આ રીતે હવે, સાસણગીરનાં એશિયાટીક સિંહની તમામ માહિતી સરળતાથી મળશે

વન વિભાગે એક ખાસ સોફ્ટવેર વિથ ઇન્ટેલીજન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટિફિકેશન ઓફ્ એશિયાટીક લાયન્સ (સિમ્બા) લોંચ કર્યો

એક સમયે લુપ્ત થવાના આરે રહેલ એશિયાટિક સિંહોએ સૌરાષ્ટ્રમાં ગુમાવેલ તેના વસવાટના વિસ્તારોને કુદરતી રીતે વિહરીને પાછો મેળવી રહ્યા છે. ત્યારે આજે ગીરના જંગલમાં 674થી વધુ સિંહોનો વસવાટ છે. આ સિંહોને પણ વ્યક્તિગત ઓળખ મળે તે માટે ગુજરાત વન વિભાગે એક ખાસ સોફ્ટવેર વિથ ઇન્ટેલીજન્ટ માર્કીંગ બેસ્ડ આઇડેન્ટિફિકેશન ઓફ્ એશિયાટીક લાયન્સ (સિમ્બા) લોંચ કર્યો છે.
Social Media
મિડીયા રિપોર્ટ મુજબ ગીરના જંગલમાં વસવાટ કરતા સિંહોનો કોઈ સવિશેષ ડેટા બેઇઝ વન વિભાગ પાસે નથી. ભવિષ્યમાં જ્યારે કોઈ સિંહ વિશે સંશોધન કરવું હોય અથવા તેની સાથે કોઈ ઘટના બને ત્યારે તેની ઓળખ મળે તે માટે વન વિભાગે એક સોફ્ટવેર લોંચ કર્યો છે. આ અંગે સાસણના ડીસીએફ્ ડો.મોહન રામએ જણાવ્યું હતુ કે એશીયાઇ સિંહોની વધતી જતી વસ્તી અને તેના સંરક્ષણ તેમજ વ્યવસ્થાપન અંગે મેક ઈન ઈન્ડિયાના ભાગરૂપે, સિમ્બા નામનો એક સોફ્ટવેર હૈદરાબાદ સ્થિત ટેલિઓલેબ્સ દ્વારા વિકસાવાયો છે. જેના થકી આગામી દિવસોમાં જંગલમાં વસતા સિંહોના ફોટોગ્રાફ્ લઈને તેની એક વિશેષ ઓળખ, તેનો વિસ્તાર સહિતના ડેટા એન્ટ્રી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ ઓળખ તેના શરીર પર રહેલા કોઇ ચિન્હો, પેટર્ન, શરીરના કોઇ ભાગના ચોક્કસ આકારના ઉપયોગ વડે કરાશે. સિંહોના ચહેરા, કાન પરના અન્ય ઓળખી શકાય તેવા ચિન્હોની વિશિષ્ટતાને ઓળખીને વ્યક્તિગત ઓળખનો અંદાજ લગાવવામાં આવે છે. વ્યક્તિગત ઓળખ મેળવી અનન્ય નંબર, નામનો ઉપયોગ કરી ડેટા-બેઝ તૈયાર થશે. આ સોફ્ટવેર યુઝરને સિંહ પહેલાથી ડેટા-બેઝમાં ઉપલબ્ધ છે કે કોઇ નવો સિંહ છે તે શોધવામાં પણ મદદ કરશે.

