પાનખરમાં પણ વનવૈભવ ધરાવતા ધનપુરીના જંગલમાં ત્રણ વર્ષમાં 76 હજાર પ્રવાસીઓએ કર્યું પરિભ્રમણ

0

સમગ્ર રાજ્યની આ એક માત્ર સાઇટ એવી છે કે તેની મુલાકાત લેતા પ્રવાસીઓને વીમા સુરક્ષા કવચનો લાભ મળે છે.

Social Media
પાનખરમાં પણ આગવો વનવૈભવ ધરાવતા જાંબુઘોડા અભયારણ્યના હ્રદયમાં આવેલું ધનપુરીનું જંગલ રાજ્યભરના, ખાસ કરીને વડોદરાના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પૂરવાર થયું છે. છેલ્લા ત્રણ વર્ષ જ વર્ષમાં ધનપુરી સ્થિત વન વિભાગની ઇકો ટુરિઝમ સાઇટની 76957 પ્રવાસીઓ મુલાકાત લઇ ચૂક્યા છે. તેમાં સૌથી વધુ પ્રવાસીઓ વડોદરા તરફના છે. https://wildstreakofnature.com/gu/the-lush-greenery-of-central-gujarat-and-the-gift-of-nature-is-the-jungle-spread-over-the-purple-horse/સમગ્ર રાજ્યની આ એક માત્ર સાઇટ એવી છે કે તેની મુલાકાત લેતા પ્રવાસીઓને વીમા સુરક્ષા કવચનો લાભ મળે છે.
Social Media
130 ચોરસ કિલોમિટરનો ફેલાવો ધરાવતા જાંબુઘોડા અભયારણ્યમાં વડોદરા વન વિભાગ દ્વારા જુદા જુદા સ્થળે ઇકો ટુરિઝમ સાઇટ બનાવવામાં આવી છે. લોકોમાં વન્યજીવો અને વનસંપદાના સંરક્ષણ-સંવર્ધન પ્રત્યે જાગૃતતા વધે એ માટે સુવિધા સંપન્ન પ્રકૃતિ પ્રવાસન કેન્દ્રો કાર્યરત છે. તેમાં ધનપુરી આગવું તરી આવે છે. તેના મુખ્ય કારણો છે, એક તો ત્યાં પ્રવાસીઓને નજીવા દરે મળતી ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા અને બીજુ કારણ તેને કુદરતે બક્ષેલી સૌંદર્યતા !
WSON Team
ડ્રાય ટ્રોપિકલ ડિસિડ્યુઅસ પ્રકારના જંગલ ધરાવતા ધનપુરી આસપાસ ધનેશ્વરી માતાજીની ટેકરી સહિતની નાની પર્વતમાળા આવેલી છે. આ જંગલ દીપડા, રીંછ, નીલગાય જેવા હિંસક-તૃણાહારી ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓ અને સરિસૃપોનું રહેઠાણ છે. માનવસર્જિત કોલાહલ પણ સ્પર્શી ના શકે એવી નિરવ શાંતિ અહીં મળે છે. આ શાંતિ તમને પ્રગલ્ભતા તરફ દોરી જાય છે.
Social Media
કુદરતની વ્યવસ્થાને અકબંધ રાખી વન વિભાગે અહીં એક વનકેડી નિયત કરી છે. એકાદ કિલોમિટર લાંબી આ વનકેડી પ્રવાસીઓને જંગલમાં પરિભ્રમણનો લ્હવો આપે છે. https://wildstreakofnature.com/gu/jambughoda-wild-life-sanctuary/ટીમરૂ, ખાખરા, વાંસના ઉંચા વૃક્ષો વચ્ચેથી થતું પરિભ્રમણ પ્રવાસીને પ્રકૃત્તિ તરફ વધુ નજીક લઇ આવ્યા વીના રહે નહીં ! આ વનકેડીની બીજી વિશેષતા એ છે કે, સરળ ચઢાણ હોવાથી એકંદર સ્વાસ્થ્ય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પણ થોડી ચોક્કસાઇ સાથે એના પર ચાલી શકે છે. બાકીના પ્રવાસીઓ માટે સરળતાથી પર્વતારોહણ થઇ શકે છે.
