવિભાગ પાસે રહેલો છે. કચ્છ વનવિભાગ દ્વારા વન અભ્યારણ્યોમાં વન્યપ્રાણીઓ માટે ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વન્યપ્રાણીઓને કાળઝાળ અને અંગ દઝાડતી ગરમીમાં સહેલાઈથી પાણી મળી રહે તે માટે ટેન્કરો વડે તેમજ ગડલર ટેન્કમાં પાણી ભરવામાં વનવિભાગની ટુકડીઓ કામે લાગી છે. જેથી વન્યપ્રાણીઓને સહેલાઈથી પાણી પહોચાડી શકાય.
wildstreakofnature.com
કચ્છ વિસ્તાર વન્યપ્રાણીઓ માટે ખાસ વિશિષ્તા ધરાવે છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. ખાસ કરીને ચિંકારા,નીલગાય, સહિત વન્યજીવો વસવાટ કરે છે. જોકે જળસંકટ અને આકરી ગરમી વચ્ચે માનવીને સહેલાઈથી પાણી નથી મળતું ત્યારે વન્યજીવો માટે પાણી મળવું ઘણું જ મુશ્કેલ છે. કાળઝાળ ગરમીમાં કચ્છના મોટા ભાગના તળાવ,નદીઓ અને ડેમોમાં પાણી નહિ હોવાને સુકાઈ ગયા છે અથવા તો સુકાવાની તૈયારી થઈ રહી છે. ત્યારે આવા આકરા સમય વચ્ચે જળસંકટ અને આકરા ઉનાળામાં વન્યપ્રાણીઓ માટે વનવિભાગ સતત કામગીરી કરી વન્યજીવોને પાણી પહોચાડી રહ્યું છે. પુર્વ ક્ચ્છના ડીસીએફ પ્રવિણસિંહ વિહોલના જણાવ્યા મુજબ આકરી ગરમીમાં વન્યપ્રાણીઓ માટે વિવિધ જગ્યાએ ગડલર એટલે કે પાણીના કુંડા બનાવવામાં આવ્યા છે. જેમાં ચોવીસ કલાક નજર રાખીને સમયાંતરે પાણી ભરવામાં આવે છે. જેના માટે વિવિધ ટુકડીઓ કામે લગાડવામાં આવી છે. આ ઉપરાંત પશ્ર્ચિમ કચ્છમાં પણ વિવિધ સ્થળો પર વન્યપ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરાઈ હોવાનું ડીએફઓ એમ.બી.પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં બનશે 3 નવા સફારી પાર્ક, સરકારે આપી મંજૂરી

ગુજરાતમાં પ્રાણીઓની સુરક્ષાને લઈને ગુજરાત સરકારે હવે સફારી પાર્કને મંજૂરી આપી છે. સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે પાર્ક બનશે,, તો તિકલવાડા પાર્કમાં ટાઈગર માટે પાર્ક બનશે. આમ સરકારે કુલ 3 નવા સફારી પાર્કને બનાવવા માટે મંજૂરી આપી છે. ગણપત વસાવાએ આ ત્રણ નવા સફારી પાર્કને મંજૂરી આપી છે. સાથે જ આંબરડી સફારી પાર્કમાં વધું સિંહો મૂકવાની દરખાસ્તને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. રાજ્યમાં જ ત્રણ નવા સફારી પાર્ક બનાવવામાં આવશે તેમાંનો એક સુરતના માંડવી અને ડાંગમાં દીપડા માટે બનાવાશે. જેમાં ડાંગના વઘઇમાં 32 હેક્ટર જમીનમાં દીપડા માટે સફારી પાર્ક બનાવાશે. તો આ ઉપરાંત તિલકવાડામાં વાઘ માટે સફારી પાર્ક બનાવાશે. તિલકવાડામાં 64 હેક્ટર જમીનમાં ટાઈગર સફારી પાર્ક બનાવાશે. જેમાં 8 વાઘને મૂકવામાં આવશે. આમ ગુજરાતને ટાઈગર અને લાયન સફારી એમ બંને પાર્ક એકસાથે જોવા મળશે. ગણપત વસાવાએ સિંહને સમગ્ર ભારતનું ગૌરવ ગણાવતા કહ્યું હતું કે આંબરડી લાયન સફારી પાર્કમાં હાલમાં 3 સિંહો મૂકવામાં આવ્યા છે. વધું 5 સિંહો મૂકવાની દરખાસ્ત કેન્દ્ર સરકારે મંજૂર કરી દીધી છે. જેથી હવે આંબરડી સફારી પાર્કમાં 8 સિંહો ગર્જના કરતા જોવા મળશે. આ પાર્ક બનાવવા માટેની મંજૂરી ગુજરાત સરકાર તરફથી તો મળી ગઈ છે. પરંતુ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર પાસેથી પણ મળી જશે. ગુજરાત એવું પહેલું રાજ્ય બનશે કે જ્યાં ટાઈગર સફારી પાર્ક અને લાયન સફારી પાર્ક બંને હશે.
નર્મદા જીલ્લાના તિલકવાડા પાસે ટાઈગર સફારી બનશે

