World Sparrow Day: જાણો આ તારીખે જ કેમ ઉજવવામાં આવે છે ‘વિશ્વ ચકલી દિવસ’

0

ચકલીની પ્રજાતિ સમય જતા લુપ્ત થતી જાય છે, જેના જોખમને નાથવા તથા તેના બચાવ અંગેની લોકજાગૃતિના હેતુ સાથે આ દિવસને વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Jayant Sojitra, WSON Team

એક સમય હતો જ્યારે ચકલીની ચિચિયારી ગામડા અને શહેરોમાં ગુંજતી હતી, પરંતુ બદલાતા સમયની સાથે ધીમેધીમે ચકલીઓની પ્રજાતી લુપ્ત થઇ રહી છે અને ચકલીનો કલરવ સાંભળવો હવે મુશ્કેલ છે. આથી ચકલીની પ્રજાતીને લુપ્ત થતી અટકાવવા સમગ્ર વિશ્વમાં આજે 20 માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દીવસ’ની (World Sparrow Day) https://wildstreakofnature.com/gu/march-20-world-sparrow-day-save-the-endangered-species/ઉજવણી કરવામાં આવે છે, પરંતુ અહીં સવાલ એ છે કે, વિશ્વ ચકલી દિવસની ઉજવણી સાથે શું ખરેખર ચકલીના બચાવ માટે કોઇ નકકર કામગીરી થાય છે તે એક મોટો સવાલ છે.

ચકલીની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ : એક હતી ચકી એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો બંનેએ રાંધી ખીચડી આ ચકા ચકીની સરસ મજાની વાર્તા હવે માત્ર પુસ્તકોમાં મર્યાદિત રહી ગઈ છે. આજે ચકલીઓ પોતાના ( Save Chakli Campaign ) અસ્તિત્વ સામે ઘરઆંગણે અને વૃક્ષો ઉપર ચી. ચી. ચી. કરનારી ચકલીની પ્રજાતિ નામશેષ થવાના આરે આવીને ઊભી છે.

Jayant Sojitra, WSON Team

પાછલાં કેટલાક વર્ષોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા : પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને ચણ મળતી નથી. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે.https://wildstreakofnature.com/world-sparrow-day-2022-fly-hinge-or-stay-indoors/ આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી લુપ્ત થઇ રહી છે.

Jayant Sojitra, WSON Team

ચકલી વધારે તાપમાન સહન નથી કરી શકતી : ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની તલાશમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.

ચકલી એક સમયે આપણા ઘરમાં આપણી આસપાસ ચી..ચી..કરીને પોતાની હાજરી પુરવાર કરતી હતી, પરંતુ હવે આ ચકલીની પ્રજાતી લુપ્ત થાવાના આરે આવી પહોંચી છે, ત્યારે 20 માર્ચે ‘વિશ્વ ચકલી દિવસ’ (World Sparrow Day) તરીકે ઉજવવામાં આવે છે.
World Sparrow Day 2022: Fly High or Stay Indoors ?