Social Media
આ વન કેડીનું પરિભ્રમણ તમને નજીકમાં આવેલા કડા ડેમના ઉત્તર બાજુના ઓવારા તરફ લઇ જશે. આમ તો કડા ડેમાં પાણી ભરાયું ત્યારે પણ તેમનો નજારો અદ્દભૂત હોય છે, ઉનાળાના કારણે ક્રમશઃ પાણી ઓછું થતાં ખુલ્લી થતી જમીન પરથી ચામેર આવેલી પર્વતમાળાનું દ્રષ્ય અલગ અહેસાસ કરાવે છે. નિર્મળ જળ ઉપર ઉઠતા નાના મોજા અને પક્ષીઓનો કલરવ જંગલના વાતાવરણની અનુભૂતિ કરાવે છે. પાણીમાં તરતા પક્ષીઓને જોતા જ બેઠા રહેવાનું મન થાય !
Social Media
કડા ડેમના ઓવારા પરથી સૂર્યોદય અને સૂર્યાસ્તના દર્શન કરવાનું ચૂકવા જેવું નથી. ડેમના અંદરના ભાગમાં પર્વતમાળા પાછળ અસ્તાચળમાં અદ્રષ્ય થતાં સૂરજદાદા કે નવલ પ્રભાત લાવતા સૂર્યનારાયણના દર્શન નવી ચેતના બક્ષ્યા વિના રહેતું નથી. વહેલી સવારનું ભ્રમણ સ્ફૂર્તિ અને તાજગીદાયક બની રહે છે.
Social Media
ધનપુરી પ્રકૃતિ પ્રવાસન કેન્દ્ર ખાતે વડોદરા વનવિભાગ દ્વારા ફાઇવસ્ટાર હોટેલ સમકક્ષ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. એસી-નોન એસી રૂમ્સ, કોન્ફરન્સ હોલ, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ગાઇડ, વાહન, સાયકલ વોક, અમુલ પાર્લર અને સોવેનિયર શોપ ઉપરાંત કડા ડેમ ખાતે વોચ ટાવર અને ટેન્ટ બનાવવામાં આવ્યા છે. ધનપુરી આસપાસ છએક ખાનગી રિસોર્ટ આવેલા છે. તેના દરો સાથે સરખામણી કરવામાં આવે તો અહીં સાવ નજીવા દરે આ સુવિધા મળે છે.
Social Media
અહીં કેન્ટીનમાં ચૂલા ઉપર રાંધેલું ભોજન પીરસવામાં આવે છે. પરંપરાગત આદિવાસી વ્યંજનોનો સ્વાદ ક્યારેય ભૂલાઇ નહીં, એવો હોઇ છે. આ કેન્દ્રનું સંચાલન ઇકો ટુરિઝમ ડેવલપમેન્ટ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં ગામના પ્રત્યેક ઘરમાંથી એક સભ્ય છે. અહીં આવતા પ્રવાસીઓ કોઈ પણ પ્રકારનો પ્લાસ્ટિક વેસ્ટ ના છોડે, પ્રકૃતિ અને પર્યાવરણની આમન્યા જાળવે, વન્ય જીવોને ખલેલ ન પહોંચે તેની કાળજી લે એ અપેક્ષિત છે. આ અભયારણ્ય વિસ્તારમાં પ્રવેશ પરવાનગીને આધીન છે અને વન કેડી પર પરિભ્રમણ સમયે ઉચિત તકેદારી રાખવી જરૂરી છે. તેમ કાર્યકારી મદદનીશ વનસંરક્ષક એચ. ડી. રાઉલજીએ કહ્યું હતું.
Social Media
સમિતિના પ્રમુખ પ્રદીપસિંહ રાણા કહે છે, વર્ષ 2019-20માં 28362, વર્ષ ૨2020-21માં 23645 અને આ વર્ષમાં અત્યાર સુધીમાં 24950 પ્રવાસીઓએ મુલાકાતી લીધી છે. આ સમયગાળા દરમિયાન રૂ. 149 લાખની આવક થઇ છે. મુલાકાત લેનારા પ્રવાસીઓ પૈકી ૨૫ ટકા જેટલા લોકો અહીં રાતવાસો કરે છે. વન વિભાગના માધ્યમથી ગામના ૩૦ લોકોને સીધી રોજગારી મળે છે.