જંગલના ખુલ્લા કુવાઓ વન્યજીવો માટે બની રહ્યા છે મોતના કુવા 

છેલ્લા પંદર દીવસમાં ચાર સ્થળો એ દીપડાઓ ખુલ્લા કુવામાં ખાબકયા જેમાંથી બે દીપડા મોત ને ભેટયા જયારે બે દીપડા ને બચાવી લેવાયા.

  ગીર સાસણ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા ખુલ્લા કૂવાઓ વન્ય જીવો માટે મોતના કુવા બની ગયા છે .શિકાર ની શોધ માં નીકળેલ સિંહ , દીપડા જેવા વન્ય જીવો આ ખુલ્લા કુવા માં પડી જાય છે અને મોતને ભેટે છે.વન્ય પ્રાણીઓ ના અકુદરતી મોતને લઇ વન્યપ્રેમીઓ માં રોષ ભભુકયો છે અને સરકાર પાસે માંગ  કરી રહ્યા છે. કે જો સરકાર ખુલ્લા કુવાઓ બાબતે ગંભીરતા નહીં લેવામાં આવેતો આંદોલન કરવામાં આવશે.
wildstreakofnature.com
વેરાવળ તાલુકા ના ઉકડીયા ગામે ખૂલ્લા કુવા માંથી દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં  ગુરૂવાર ના સુત્રાપાડન ના લાટી ગામે ખુલ્લા કુવામાં દીપડાનો મૃતદેહ હોવાની વન વિભાગ ને જાણ થતાં વન વિભાગની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાને બહાર કાઢી અમરાપુર એનીમલ સેન્ટર ખાતે પી.એમ અર્થે મોકલી ઘોરણેસર ની કાર્યવાહી હાથ ઘરી હતી. લાટી ગામના સ્થાનીકો ના કહેવા મુજબ આ વિસ્તાર મા ખુલ્લા કુવાઓ ની પાળ બાઘવાનું કામ મંજુર થઇ ગયેલ  છે પરંતુ એક વર્ષ વીતી જવા છતાં કોન્ટ્રાકટર દ્વારા જંગલ વિસ્તાર ના આ જોખમી કુવાઓની પાળ બાંઘવામાં માં આવતી નથી અને અન્ય લાગવગ વાળી જગ્યાઓમાં કામ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે જેના કારણે વન્ય પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે. ગીર સોમનાથ જીલ્લા ના દરીયાઇ કાંઠા ના જંગલ વિસ્તાર ઉપર અનામત જંગલ વિસ્તાર માં આવેલ ખુલ્લા કુવા વન્ય જીવો માટે મોત ના કુવા સાબીત થઇ રહયા છે છેલ્લા પંદર દીવસ માં દીપડા ના ખુલ્લા કુવામાં પડવાની ચાર ઘટનાઅો સામે આવી છે જેમાં બે દીપડાના મોત નીપજયા છે તો બે દીપડા ને વન વિભાગ બચાવવા માં સફળ રહેલ છે.
wildstreakofnature.com
તારીખવાર ઘટના જોઈએ તો.  ૧૬ માર્ચ ૨૦૧૮ : સુત્રાપાડા તાલુકાનું બેસન ગામ કે જ્યાં એક દીપડો ઊંડા કુંવ માં પડીજતા ગામવાળાઓ એ તાત્કલિક વન વીભાગન ની ટીમ ને બોલાવી , વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી દીપડાને જીવતો બચાવ્યો અને સાસણ એનિમલ કેર સેન્ટર મોકલી દેવામાં આવ્યો હતો. ૧૮ માર્ચ ૨૦૧૮ : વેરાવળ તાલુકાનું લુંભા ગામ જય એક ખુલ્લા કુવામાં દીપડો પડી જતા આસ પાસન અલોકો માં દહેશત ફેલાઈ વન વિભાગે 3-૪ કલાક ના રેસ્ક્યુ પછી દીપાદના બહાર કાઢ્યો જો કે જીવિત હોવાથી તાત્કાલિક એનિમલ કેર સેન્ટર મોકલી આપવામાં આવ્યો હતો.