20 માર્ચ વિશ્વ ચકલી દિવસ ( World Sparrow Day ): લુપ્ત થતી પ્રજાતિને બચાવી લઈએ

કોંક્રિટના જંગલો અને આધુનિક વ્યવસ્થા વચ્ચે ચકલી(Sparrow) ‘બેઘર’ થઈ ગઈ

20 માર્ચ વિશ્ર્વ ચકલી(World Sparrow Day) દિવસ આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી..ચી..કરતી ચકલી(Sparrow) હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજાતિની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. હવેના સમયમાં જો ચકલી(Sparrow)ને બચાવવાના પ્રયાસો નહિ કરીએ તો ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જોવા મળે તો નવાઈ નહિ.
Jayant Sojitra
પહેલા ઘર નળિયા તથા છાપરા દિવાલ ઘડીયાલ અને ફોટો છબી પાછળ પણ માળા બાંધતી હતી. હવે નવા મકાનો છતવાળા થઈ જતા ચકલી(Sparrow)ઓ માળો બાંધી શકતી નથી. ચકલી(Sparrow)ઓનો ચીં..ચીં..અવાજ પણ હવે ઓછો સંભળાય છે. હવે લુપ્ત થવાની કગાર પર આવી પહોચી છે. ત્યારે હવે ચકલી(Sparrow)ઓને બચાવવી ખુબ જ જરૂરી છે.
Jayant Sojitra
માનવી અને ચકલી(Sparrow) જ્યારથી એકબીજાના સંપર્કમાં આવ્યા ત્યારથી લઈને અત્યારસુધી માનવી સાથે રહેવા ટેવાયેલી છે. પરંતુ ચકલી(Sparrow)ના સ્વભાવ સામે મનુષ્યનો સ્વભાવ આજે બદલાય ગયો છે. અને એટલા જ માટે લુપ્ત થતી ચકલી(Sparrow)ઓને બચાવવી હવે જરૂરી છે. https://wildstreakofnature.com/world-sparrow-day-fly-high-stay-indoors/દર વર્ષે તા.20 મીએ વિશ્વ ચકલી(Sparrow Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેથી લોકોમાં ચકલીઓને લઈને જાગૃતિ આવી શકે તે અત્યંત જરૂરી છે.
Jayant Sojitra
આજના સમયમાં આ કોક્રિટના જંગલો વચ્ચે અબોલ જીવો માટે જીવવું કપરુ બનીને રહી ગયું છે. પ્રદૂષણ, ઘોંઘાટ, ખેતરોમાં થતો કેમિકલયુક્ત દવાનો છંટકાવ, મોબાઈલ ટાવરના રેડિયેશનના કારણે શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. શહેરમાં ફક્ત ઘરચકલીઓ જ નહીં પરંતુ કોયલનો મધુર અવાજ, કાગડા, પોપટ જેવા પક્ષીઓની પણ સંખ્યા ઘટી રહી છે. તેઓનું અસ્તિત્વ જોખમાતુ જાય છે.