ગુજરાતના આ વિસ્તારમાં ડુંગર, વનસ્પતિ અને સંખ્યાબંધ પક્ષીઓની પ્રજાતિઓનું નિવાસ સ્થાન

0

ગુજરાતના આ વિસ્તારમાં ધનેશ્વરી માતાના ડુંગર અને સાદરા ના જંગલમાં વનસ્પતિ અને પક્ષી વિવિધતા ઘણી છે અને દીપડા,નીલગાય,શાહુડી સહિતના વન્ય જીવો પણ છે.

WSON Team
અહિંયાના ભોમિયા જશુભાઇ રાઠવા કહે છે કે ડુંગર પર અને ઢોળાવો પર રામબાવળ,ઉંભ, બિલી, વાંસ,દેવ વૃક્ષ ગણાતું કલમ,જેની લચીલી ડાળખીઓ નો ઘાસ ની ગાંસડી બાંધવામાં દોરડી જેવો લોકો ઉપયોગ કરે છે તે મોઈનો, ટીમરૂ જેવા વૃક્ષો અને વેલાઓ મોટા પ્રમાણમાં છે.
Suresh Mishra, Nature Lover And Traveller
આ વિસ્તારમાં સાગ, સાદડ, જળ જાંબુ,ખાખરો,આલેડો,બહેડો, ઉમરો, આસિતરો, કાકડ,મોદડ,લીમડો, કુસુમ, ગૂગળ અને ચારોળી જેવા સંખ્યાબંધ પ્રજાતિઓના વૃક્ષો છે.
Suresh Mishra, Nature Lover And Traveller
મહુડા હોય ત્યાં પોપટ તો હોય જ તેવી જાણકારી આપતાં વનરક્ષક જગદીશ પટેલ અને ઇકો ટુરિઝમ મંડળીના મનહરભાઈ જણાવે છે કે ચિલોત્રો,ખેરખટ્ટો, દુધરાજ,પીળક,લક્કડખોદ,ચીબરી સહિતની પક્ષી વિવિધતા પણ પંખી છબિકારો એ નોંધી છે.
Suresh Mishra, Nature Lover And Traveller
પાવાગઢ થી ઘોઘંબા ના રસ્તે મસ્ત ડુંગર પર બાબાદેવનું મંદિર છે. ચારે તરફ પથ્થર જ પથ્થર અને વચ્ચે મંદિરમાં દેવ બિરાજે છે.લોકો અહીં બાધા માનતા પૂરી કરવા ,દર્શન કરવા આવે છે. દેવની કૃપા ફળે એટલે માટી ના ઘોડા ચઢાવવા,બકરા, મરઘાં રમતા મૂકવા અને અન્ય રીતે ચઢાવાની પરંપરા છે.આ ખૂબ પવિત્ર દેવ થાનક(મંદિર) છે.
Suresh Mishra, Nature Lover And Traveller
આ વિસ્તારમાં તરગોળ અને કડા ના બે સિંચાઇ તળાવો જંગલોને પોષે છે અને પવિત્ર ઝંડ હનુમાનની જગ્યા,પ્રાચીન અને જર્જરિત શિવ મંદિરો અને પાંડવ કાલીન અવશેષો આ વિસ્તારને રસપ્રદ બનાવે છે. Writer: Suresh Mishra, Nature lover, and Traveller
ઈડરિયા ગઢની ભવ્યતા અને ધાર્મિક દિવ્યતા નો સમન્વય થયો છે ચેલાવાડા ના ડુંગરોમાં