wildstreakofnature.com
૨૮ માર્ચ ૨૦૧૮ : ઉકડિયા ગામ જંગલો માં આવેલ એક ઊંડા ખુલ્લા કુવામાં મોદી રાત્રે એક દીપડો પડ્યો હતો. સવારે ગામ લોકોને ખબર પડી અને વન વિભાનને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ આવે અને દીપડાને બહાર કાઢે એ દરમિયાન ખુબ મોડું થઇ ગયું હતું દીપડો મોત ને ભેટી ચુક્યો હતો. વન વિભાગના અધિકારીઓએ કુવામાં ઉતરી દિપડાના  મૃતદેહને બહાર કાઢ્યો હતો. ૨૯ માર્ચ ૨૦૧૮ : ગામ લાટી ખેડૂતો ખેતરમાં કામ કરતા હતા અને અચાનક ધબાક કરતો અવાજ આવ્યો જોયું તો દીપડો કુંવામાં પડી ગયો હતો. એક તો કુવો પાણીથી ભરેલ હતો અને ખુબ ઊંડો હતો આથી દીપડાનું મોત નીપજ્યું વન વિભાગને દીપડાની મૃતદેહ કાઢવામાં પણ ખુબ મહેનત કરવી પડી હતી. આમ ૧૫ દિવસમાં ચાર દીપડા ખુલ્લાકુવામાં પડી ગયા  જંગલી પ્રાણીઓ અવારનવાર શિકારની શોધ ગામ તરફ આવી ચડે છે અને પછી અજાણ્યી જગ્યાઓમાં આવેલ આવા ખુલ્લા કુવામાં ખાબકે છે. વેરાવળ અને સુત્રાપાડા તાલુકામાં સેંકડો ખુલ્લા કુવા વન્ય પ્રાણીઓ માટે જોખમી બની ગયા છે. જોકે  ખુદ વનવિભાગના અઘિકારી આરએફઓ એ ડી ખુમાણ કહી રહ્યા છે કે આ વિસ્તારમાં ૨૫૦ જેટલા ખૂલ્લા કુવાઓ છે જેના ફરતે પાળ બાંઘવા ઉચ્ચ કક્ષાએથી મંજુરી અને ગ્રાન્ટ આવે ત્યારે કાર્યવાહી હાથ ઘરાશે. તો બીજી તરફ વન્ય જીવો ના ઉપરા છાપરી મોત અને જોખમ ને પગલે વન્યજીવ પ્રેમીઓમાં રોષ ભભુકયો છે.
wildstreakofnature.com
વન્ય પ્રેમી દિનેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે વન્ય પ્રાણીઓના સામે જોખમી બનેલ મોત ના કુવાઓ બાબતે જો સરકાર સત્વરે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો ગાંઘી ચીંઘ્ચા માર્ગે આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે. સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓ ના સરંક્ષણ અને સંવર્ઘન પાછળ સરકાર કરોડોની ગ્રાન્ટ વન વિભાગ ને ફાળવે છે પરંતુ કયાંક ને કયાંક જવાબદાર તંત્રની બેદરકારી વન્ય જીવોના ભોગ લઇ રહી છે. ત્યારે આ બાબતની ગંભીરતા દાખાવી સરકાર અને વન વિભાગે સત્વરે ઘટતી કાર્યવાહી હાથ ઘરવી અનિવાર્ય બની રહી છે.  