Jayant Sojitra
ચકલીઓ(Sparrow)ની સંખ્યા દિવસે ને દિવસ ઘટતી જાય છે. પહેલા ગામડાઓ અને શહેરોમાં મોટા પ્રમાણમાં દેખાતી હવે અદ્રશ્ય થવા લાગી છે. માનવીની બદલાતી જતી જીવનશૈલી, શહેરીકરણ, દેશી નળિયાના બદલે છત, પ્રદુષણ,નવી રહેણીકરણી, ઉંચા મોબાઈલ ટાવરો, વિગેરે કારણોથી મોટા પ્રમાણમાં દેખાતી હવે ઓછી દેખાય છે. પહેલાના જમાનામાં માનવી અને ચકલી(Sparrow) એક જ ઘરમાં સાથે રહેતા હતા.
Jayant Sojitra
હાલની શહેરીકરણની પરિસ્થિતી જોતા ચકલી(Sparrow)ને બચ્ચાના ઉછેરમાં ખુબ જ વિક્ષેપ પડે છે. પાછુ કુદરતે અમને માળો બાંધવાની કુદરતી બક્ષીસથી પણ વંચિત રાખ્યા છે. જેથી, હવે દરેક માનવી પોતાના ઘરે અનુકુળતા પ્રમાણે, ઘરમાં અમારા માટે માળાની વ્યવસ્થા કરે એ લાકડાનું હોય કે પછી માટીનું પણ આ અમારી દુઃખ દર્દ ભરી અપીલ છે. એવું હવે ચકલી(Sparrow)ઓ આપણને કહી રહી છે.
Jayant Sojitra
સુરક્ષા મળે એ હેતુથી ઘર આંગણે દરેક લોકોએ ચકલી માટે માળા બનાવવા જોઈએ અથવા તો રૂપકડા ચકલી ઘરોમાં ચકલી(Sparrow)ઓ માળો બાંધે છે. ઈંડા મુકે છે અને બચ્ચા ઉછેર કરી શકે છે. વરસાદ તડકા છાંયડામાં ઘરને નુકશાન ન થાય તેમજ બિલાડી કે અન્ય પક્ષીઓ તેમાં ઈંડા-બચ્ચાને નુકશાન ન પહોંચાડી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ
Jayant Sojitra
ચકલી(Sparrow)ની ચીચી હવે ફરી લોકોના ઘરમાં ચી..ચી..નો અવાજ સાંભળવા મળે તેવા પ્રયાસ કરવા જરૂરી છે.  આવનારી પેઢીને આપણે વારસામાં આપવું જ હોય તો વન્યજીવન અને પર્યાવરણની શીખ આપવાની જરૂર છે. જો આવું નહિ કરીએ તો આવનારા સમયમાં આ વન્યજીવો માત્ર ફોટા અને પાઠયપુસ્તકોમાં પુરતા જ રહી જશે. તો આવો સાથે મળીને આ વન્યસંપદા અને ચકલી(Sparrow) બચાવવાનો એક પ્રયાસ કરીએ.