ખીજડીયા પક્ષી અભ્યારણ્ય એટલે પક્ષીઓની 314 પ્રજાતિઓનું ઘર: જેમાંની 29 પ્રજાતિઓ અતિ દુર્લભ

રામસર સાઈટ ઘોષિત થતા અભયારણ્યની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સીમાડાઓ ઓળંગશે

Social media
ખીજડીયા પક્ષી અભયારણ્ય ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાના અર્ધ શુષ્ક પ્રદેશમાં કચ્છના અખાતમાં દક્ષિણ તટે આવેલો જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) છે. https://wildstreakofnature.com/why-you-must-experience-khijadiya-bird-sanctuary-at-least-once-in-your-lifetime/અહીં મીઠા પાણીના તેમજ ખારા પાણીના એમ બે પ્રકારના જળપ્લાવિત વિસ્તારો એકબીજાની અરસપરસ આવેલા છે. આ સંકુલ વ્યુહાત્મક રીતે યાયાવર પક્ષીઓના ઇન્ડો-એશિયાન ઉડ્ડયન માર્ગમાં આવતું હોવાથી અહીં ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, સાઉથ અમેરિકા તેમજ મંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં મહેમાન બને છે. ગુજરાત સરકારના સંનિષ્ઠ પ્રયાસોના કારણે તાજેતરમાં આ અભયારણ્યને આંતરરાષ્ટ્રીય કક્ષાની રામસર સાઈટ તરીકેનો દરરજો મળતા પ્રવાસી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન તેમજ બેનમૂન પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળની ખ્યાતિ તેમજ અહીંનું જૈવ વૈવિધ્ય દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
Social Media
અહીં પક્ષીઓની 314 જેટલી પ્રજાતિઓ નોંધાઈ છે જેમાંના 170 જાતિના પક્ષીઓ યાયાવર છે. https://wildstreakofnature.com/gu/khijadiya-bird-sanctuary/ જ્યારે 29 જાતિના પક્ષીઓ વૈશ્વિક સ્તરે દુર્લભ ગણાય છે જેમાં કાળી ડોક ઢોંક(બ્લેક નેકડ સ્ટોર્ક), રાખોડી કારચીયા(કોમન પોચાર્ડ), નાની કાંકણસાર(ગ્લોસી આઈબીસ), મોટી ચોટલી ડૂબકી(ગ્રેટ ક્રેસ્ટેડ ગ્રીબ) વગેરેનો સમાવેશ થાય છે.સમગ્ર પણે 100 જાતિના પક્ષીઓ આ અભયારણ્યમાં સંતતિ પેદા કરતા હોવાનું પણ જણાયું છે. વર્ષ 1984માં ભારતના સુવિખ્યાત પક્ષીવિદ ડો.સલીમ અલીએ આ અભયારણ્યની મુલાકાત લીધી હતી અને એક જ દિવસમાં 104 જાતના પક્ષીઓને તેઓએ ઓળખી કાઢ્યા હતા. કઈ રીતે નિર્માણ પામ્યું ખીજડીયા પક્ષી અભયારણ્ય?