વાઈલ્ડ સ્ટ્રિક ઓફ નેચરના સુવર્ણ 5 વર્ષ: છ લાખથી વધુ લોકો વેબસાઈટની મૂલાકાત લઈ પ્રકૃતિ સાથે જોડાયા

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વન્યસૃષ્ટિ અને પર્યાવરણ માટેની વેબસાઈટ ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ નેચર’ ના પાંચ વર્ષ પૂર્ણ થતાં શુભકામનાઓ પાઠવી

માનવીનું જીવન ઑક્સિજન વિના શક્ય નથી, અને આ ઓક્સિજન એ મનુષ્યને પ્રકૃતિ – પર્યાવરણ થકી મળેલું અનમોલ નજરાણું છે. આમ જોઈએ તો મનુષ્યને જન્મથી લઈને મૃત્યું સુધી જીવનના પ્રત્યેક તબક્કે પ્રકૃતિ ઉપર આધાર રાખવો જ પડે છે. માનવ શરીરને શ્વસન, ખોરાક – પાણી ઉપરાંત તેના નિરોગી સ્વસ્થ્ય માટે પણ પ્રકૃતિની જરૂર પડે છે. અનુકૂળ વાતાવરણ, ખોરાક અને પાણી માનવ જીવનને ટકાવી રાખે છે. અને ફક્ત પ્રકૃતિ જ નહિ, પરંતુ આપણી આસપાસના વાતાવરણ – પ્રકૃતિ સાથે જોડાયેલી જીવસૃષ્ટી – પ્રાણીસૃષ્ટી પણ આપણા માટે એટલા જ મહત્વના છે. આપણે જ્યારે પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારે આપણે જીવન ચક્ર વિશેનો પાઠ ભણતા હતા. બસ એ જ રીતે, દરેક જીવ ભલે પછી એ એક નાની કીડી કેમ ન હોય, આપણા અસ્તિત્વને ટકાવી રાખવા મહત્વપૂર્ણ યોગદાન આપે છે. અને એટલા માટે જ અમે પણ માનવજીવન માટે ઉપકારક એવી પ્રાણીઓ-પક્ષીઓ, જીવ સૃષ્ટી અને પર્યાવરણની જાળવણીના એકમાત્ર ધ્યેય સાથે ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ’’ વેબ સાઈટના માધ્યમથી પ્રકૃતિ સાથે જોડાયેલા રહયાં છીએ. એટલું જ નહી, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં અમે અમારી વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ સાથે ૬ લાખથી વધુ પ્રકૃતિ પ્રેમીઓનેપણ જોડયા છે. ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ’’ વેબ સાઈટ દ્વારા પાંચ વર્ષમાં અમે વિવિધ પ્રાણીઓ – પક્ષીઓ, વન્ય જીવ સૃષ્ટિની તલસ્પર્શી માહિતીની સાથે તેના સંરક્ષણ માટે કાર્યરત વનબંધુઓનીગાથાઓ પણ આપના સમક્ષ ઉજાગર કરી છે. વન્ય પ્રાણી-પક્ષી અને જીવ સૃષ્ટીની સાથે પર્યાવરણની જાળવણી માટેની આ પાંચ વર્ષોની સફરને તાજેતરમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી અમારી પીઠ થબથબાવી છે. મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ‘‘વાઈલ્ડ સ્ટ્રિક ઓફ લાઇફ’’ ને પાઠવવામાં આવેલ આ શુભેચ્છા સંદેશમાં ઋગ્વેદના