વેળાવદર બ્લેક્બગ રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે કાળીયાર માટે સ્વર્ગ સમાન વિસ્તાર

વેળાવદરમાં આવેલા ઘાસના મેદાનોમાં કાળીયાર કે જે હરણની એક પ્રજાતિનું નિવાસ સ્થાન છે.

ભારતમાં ઘણાં ઓછા સ્થળો છે જેયાં કાળા હરણની વસતી પ્રમાણમાં સોરા હોય. આ રાષ્ટ્રિય ઉધાન ભાવનગર જિલ્લામાં આવેલા ઘાસથી ભરપુર એવા વિસ્તાર વેરાવદર ખાતે 34 ચો.કિમી વિસ્તાર ધરાવે છે. અહીં કાળા હરણ અહીં તહીં ફરતાં – ચરતાં દેખાતા હોય છે. ભાવનગરથી માત્ર 45 કિલોમીટર દુર આવેલું વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર દેશ નહિ પણ વિશ્વમાં પ્રસિદ્ધ છે. ભાવનગર જીલ્લાના ભાલ વિસ્તારમાં આવેલું વેળાવદર બ્લેક્બગ એટલે કે કાળીયાર માટે સ્વર્ગ સમાન વિસ્તાર છે. વેળાવદરમાં આવેલા ઘાસના મેદાનોમાં કાળીયાર કે જે હરણની એક પ્રજાતિ છે. તેના માટે સરકાર દ્વારા રાષ્ટ્રીય ઉદ્યાન બાવવામાં આવ્યું છે.
WSON Team, Click By- Kartik Bhavsar
દેશમાં માત્ર ચાર રાષ્ટ્રીય ઉદ્યાનમાનું એક એવું વેળાવદર 1976ના વર્ષમાં રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૌરાષ્ટ્ર પ્રદેશના ભાલમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park/આ ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળીયારને ખુબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 45 કિમી દૂર છે. ખંભાતના અખાતને કિનારે આવેલ આ ક્ષેત્ર 34.08 ચોરસ કિમી જેટલું મોટું છે. આ સ્થળ પહેલાં ભાવનગરના રજવાડાની “વીડી” હતી. વેળાવદર સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝૂંડ હમેંશાથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે. વેળાવદરમાં કાળીયાર https://en.wikipedia.org/wiki/Blackbuck_National_Park,_Velavadarઉપરાંત વરુ અને ઘોરાડના રક્ષણ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સંપૂર્ણ રીતે ભારતીય પ્રજાતિ હોય એવા ઘોરાડ પક્ષીઓ જે એક સમયે સંપૂર્ણ ભારત ઉપ મહાદ્વીપમાં જોડવા મળતા હતાં. તેમની વસતિ હાલના દાયકમાં સમગ્ર ભારતમાં ઘટતી ચાલી છે. આ પક્ષીઓનો સૌથી મોટું સમૂહ આ ઉદ્યાનમાં રહે છે. આ ઉદ્યાનની પ્રાણી સૃષ્ટિમાં ખાસ કરીને કાળિયાર, વરુ, લોમડી, શિયાળ, સસલા, જંગલી બિલાડી મુખ્ય પ્રાણીઓ છે.
WSON Team, Click By- Kartik Bhavsar
વેળાવદર આવવા ભાવનગર હવાઈ મથક હવાઈસેવા દ્વારા મુંબઈ, દિલ્હી, સુરતના આંતરરાષ્ટ્રીય હવાઈમથક સાથે જોડાયેલ છે. ભાવનગર રેલ્વે સ્ટેશન 45 કિમી દુર છે. જ્યાં થી દેશના તમામ નાનામોટા શહેરો સુધી ટ્રેન મળી શકે છે. સાથે જ દરિયાઈ સેવામાં ભાવનગરના ઘોઘા થી હજીરા સુધી રો પેક્ષ ફેરી સર્વિસ થી ભાવનગર સુધી પહોચી અને રોડ માર્ગે વેળાવદર જઈ શકાય. https://wildstreakofnature.com/gu/veravadar-blackbuck-national-park-it-is-a-privilege-to-look-at-blackbuck-national-antique-antique-and-wolf/ભાવનગર અમદાવાદમેં જોડતા શોર્ટ હાઈવે થી 10 કિલોમીટર અંદર હોવથી રોડ માર્ગ પણ પ્રવાસીઓને પહોચવામાં સરળ પડે. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન વલ્લભીપુર નામનું ઐતિહાસિક શહેર અહીંથી 15 કિમી દૂર છે. આ ઉદ્યાનમાં સરકારી વન વિભાગ દ્વારા રહેવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જેમાં અગાઉથી બુકિંગ કરાવીને ડોરમેત્રીમાં ભાડેથી રહી શકાય છે. આ ઉધાનનો દક્ષિણ વિસ્તાર પક્ષી નિરીક્ષણ કરનારા માટે એક આદર્શ સ્થાન છે. જયાં આ વિસ્તારનો સીમાવર્તી ભાગ વિપુલ સંખ્યામાં વસતા વરૂઓનો છે. જુલાઈથી માર્ચના સમયમાં વેરાવદર બ્વેકબક રાષ્ટ્રિય ઉધાનની મુલાકાત માટેનો સર્વોતમ સમય માનવામાં આવે છે.