દેશના વાઈલ્ડલાઈફ પ્રોટેકશન એકટ વિષે જાણો

કયા પ્રાણીઓના શિકાર પર છે પ્રતિબંધ અને સજાની જોગવાઈ,

ભારત સરકારે વર્ષ 1972માં ભારતીય વન્યજીવ સંરક્ષણ એક્ટ(વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ) પસાર કર્યો છે. જેનો ઉદેશ્ય વન્યજીવોનો ગેરકાયદે શિકાર તેમજ માંસ અને ચામડાના વેપાર પર રોક લગાવવાનો હતો. વર્ષ 2003માં આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. ત્યારે આ કાયદાનું નામ વન્યજીવ સંરક્ષણ (સુધારો) એક્ટ 2002 રાખવામાં આવ્યું હતું. આ અંતર્ગત દંડ અને સજાને વધારે કડક બનાવવામાં આવી હતી. આ કાયદો ફક્ત જંગલી પ્રાણીઓને જ નહીં પરંતુ યાદીમાં હોય તેવા તમામ પક્ષીઓ અને વૃક્ષોને પણ રક્ષણ આપે છે. જોકે, આ કાયદો જમ્મુ અને કાશ્મીરમાં લાગુ નથી પડતો. ત્યાં તેમનો પોતાનો ફોરેસ્ટ કાયદો છે. શું જોગવાઈ છે?
wildstreakofnature.com
આ એક્ટમાં કુલ છ અલગ અલગ અનુસૂચિ છે. જે અલગ અલગ વન્યપ્રાણીઓને સુરક્ષા પૂરી પાડે છે. અનુસૂચી-1 અને અનુસૂચી-2: આનો બીજો ભાગ વન્યજીવોને સુરક્ષા પૂરી પાડે છે. આ અંતર્ગત ગુના માટે કડક દંડની જોગવાઈ છે. અનુસૂચી-3 અને અનુસૂચી-4: આ અંતર્ગત વન્યજીવોને રક્ષણ પૂરું પાડવામાં આવે છે, પરંતુ આ યાદીમાં આવતા પ્રાણીઓ અને પક્ષીઓના શિકાર પર સામાન્ય દંડની જોગવાઈ છે. અનુસૂચી-5: આ યાદીમાં એવા પ્રાણીઓને સામેલ કરવામાં આવ્યા છે જેનો શિકાર થઈ શકે છે. અનુસૂચી- 6: આ યાદીમાં દુર્લભ છોડ અને વૃક્ષોની ખેતી અને તેનું વાવેતર કરવા પર મનાઇ કરવામાં આવી છે. કેટલા દંડની છે જોગવાઈ?
wildstreakofnature.com
સૂચિ એક અને સૂચિ બેમાં આવનારા વન્યજીવોનો શિકાર કરવામાં આવે તો ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજાની જોગવાઈ છે. જોકે, આ સજાને સાત વર્ષ સુધી વધારી શકાય છે. આ ઉપરાંત ઓછામાં ઓછો 10 હજારનો દંડ થઈ શકે છે. ઓછામાં ઓછી સજા- ત્રણ વર્ષ,  મહત્તમ સજા – સાત વર્ષ, ઓછામાં ઓછો દંડ – 10 હજાર, મહત્તમ દંડની રકમ – 25 હજાર બીજી વખત ગુનો કરવાના કેસમાં આટલી જ સજાની જોગવાઈ, પરંતુ ઓછામાં ઓછો દંડ રૂ. 25 હજાર થઈ શકે છે. પશુઓનું ચામડું કે પછી તેના ગલીચા એકઠા કરવા ગુનો છે. આ માટે એક લાખથી રૂ. 25 લાખ સુધીનો દંડ થઈ શકે છે. દંડ અંગે નવો પ્રસ્તાવ
wildstreakofnature.com
જંગલી જાનવરોના શિકારને લઈને પર્યાવરણ મંત્રાલયે નવો પ્રસ્તાવ રાખ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે દેશમાં 60 ટકા વાઘ રહે છે, જેમાંથી વર્ષ 2015માં 78 વાઘનો શિકાર થઈ ગયો છે. હજુ સુધી શિકાર કરવા પર રૂ. 25 હજારનો દંડ હતો, પરંતુ હવે તે રૂ. 50 લાખ સુધી હોઈ શકે છે. અનુસૂચી એકમાં કુલ 43 વન્ય જીવ સામેલ છે. જેમાં જંગલી ભૂંડથી લઈને અનેક પ્રકારના હરણ, વાંદરા, રીંછ, ચિંકારા, લંગૂર, ડોલફિન, જંગલી બિલાડી, બારાસિંગા, મોટી ખિસકોલી, પેંગોલિન, ગેંડો જેવા પ્રાણીઓ સામેલ છે. અનુસૂચી એકના બીજા ભાગમાં અનેક પાણીમાં રહેતા જીવો તેમજ સરીસૃપ સામેલ છે. આ અનુસૂચિના ચાર ભાગ છે.