શ્લોક ‘‘ मधु वाता ऋतायते मधु क्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्त्वोषधीः मधु नक्तमुतोषसो मधुमत्पार्थिव रजः माध्वीर्गावो भवन्तु नः ’’ નો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિ વેદકાલિન સમયથી જ પ્રકૃતિભિમુખ રહી છે. ઋગ્વેદની આ ઋચા, પ્રકૃતિના વિવિધ તત્વો કેવી રીતે મનુષ્ય માટે ઉપકારક છે તેના ગુણગાન કરે છે. પોતાને સર્વસત્તાધીશ માનતો માનવ પણ આખરે તો પ્રકૃતિના અનેક તત્વોમાંનું એક તત્વ જ છે. વર્તમાન પ્રકૃતિલક્ષી સમસ્યાઓ અંગે ગંભીરતાથી મંથન થાય તો તેના મૂળમાં પ્રકૃતિ પ્રત્યેની ઉદાસી જ કારણભૂત જણાશે. મુખ્યમંત્રીશ્રીએ તેમના આ સંદેશામાં ‘‘ માનવને ફરી પોતાના મૂળ તત્વ સાથે જોડવા માટે પ્રકૃતિ અને તેના અનેકાધિક તત્વો અને પાસા પ્રત્યે જાગૃત કરવો એ શ્રેષ્ઠ માર્ગ છે. મને એ જાણીને આનંદ થઈ રહ્યો છે કે, શ્રી નિર્મિતભાઈ દવે અને તેમની ટીમ પોતાની વેબસાઈટ www.wildstrenkofnature.com દ્વારા ગુજરાતની વન્યસૃષ્ટિ અને પર્યાવરણના જાણીતા અને અજાણ પાસાઓ પર જાગૃતિ ફેલાવી રહી છે, ગત તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ આ વેબસાઈટના પાંચ વર્ષ પૂરાં થયાં છે અને મને આશા છે કે આવનારાં વર્ષોમાં પણ ગુજરાત, ગુજરાતનું વન્યજીવન અને તેના વૈવિધ્ય તથા સમૃદ્ધિને રાજ્ય, રાષ્ટ્ર અને વિશ્વપટલ પર ઉજાગર કરીને માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ‘વોકલ ફોર લોકલ’ નો નારો બુલંદ કરશે.’’ તેમજ જણાવી નિર્મિતભાઈ દવે અને તેમની વેબસાઈટ સાથે સંકળાયેલા સર્વે પ્રકૃતિપ્રેમીઓને હૃદચપૂર્વકના અભિનંદન પણ પાઠવ્યા છે. નોંધનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવેલો આ શુભેચ્છા રૂપી પત્ર એ અમારા માટે ફક્ત એક પત્ર નથી, પરંતુ પર્યાવરણની જાળવણી માટેની લોકજાગૃતી કેળવવા માટેની અમારી મહેનત અને કર્તવ્ય નિષ્ઠાનું પરિણામ છે. પ્રકૃતિની જાળવણી માટે અમે શરૂ કરેલી સફર માટેની આ પા.. પા.. પગલીમાં ગુજરાત સરકારે શુભેચ્છા સંદેશ પાઠવીને અમારી પીઠ થાબડવાનું, અમને પ્રોત્સાહિત કરવાનું જે કાર્ય કર્યું છે, તેનાથી અમને નવું બળ અને પ્રેરણા મળી રહી છે. રાજ્ય સરકારની લાગણીએ અમારામાં એક નવો ઉત્સાહ અને ઉમંગ જગાવ્યો છે. આ માટે અમે માન. મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકારનો રહદયપૂર્વક આભાર માનીએ છીએ.