Social Media
દરિયાઈ પાણીની ખારાશને રોકવા તેમજ મીઠા પાણીને દરિયામાં ભળી જતું અટકાવવા સને 1920માં જામનગરના રાજવી જામ રણજીતસિંહજીએ ઓખા થી નવલખી સુધીનો બંધ બનાવ્યો હતો. જે બંધમાં કાલિંદી તથા રૂપારેલ નદીના પાણીનો સંગ્રહ થતા ધીરે ધીરે આ સ્થળે દેશ-વિદેશના પક્ષીઓ આવવા લાગ્યા હતા અને સમય જતાં યાયાવર પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું સ્થળ બન્યું હતું અને વર્ષ 1982માં આ સ્થળને રાજ્ય સરકાર દ્વારા અભ્યારણ તરીકે જાહેર કરાયું હતું.
Social Media
ખીજડીયા પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજજો મળતાં વિદેશી પ્રવાસીઓ તથા પક્ષીપ્રેમીઓને આ અભયારણ્યની જૈવિક વિવિધતા તથા ઇકો-સિસ્ટમ તેમજ દુર્લભ પક્ષીઓને જોવાનો અનેરો લ્હાવો મળશે. 300થી વધુ પ્રકારના પક્ષીઓ અને 29 જેટલી દુર્લભ ગણાતી પ્રજાતિઓ તેમજ ખીજડીયાનો ‘રાજા’ ગણાતું પક્ષી કાળી ડોક ઢોંક તથા બ્લેકનેક સ્ટોર્ક, ગ્રેટ ક્રિસ્ટેડ ક્રિપ, કોમન પોચાર્ડ, વાઇટ આઇવીસ, ડાઇમેશન, પેલિકન વગેરેનો લ્હાવો મળી શકશે. શિયાળાની શરૂઆત થતાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, મોંગોલિયા, સાઇબેરિયા, ઈરાન, સાઉથ આફ્રિકા સાઉથ અમેરિકા તેમજ યુરોપ ખંડના દેશોમાંથી માઇગ્રેટ થઈ પક્ષીઓ ખીજડીયા અભ્યારણ્ય ખાતે આવે છે.
Social Media
પક્ષીઓ ઉત્તર તરફથી દક્ષિણ તરફ જ્યારે પ્રયાણ કરતા હોય છે ત્યારે ઇન્ડો-એશિયન ઉડ્ડ્યન માર્ગના મધ્યમાં આવતું હોવાના કારણે પક્ષીઓ માટે આ સ્થળ પસંદગીનું બન્યું છે. જેમાંના અનેક દેશોના પક્ષીઓ સમગ્ર શિયાળો આ સ્થળે જ વિતાવે છે. ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર-રાજકોટ હાઇવેથી ૩ કિ.મી. દૂર આવેલુ છે.ખીજડીયા ગામ જવાના રોડ્થી અહીં સરળતાથી પહોંચી શકાય છે. જામનગર શહેરથી તેનું અંતર અંદાજીત 12 કિ.મી. જેટલુ છે.