પ્રોજેકટ લાયન : સિંહોના સંવર્ધન માટે વનવિભાગની નવી પહેલ

વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહો માટે હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવા જઈ રહ્યો છે.

ગીરના જંગલ વિસ્તારની બહાર પણ એશિયાઈ સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. અને એટલા માટે જ વનવિભાગ દ્વારા પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ હવે આ પ્રોજેક્ટ અંતર્ગત એશિયાટીક સિંહોના સંવર્ધન અને રક્ષણનું કાર્ય કરવામાં આવશે. સૌરાષ્ટ્રના જૂનાગઢથી ભાવનગર જીલ્લા સુધી આશરે 1400 કિલોમીટરથી વધુ વિસ્તારમાં વિસ્તરેલા ગિર જંગલમાં વસવાટ કરી રહેલા 523 જેટલા એશિયાઈ સિંહોને કદાચ જંગલ ટૂંકુ પડતુ હોવાના કારણોથી અથવા તો ત્યાં તેઓને માફક ન આવતું હોવાથી ઘણાબધા સિંહો ગિર જંગલ વિસ્તારની બહાર નીકળી રહ્યા છે.
wildstreakofnature.com
જંગલના સિંહ માનવ વિસ્તાર કે તેના રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ગિરના આ સિંહો જંગલ વિસ્તાર સુધી પહોંચી જતા આ ચિંતાનો વિષય બન્યો છે. અને અવાર નવાર માનવ અને પ્રાણીઓના હુમલા પણ થતા રહે છે. ઘણીવાર એવું પણ બને છે સિંહનું અકસ્માતે મૃત્યું પણ થાય છે. ત્યારે આવી પરીસ્થિતીને ધ્યાને રાખીને આ સીંહોની સુરક્ષા વધારવી અનિવાર્ય બની જાય છે. એટલા માટે જ વનવિભાગના અધિકારીઓએ જંગલ બહાર નિકળી ગયેલા 200 જેટલા સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે અભ્યાસ અને સંશોધન કરીને પ્રોજેક્ટ લાયનનું માળખુ તૈયાર કરીને રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપ્યું હતું. આખરે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. આ મામલે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.એ.પી.સીંઘે આ બાબતે જણાવ્યું હતું કે જે રીતે બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર, આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગિર જંગલની બહાર નિકળેલા ર૦૦ જેટલા સિંહોના રક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે ‘પ્રોજેક્ટ લાયન’ નો ટુંક સમયમાં અમલ કરવામાં આવી રહ્યો છે… http://wildstreakofnature.com/gu/asiatic-lion/