અહિંયા શિયાળો માણવા આવતા અંદાજે 163 જેટલી પ્રજાતિઓના 35 હજારથી વધુ પક્ષીઓની કરાઈ ગણના

મૌસમની શરૂઆત મધ્ય અને અંત ભાગે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના ટેકનિકલ મોડલને અનુસરીને અવલોકન પદ્ધતિથી વન્ય જીવ વિભાગે ત્રણ વાર કરી પંખી ગણના

રામસર સાઈટનો દરજ્જો મળવાથી જેનું નામ આંતરરાષ્ટ્રીય મહત્વના વેટલેન્ડ( જળપ્લાવિત વિસ્તાર) અને પક્ષી તીર્થની યાદીમાં સામેલ થયું છે. એવા વડોદરા જિલ્લાના ઐતિહાસિક ડભોઇથી અંદાજે 15 કિલોમીટરના અંતરે આવેલા સયાજી સર્જિત વઢવાણા જળાશય ખાતે શિયાળાના અંત સાથે અંદાજે ત્રણ મહિનાનો પક્ષીઓનો મહા કુંભ એટલે કે પંખી મેળો પુરો થવા આવ્યો છે અને સંત સ્વરૂપ પક્ષીઓ પોતાના વતનના માર્ગે વિદાય થઈ રહ્યાં છે. રાજ્યના વન વિભાગે આ સ્થળનો ઇકો ટુરિઝમ સેન્ટર તરીકે વિકાસ કર્યો છે.
Social Media
મૂળ સિંચાઇ વિભાગ હસ્તકનું આ જળાશય વેટલેન્ડ તરીકે વન્ય જીવ વિભાગ, વડોદરાના પ્રબંધન હેઠળ છે.શિયાળામાં ઠંડા પ્રદેશોમાંથી હજારો પક્ષીઓ મહેમાન બનતાં હોવાથી તેમને જરૂરી વ્યવસ્થાઓ સાચવી શકાય અને તેમની જરૂરી કાળજી લઈ શકાય તે માટે વન્ય જીવ વર્તુળ, કેવડીયાના મુખ્ય વનસંરક્ષકશ્રી ના દિશાનિર્દેશો હેઠળ વઢવાણાના કાંઠે પક્ષીઓની વસ્તી ગણતરી દર વર્ષે કરવામાં આવે છે.ભારતના ખૂબ જાણીતા પક્ષીશાસ્ત્રી મર્હુમ સલીમઅલી સાહેબ સ્થાપિત બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના સહયોગ અને માર્ગદર્શન હેઠળ તેનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ત્રણ વાર કરવામાં આવી પંખી ગણના
Social Media
વન્ય જીવ વિભાગ,વડોદરાના મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઉલજીએ જણાવ્યું કે નાયબ વન સંરક્ષક એમ. એલ. મીનાની સૂચનાઓ અને ઉપરોક્ત સંસ્થાના ડો.ભાવિક પટેલ અને ડો. દિશાંત પારાશર્ય અને તેમની ટીમના સહયોગ અને નિરીક્ષણ હેઠળ વન્ય જીવ વિભાગની વિવિધ રેન્જના વન અધિકારીઓ અને વનકર્મીઓ તેમજ આ ક્ષેત્રમાં કાર્યરત સેવા સંસ્થાઓ અને કર્મશીલોના સહયોગથી પક્ષી ગણતરીની જહેમતભરી કવાયત કરવામાં આવી.વઢવાણાના પરીક્ષેત્ર વન અધિકારી આર.એન. પુવારે પંખી ગણનાનું કુશળતા સાથે સંકલન કર્યું હતું.
Social Media
વધુ સચોટ અને વિશ્વસનીય ડેટા કલેક્શન માટે મોસમની શરૂઆત એટલે કે શિયાળાના પ્રારંભે,મધ્ય અને અંત ભાગે, ડીસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ત્રણ વાર પંખાળા મહેમાનોને આખા જળાશય વિસ્તારને વિવિધ સેક્ટરમાં વહેંચીને ગણવામાં આવ્યા જેનાથી શક્ય તેટલો સચોટ પંખી સંખ્યાનો અંદાજ મેળવવામાં આવ્યો. વર્તમાન મોસમમાં વઢવાણા ને કાંઠે અંદાજે 95 હજારથી વધુ પક્ષીઓની રહી અવર જવર