ગુજરાતમાં સૌ પ્રથમ વડોદરાના વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં ઇન્ક્યુબેટર થકી બતકના ઇંડાનું સેવન

વન્યજીવ સુરક્ષા કેન્દ્રને દાનમાં હેચર ઇન્ક્યુબેટરમાં રખાયેલા 16 પૈકી 10 ઇંડામાંથી બતકના બચ્ચા બહાર આવ્યા

અહીં કમાટી બાગ પાસે આવેલા સામાજિક વનીકરણ વિભાગના વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે ગુજરાતમાં સૌ પ્રથમ વખત કૃત્રિમ પદ્ધતિથી બતકના ઇંડાને સેવીને બચ્ચાને જન્મ આપવામાં આવ્યો છે. કુદરતી પરિબળોને કારણે સેવી ન શકવાને કારણે આ બતકના ઇંડાને અહીં લાવવામાં આવ્યા હતા. જેને હેચિંગ ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા હતા. તે બાદ બચ્ચા ઇંડા ફોડીને બહાર આવ્યા છે.
Social Media
બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી નામની સંસ્થાના સંચાલક પ્રતીક લાકડાવાલાએ સામાજિક વનીકરણ વિભાગને પક્ષી, સરિસૃપોના ઇંડા કૃત્રિમ રીતે સેવવા માટે બેએક લાખની કિંમતનું ઇન્ક્યુબેટર હેચર દાનમાં આપ્યું છે. તેને વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું છે. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આ કેન્દ્ર ખાતે ઘાયલ પશુપક્ષીઓની સારવાર કરવામાં આવે છે. હવે થયું એવું કે વડોદરાના એક સદ્દગૃહસ્થને ત્યારે પાળવામાં આવેલા બતકે 16 ઇંડા મૂક્યા. પણ, બતક ઇંડાને સેવતી જ નહોતી. કોઇ હુમલાખોર પ્રાણીના ભયના ઓથાર હેઠળ પ્રકૃતિસહજ ઇંડાને સેવતું નહોતું. એથી આ 16 ઇંડાને વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા. ઇંડાને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવ્યા. તેમ પરિક્ષેત્ર વન અધિકારી સુશ્રી નિધિ દવેએ જણાવ્યું હતું.
Social Media
આ ઇન્ક્યુબેટરની વિશેષતા એ છે કે તેમાં 20 પ્રકારના પક્ષીઓ અને સરિસૃપો ઇંડાઓને સેવી શકાય છે. જેના ઇંડા રાખવાના હોઇ તેની સ્વીચ દબાવી મૂકવાના હોઇ છે. બતકના ઇંડાને 98.2 ફેરનહિટ કે 37 ડિગ્રી સેલ્સીયસ તાપમાન રાખવા પડે છે. સાથે, ઇન્ક્યુબેટર અંદર ભેજનું પ્રમાણ 60 ટકા જાળવી રાખવું પડે છે. આવું વાતાવરણ સામાન્ય રીતે બતકનું હોય છે. તેની અંદર ઇંડા તાપમાન મુજબ ફર્યા કરે એવી વ્યવસ્થા છે. લાડકાવાલાએ કહ્યું કે, સામાન્ય રીતે ત્રીસેક દિવસે બતકના બચ્ચા ઇંડામાંથી બહાર આવવા લાગે છે. અહીં 28 દિવસે પ્રથમ બચ્ચું ઇંડાની કાચલી તોડી બહાર આવ્યું અને તે બાદ બેત્રણ દિવસમાં બીજા 9 બચ્ચા પ્રગટ્યા. હજુ છ ઇંડાને તેમાં રાખવામાં આવ્યા છે. તાજા જન્મેલા બચ્ચાને બ્રૂડરમાં રાખવામાં આવે છે. બહારના વાતાવરણ સાથે જ્યાં સુધી અનુકુલન સાધી ન લે ત્યાં સુધી બ્રૂડરમાં રાખી તેને ડ્રોપ કે ઇન્જેક્શન દ્વારા ખોરાક આપવામાં આવે છે. સામાન્ય રીતે બજારમાં મળતા ખાસ પ્રકારના દાણા જ આપવામાં આવે છે.
Social Media
રસપ્રદ વાત તો એ છે કે, બચ્ચાને જ્યારે બ્યુડરમાંથી બહાર લાવી માતા પાસે રાખવામાં આવે તો તેની માતા તુરંત પોતાના બચ્ચાને ઓળખતી નથી. ચારેક કલાક બાદ બચ્ચાના શરીરમાં રહેલી માનવગંધ ઓસર્યા બાદ ધીમેધીમે બચ્ચાને સ્વીકારતી જાય છે. એથી જ ઇન્ક્યુબેટરમાંથી બચ્ચાને બહાર કાઢ્યા બાદ તેની એક જ વ્યક્તિ દ્વારા સંભાળ લેવામાં આવે છે. વન્યજીવ સુરક્ષા કેન્દ્રમાં કૃત્રિમ પદ્ધતિથી સેવાયેલા આ બતકબાળોને તેમની માતા પાસે રાખી દેવામાં આવ્યા છે. આ પ્રકારે સમગ્ર ગુજરાતમાં ઇન્ક્યુબેટરમાંથી બચ્ચાને જન્મ આપનાર વડોદરા સામાજિક વન વિભાગ પ્રથમ છે.