ચિલોત્રા પર થઈ શકશે હવે અભ્યાસ: હોર્નબીલને સેટેલેલાઈટ ટેગીંગ કરવામાં આવ્યા

ગીર જંગલમાં આ હોર્નબીલ એટલે કે “રાખોડી ચિલોત્રા” 1936 માં જોવા મળ્યા હતા.

ગુજરાત પ્રાણીઓ અને પક્ષીઓની વિવિધતા માટે ખૂબ જાણીતું છે. વિશ્વની 48% પ્રજાતિઓ ગુજરાતમાં જોવા મળે છે. આથી જ રેડ ડેટા બુકના આધારે લુપ્ત પ્રજાતિના અભ્યાસના પ્રયત્નો અહીં કરવામાં આવે છે. હાલમાં જ ગીર સાસણ ખાતે હોર્નબીલના અભ્યાસ માટે ખાસ ટેગ લગાવ્યા છે. જેના નામ પણ આ પક્ષીઓના અભ્યાસ કરતા સંશોધકો પરથી રાખવામાં આવ્યા છે.
Social Media
ગીર જંગલમાં આ હોર્નબીલ એટલે કે “રાખોડી ચિલોત્રા” 1936 માં જોવા મળ્યા હતા. પરંતુ ત્યાર બાદ ઘણા વર્ષો બાદ ફરી જોવા  મળયા ન હતા. સ્વ આર એસ ધર્મકુમારસિંહજી એ આ અંગે અભ્યાસ કરી ફરી પૂન:સ્થાપન કરવા સૂચન કર્યું હતું. આથી જ ઘણા વર્ષો બાદ હોર્નબીલ દેખાતાં તેમને ખાસ સેટેલેલાઈટ ટેગ લગાવવામાં આવ્યા છે જેના નામ RSD રાખવા આવ્યું છે તેમજ રાખોડી ચિલોત્રા તરીકે ઓળખાતા આ પક્ષીના બીજા અભ્યાસર્થી સ. લવકુમાર ખાચરના નામ પર થી’LK’રાખવામાં આવ્યું છે.  આ સેટેલેલાઈટ ટેગીંગ થી હોર્નબીલની પ્રજાતિ અંગે વૈજ્ઞાનિક અને તેમના જીવન વિશેની મહત્વની માહિતી પ્રાપ્ત થશે. ગીર સાસણમાં એશિયાટિક સિંહો ઉપરાંત હવે ગીધ, હોર્નબીલ જેવા પક્ષીઓના સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રયત્નો થઈ રહ્યા છે જે ખૂબ ઉમદા કાર્ય છે . આમાટે વન સસંરક્ષક અધિકારી ડૉ ડી ટી વસાવડા, ડીસીએફ ડૉ મોહન રામ, ડો દેવેશ ગઢવી તેમજ ટ્રેકર અને સંશોધક ની ટિમ રાત દિવસ મહેનત કરી રહી છે.
ઇન્ડિયન ગ્રે હોર્નબિલ ( Indian grey hornbill ) 

સાસણ ગીરમાં એશિયાટીક સિંહ દર્શન આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે કમલેશ્વર ડેમ

હિરણ 1 નદી પર સ્થિત ડેમથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો જોવા મળે છે.

Social Media
વિશ્વભરમાં એશિયાઇ સિંહો પ્રવાસનની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે સાસણમાં લાખો પ્રવાસીઓ સિંહ જોવા આવે છે. સાસણમાં  સિંહ દર્શન દરમિયાન ગીર નેશનલ પાર્કના રૂટ ઉપર કમલેશ્વર ડેમ પર થી સોરઠ ધરાનું સોહામણું સ્વરૂપ જોવા મળે છે. સાથે જ  પર્વતોની વચ્ચેથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો પણ માણવા મળે છે. સાસણથી 13 કિલોમીટર દુર આવેલ કમલેશ્વર ડેમ મગર કોલોની તરીકે પણ જાણીતો છે. કમલેશ્વર ડેમ પર થી  માણો સોરઠ ધરાનું સોહામણું રૂપ
Social Media
હિરણ -1 નદી પર બાંધવામાં આવેલ આ ડેમ  પ્રકૃતિ અને પક્ષીઓની  ફોટોગ્રાફી  માટે પરફેકટ સ્થળ  છે. અહિ 300 થી વધુ પક્ષીઓ જોવા મળે છે. કમલેશ્વર ડેમથી સોરઠ ધરાનો  કુદરતી સૌદર્યનો નજારો માણવા માટે બેસ્ટ ટાઇમ વ્હેલી સવાર માનવામાં આવે છે.
Social Media
નેશનલ પાર્કમાં સિંહની સાથે સાથે અન્ય વન્યજીવોને નિહાળતા, આંબલા પાટિયા  વિસ્તાર,  ધોળી વોકળી વિસ્તાર જેવા પોંઈટ  પ્રવાસીઓને નિહાળવા મળે છે. કમલેશ્વર ડેમ જે ગીર મધ્યે હિરણ નદી પર બાંધવામાં આવેલ છે. જે હિરણ-૧ સિંચાઇ યોજના તરીકે પણ અળખાય છે.
Social Media
કમલેશ્વર નેસ પાસે હિરણ નદી ઉપર ગીર જંગલ વિસ્તારમાં બાંધવામાં આવેલ આ ડેમનું કામ વર્ષ ૧૯૫૫માં ચાલુ કરી વર્ષે 1959 માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ વન્યજીવોને પીવાના પાણી માટે મહત્વનો સ્રોત છે.