Social Media
ગણતરીકારોની વિવિધ ટીમોએ નિરીક્ષણના જમા કરાવેલા પત્રકોની વિશદ છણાવટ સહિતની પ્રક્રિયાઓને અંતે આ વર્ષની પંખી ઋતુમાં વઢવાણાના કાંઠે અંદાજે 95 હજારથી વધુ (95,461) પક્ષીઓ અહીંનો હૂંફાળો શિયાળો માણવા આવ્યા હોવાનું તારણ નીકળ્યું છે. અંદાજે 163 જેટલી પ્રજાતિઓના પક્ષીઓ આવ્યા
WSON Team
ત્રણેય ગણતરીના આધારે એવું જણાયું છે કે અંદાજે 163 જેટલી પ્રજાતિઓના પક્ષીઓ વર્તમાન શિયાળુ મોસમમાં અહીં આવ્યા હતા.દૂર દૂરના અને જ્યાં શિયાળો અતિશય ઠંડો અને આકરો હોય છે તેવા મધ્ય એશિયા તેમજ મોંગોલિયા, સાઇબેરીયા જેવા પ્રદેશોમાં થી હજારો કિલોમીટરની ઉડાન ભરીને પક્ષીઓ,તેમને માટે હૂંફાળો ગણાય તેવા આપણા શિયાળામાં અહીં આવે છે. કયા કયા પક્ષીઓ આવ્યા
Social Media
નિરીક્ષણ દરમિયાન ગણતરીકારોએ જે 163 જેટલી પ્રજાતિઓના પક્ષીઓની હાજરી નોંધી છે તેમાં મુખ્ય પક્ષી કે વઢવાણા ના રાજદૂત ગણાતા ગાજહંસ ઉપરાંત રાજહંસ, ભગવી સુરખાબ,સિંગપર,નાની મૂર્ઘાબી, લાલ ચાંચ કારચિયા, રાખોડી કારચિયા,ધોળી આંખ કારચીયા, પિથાસણ,ચેતવા, ગયનો,લુહાર, કાબરી કારચિયા,નાનો હંજ,કાળી ચાંચ ઢોનક,મત્સ્યભોજ, પાન પટ્ટાઈ અને ભગતડું સહિતના પક્ષીઓનો સમાવેશ થાય છે.
Social Media
ડો.ભાવિકે જણાવ્યું કે સિંન્ધ સ્પેરો એટલે કે સિંધની ચકલીની ઝલક જણાયાનું કેટલાક નિરીક્ષકોએ નોંધ્યું છે પરંતુ તેની છબી લઈ શકાય નથી એટલે સચોટ પણે એની હાજરીનો દાવો ન થઈ શકે. વઢવાણા એ સદી કરતાં પણ વધુ જૂનું,સયાજીરાવ મહારાજે એમની રૈયત માટે પાણી અને સિંચાઇની વ્યવસ્થા કરવા, ચોમાસામાં નિરર્થક વહી જતાં ઓરસંગના પાણીને જોજવા પાસેના આડબંધથી રોકીને નહેર દ્વારા વઢવાણામાં વાળવાના કરેલા આયોજનના પરિણામે ઉદભવેલું જળ તીર્થ છે.હવે તેને નર્મદા જળ પણ સિંચાઇની જરૂર મુજબ મળે છે.
Social Media
આ જળાશય દ્વારા અહીં જે વેટલેન્ડ બન્યો તેના લીધે આ જગ્યા આડકતરા આશીર્વાદની જેમ પંખી તીર્થ બની છે.આ કુદરતના આભૂષણ અને સયાજી મહારાજના આશીર્વાદ જેવા વેટલેન્ડ માટે ગુજરાત અને વડોદરા ગૌરવ લઈ શકે છે.મહીસાગરના આરે ઢોલ ધબુકવાનો આનંદ એક લોકગીત જેવી રચનામાં વ્યક્ત થયો છે.તો વડોદરાનો જણ મારા વઢવાણા ને આરે પંખીઓ આવે છે. ભાત ભાત ના પંખીઓ આવે છે.દેશ દેશાવરના પંખીઓ આવે છે એવો હરખ કરે તો કોઈ હરકત સરખુંના ગણાય.
વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ: છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વધુ પંખીઓએ વઢવાણાની વાટ પકડી