સિંહ કોને જોઈ ને મૂંઝાઈ ગયો ? જાન બચાવવા મરણીયા પ્રયાસ નહિ સમજ ને ધીરજ ની જરૂર

સમજદારી વાપરો તો સામે ગીર જંગલનો રાજા હોય ને તો પણ જાન બચાવી શકાય, ભગવાને આપેલ શક્તિનો ખરા સમયે સદુપયોગ

આ ઘટના છે ગીર જંગલ ની ગિર જંગલમાં રાઉન્ડ માટે નીકળેલા ગીર સાસણના મુખ્ય અધિકારી ડૉ મોહન રામ અને તેની ટીમે એક અલભ્ય ઘટના કેમેરામાં કેદ કરી છે. એ હંમેશા કંઈક અલગ અંદાજ થી જંગલ ને જાણે છે અને માણે છે. તેમણે આ રોચક આખી ઘટના વિશે કહ્યું કે..
Dr, Mohan Ram, DCF Sasan Gir
કમલેશ્વર ડેમના તટ પર રમતા ફરતા ત્રણ સિંહો એ અચાનક એક કાચબો જોયો જે તટ પર વિહરતો હતો. અચાનક એક સિંહ તેની તરફ ગયો અને પકડવાની કોશિશ કરી પણ કાચબા એ તેની સમજદારી બતાવી અને તરતજ મોં અને પગ શરીરમાં અંદર છુપાવી લીધા. સિંહે પણ તેને ચાલતાજોયો હતો આથી હવે તે મુંજાયો અને કાચબાને આમ તેમ ઉલ્ટાવી જોયો પણ સમજ ન પડી કે આ છે શું એટલે મૂકી ને દૂર જઇ બેસી ગયો.
Dr, Mohan Ram, DCF Sasan Gir
આ દ્રશ્ય જોતા અન્ય બે સિંહો મનથી એક કાચબા નજીક આવ્યો અને કાચબાને ઉપાડી 12 થી 15 મિટર દૂર લઈ જઈ ઉલટપુલટ કરી જોયો કે કદાચ એ મોં બહાર કાઢે તો કારણકે જરૂરી સમયે કાચબો પોતાની જાત ને સખત બનાવી રાખે છે જાણે કે પથ્થર જ હોય.સિંહ મૂંઝાઈ ગયો અને એ પણ દૂર જઈ બેસી ગયો આખરે ત્રીજો સિંહ આવ્યો અને તેણે તો કાચબાને ઉલ્ટાવી તેના પર પગ રાખી ચેક કર્યું તો પણ કાચબાએ મોં બહાર ન કાઢ્યું 3 સિંહો એ ઘણા પ્રયત્ન કર્યા આખરે થાકી ને દૂર બેસી કાચબા તરફ કુતૂહલતા પૂર્વક જોઈ રહ્યા કાચબાએ પણ થોડીવાર બાદ મોં બહાર કાઢી જોઈ લીધું કે આસપાસ કોઈ નથી.
Dr, Mohan Ram, DCF Sasan Gir
આખરે ધીમે ધીમે ગભરાઈ ને પાણી તરફ ચાલતો થયો. આ ક્ષણે સિંહો નું ધ્યાન બીજે હતું. પણ પાણી માં અવાજ થતા જ સિંહો ને ખ્યાલ આવ્યો કે કાચબો પાણી માં જતો રહ્યો તો એક સિંહ પાણી તરફ ગયો ને પાણી માં કાચબાની શોધ કરી પણ નિશ્ફળ રહ્યો ફરી ત્રણે સિંહ પાણી પાસે થોડીવાર કાચબા ની રાહ જોઈ રહ્યા પણ કાચબો બહાર ન આવતા નિરાશ થયાને જંગલ તરફ જતા રહ્યા. કાચબા એ ધીરજ અને સમજદારી થી સિંહ નોશિકાર બનતા પોતાની જાત ને બચાવી. આવું રેર કેસ માં બને છે. જો જંગલ, નદી કે સમુદ્ર ક્યાંય પણ હો ખૂબ શાંતિ અને ધીરજ થી અવલોકન કરો તો આવી રેર ઘટનાઓ જોવાનો લ્હાવો અચૂક મળે છે.કુદરતી ની આ કમાલ જોવાની મજા અનેરી હોય છે.