ગીરની સિંહણ: ધ લાયન ક્વીન ઓફ ઈન્ડિયા જેવા બિરૂદ મેળવનાર રસીલાબેન વાઢેર

દેશના પ્રથમ મહિલા રેસ્ક્યુ ફોરેસ્ટર બનવાનું માન રસીલાબેન વાઢેરના નામે છે.

Social Media
રસીલાબેન વાઢેરે વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા છે. એ પણ વન્યપ્રાણીઓના કોઈ પણ શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝના બળે સિંહ, દિપડા, મગર, અજગર વગેરે પ્રાણીઓના જીવા બચાવવા માટે 1000થી વધુ રેસક્યુ ઓપરેશન કર્યા છે. પુરૂષ પ્રધાન સમાજમાં અચરજ પમાડે તેવી વાત છે કે, સિંહ, દિપડા જેવા હિંસક પ્રાણીઓના રેસક્યુ ટીમમાં એક માત્ર મહિલા રસીલાબેન હતા. બાદમાં તેઓેએ રેસક્યુ ટીમના ટીમ લીડર તરીકે પણ ફરજ બજાવી. આ જાબાંઝ મહિલાએ બેખૌફ સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે તેમની મલમપટ્ટી પણ કરી છે. હાલમાં ગીરસોમનાથ જીલ્લામાં સામાજિક વનીકરણ વિભાગની પ્રભાસ પાટણ રેન્જમાં આર.એફ.ઓ. તરીકે ફરજ બજાવી રહેલા રસીલાબેન વાઢેરને દેશના પ્રથમ મહિલા રેસક્યુ ફોરેસ્ટર બનવાનું માન પણ પ્રાપ્ત છે.

વન્યપ્રાણીઓના જીવ બચાવવા માટે અનેકવાર જીવ સટોસટ્ટીના ખેલ ખેલ્યા

Social Media
રસીલાબેન વાઢેરનુ સાહસ અને હિંમત એક મિસાલ છે. તેઓ કહે છે કે, ચેલેન્જવાળી કામગીરી કરવી ગમે છે. વેરાન જંગલમાં કે, વન્ય પ્રાણીઓના રેસક્યુ ઓપરેશનમાં ડર ક્યારેય લાગ્યો નથી.જો તમારા હિંમત અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય લાગતા કામ પણ શક્ય બની જતા હોય છે. સાથે જ જો અપેક્ષાવિહિન કામ કરવામાં આવે તો અનેક મુશ્કેલીઓથી આપોઆપ બચી શકાય છે. રાજ્ય સરકારે પણ આજની મહિલાઓને આગળ વધવા માટે પોતાની જાતને નિડરતા અને ઉત્કૃષ્ટતા સાથે કામગીરી બજાવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.
Social Media
જીવનમાં કોઈનુ અનુકરણ કરવાની જરૂર નથી. પણ શ્રેષ્ઠ કાર્યોમાંથી પ્રેરણા અવશ્ય મેળવવી જોઈએ. હિંમતના અન્ય કોઈ સ્ત્રોત હોતા નથી તે માત્ર તમારી અંદરથી આવી શકે છે. જે તમને કંઈક અલગ કરવા માટે જુસ્સો પૂરો પાડે છે. 2007માં જ્યારે ગાર્ડ તરીકે વન વિભાગમાં જોડાઈ ત્યારે અમારા ડિવિઝનમાં હું એક માત્ર જ મહિલા હતી. 2007માં પહેલી જ વખત વન વિભાગમાં ગાર્ડ તરીકે મહિલાઓની ભરતી કરવામાં આવી હતી. મહિલા માટે આ ક્ષેત્ર નવુ જ હતું. શરૂઆતમાં મારી જેવી તમામ મહિલાઓને ફિલ્ડ કે, વન્ય પ્રાણીઓની રેસક્યુની કામગીરી સોંપવામાં ન આવતી હતી. મોટાભાગે ઓફિસ વર્ક જ સોંપવામાં આવતુ હતું. જે સ્વભાવીક પણ હતું. સીધી મહિલાઓને જોખમી કામગીરી સોંપી શકાય નહી.
Social Media
જે તે સમયે સાસણ રેસક્યુ સેન્ટરના વેટરનરી ડોક્ટરે નોકરી છોડી દેતા, રેસક્યુ સેન્ટરની જવાબદારી મારા શીરે આવી હતી. ત્યારબાદ અન્ય વેટરનરી ડોક્ટરના માર્ગદર્શન મુજબ ઘણાં વન્યપ્રાણીઓને સારવાર આપી છે. એકવાર સારવાર દરમિયાન દિપડાએ હાથમાં બચકુ ભરી લેતા ૧૫ જેટલા ટાકા આવ્યાં હતા. આમ, વન્યપ્રાણીઓ સારવાર અને રેસક્યુમાં ફાવટ આવી જતા ઘણાં કર્ચચારીઓથી માંડીને ઉચ્ચ અધિકારીઓને તાલીમ પણ આપવાની તક મળી છે. જો કે, વન્ય પ્રાણીઓના બિહેવ-વર્તન જાણવા માટે ત્રણેક વર્ષ જેટલો સમય લાગી જતો હોય છે. જો કે,રેસક્યુમાં ચોપડીયું જ્ઞાન બહુ કામ આવતું નથી.

સિંહ, દિપડા જેવા વન્યપ્રાણીઓના રેસક્યુ ઓપરેશન કરનાર રસીલાબેન કહે છે, ડર ક્યારેય લાગ્યો નથી..ચેલેન્જવાળી કામગીરી ગમે છે.

Social Media
રસીલાબેન સ્વીકારે છે કે, આ વન્યપ્રાણીઓના રેસક્યુની કામગીરીમાં મારી સાથી કર્મચારીઓ-અધિકારીઓનુ પણ એટલુ જ યોગદાન છે. રેસક્યુ કામગીરી ટીમ વર્ક સિવાય અશક્ય છે. હા..એક મહિલા હોવાના નાતે શ્રેય મને વધુ મળે છે. રેસક્યુનો પ્રથમ અનુભવ એટલો જ રોચક રહ્યો છે, ડેડકડી રેન્જના કાસીયા રાઉન્ડમાં એક સિંહણ શાહૂળીનો શિકાર કરવા જતા ઘવાઈ ગઈ હતી. કારણ કે, શાહૂડી શરીર એકદમ કાટાળું હોય છે. આ સિંહણ વધુ ઘાયલ થઈ ગઈ હોવાથી એકદમ આક્રમક બની ગઈ હતી. એકવાર સિંહણે તો અમારી ઉપર હુમલો પણ કરી દીધો હતો. જેથી એક સમયે તો રેસક્યુ ઓપરેશન બંધ કરવાનુ વિચાર્યું હતું. પણ ટીમ વર્કથી સાંજના પાંચ વાગ્યાથી શરૂ કરાયેલુ રેસક્યુ ઓપરેશન વહેલી સવારે સફળતાપૂર્વક પૂર્ણ કરાયું હતું. આમ, રેસક્યુની કામગીરી ખૂબ જહેમતની સાથે તમારી હિંમત અને ધીરજનુ પણ પરીક્ષણ કરે છે. હા…આ રેસક્યુ ટીમમાં હું એકમાત્ર મહિલા હતી. રસીલાબેન કહે છે કે, રેસક્યુ વન્યપ્રાણીઓ જ્યારે માનવ વસવાટમાં પ્રવાસી જાય, કૂવામાં પડી જાય ઉપરાંત વન્યપ્રાણીઓ પણ ગૂટબાજી હોય છે તેવા સંજોગોમાં ઈનફાઈટમાં ઘાયલ થયા હોય વગેરે સંજોગોમાં વન્યપ્રાણીઓની રેસક્યુ કરવાનુ થતું હોય છે.

વન્યપ્રાણીઓના શાસ્ત્રીય જ્ઞાન વગર માત્ર હિંમત, અનુભવ અને કોઠાસૂઝથી સિંહ, દિપડા, મગર, અજગર સહિતના વન્યપ્રાણીઓની 1000થી વધુ રેસક્યુ ઓપનરેશન કર્યા

Social Media
રસીલાબેન કહે છે કે, મારી આ સેવાની નોંધ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીમતિ આનંદીબેન પટેલે પણ લીધી હતી. આનંદીબેન પટેલે તો મને ગીર સિંહણ તરીકે નવાજી હતી. રસીલાબેનને અત્યાર સુધીમાં અનેક સન્માનો મળ્યા છે. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે નારી રત્ન, તેમજ પૂર્વ કેન્દ્રીય વન અને વર્યાવરણ મંત્રી પ્રકાશ જાવેડકર સહિત અનેક મહાનુભાવો અને સંસ્થાઓએ તેમને સન્માનિત કર્યા છે.
Social Media
Social Media
Social Media
રસીલબેન કહે છે કે, પર પ્રાંતિય મહિલા શ્રમિકોની સિંહના શિકારમાં સંડોવણી સામે આવતા તત્કાલિન મુખ્યમંત્રી  નરેન્દ્ર મોદીએ વન વિભાગમાં મહિલાઓની ભરતી કરવાનુ નક્કી કર્યું હતું. આમ, 2007માં પ્રથમ વખત મહિલાઓની ગાર્ડની પોસ્ટ ભરતી કરવામાં આવી હતી. ત્યારે હું આ પોસ્ટ પર વન વિભાગમાં જોડાઈ હતી. ત્યારબાદ જ 2008માં સીધી ભરતીથી ફોરેસ્ટરની પોસ્ટ પર પસંદગી પામી હતી. આમ, પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની એક નવી વિચારધારાના કારણે આજે મહિલાઓને વન વિભાગમાં પણ સેવા બજાવવાનો મોકો મળ્યો છે.
નારી ના કીસી સે હારી: સાસણ ગીરના જંગલમાં હવે જીપ્સી ચલાવી મહિલા ડ્રાયવર કરાવશે સિંહ દર્શન

વડોદરા જીલ્લાનું પક્ષીતીર્થ: છેલ્લા ત્રણ વર્ષમાં આ વર્ષે સૌ થી વધુ પંખીઓએ વઢવાણાની વાટ પકડી

આ વર્ષે વઢવાણામાં પાણીની સપાટી ઊંચી છે.તેમ છતાં,છેલ્લા ત્રણ વર્ષ પૈકી આ વર્ષે સૌથી વધુ સંખ્યામાં પક્ષીઓ અહીં આવ્યા એ ઘણાં આનંદની વાત છે. ઉપરોક્ત જાણકારી આપતાં મદદનીશ વન સંરક્ષક એચ.ડી.રાઓલજી અને વઢવાણા આર.એફ.ઓ. આર.એન. પૂવારે જણાવ્યું કે વર્ષ 2020 માં આ વેટલેન્ડ ખાતે 83000, 2021માં ઘટીને 64000 અને આ વર્ષે 2022માં 31000 જેટલી સંખ્યા વધીને 95000 થી વધુ પક્ષીઓ આ તળાવના,અમારા અને ગુજરાતના મહેમાન બન્યા એ હકીકત ખૂબ પ્રોત્સાહક છે.
WSON Team
યાદ રહે કે ત્રણેય વર્ષ કોરોના સાવચેતીઓ પાળીને પંખી ગણના તો કરવામાં આવી જ હતી.આ વર્ષે સૌથી વધુ 18674 જેટલાં નોર્ધન પિંટેલ આવ્યા તો 651 જેટલી સંખ્યામાં કોમન પોર્ચર્ડ આવ્યા. વઢવાણા ખાતે રામસર સાઈટ ના દરજ્જાથી પ્રવાસીઓ વધવાની અમને અપેક્ષા છે. તેવા સમયે આ પરિસરમાં શુદ્ધ વાયુવરણ જળવાય તે માટે અમે પ્રવાસીઓ માટે બેટરી ઓપરેટેડ વાહનની સુવિધા વિચારી રહ્યાં છે.ઘણાં પ્રવાસીઓ લાંબુ ચાલી શકતા નથી.તેઓ આવા વાહનોમાં પક્ષી નિરીક્ષણની મજા માણે અને વાતાવરણ સુરક્ષિત રહે એ દિશાનું આ પગલું વિચાર્યું છે.