જાણો, સસ્તન પ્રાણીઓમાં અવાજ સાંભળવામાં ઉસ્તાદ પ્રાણીઓ વિશે
સસ્તન પ્રાણીઓમાં સાંભળવા માટે બહાર દેખાય તેવા બે કાન હોય છે. મોટા ભાગે કાન માથા પર આંખોની નજીક હોય છે. સસ્તન સિવાયના પ્રાણી જગતમાં વિવિધ છિદ્રો કે ચામડી પરના કોષો સાંભળવાનું કામ કરે છે.
કાનની રચના એવી હોય છે કે બહારના અવાજ એકઠા કરીને જ્ઞાાનતંતુઓ દ્વારા મગજ સુધી પહોંચાડે. દરેક પ્રાણી પોતાની જરૂરિયાત મુજબ અવાજ સાંભળી શકે છે. માણસ અલ્ટ્રા સાઉન્ડ સાંભળી શકતો નથી. પ્રાણીઓને પોતાના રક્ષણ અને ખોરાકની શોધ માટે સાંભળવા ઉપર પણ આધાર રાખવો પડે. કુદરતે વિવિધ પ્રાણીઓમાં સાંભળવાની અદ્ભૂત શક્તિઓ આપી છે.
બિલાડી અને કૂતરા અત્યંત સુક્ષ્મ અવાજ સાંભળી શકે. એક પાંદડુ હલે તો ય બિલાડીના કાન સરવા થઈ જાય. ઉંદરના કાનની અંદરનું પોલાણ પહોળું હોવાથી તે બહારના અવાજને 100 ગણા મોટા સાંભળી શકે છે.
આફ્રિકાના ઈયર્ડ ફોક્સ પોતાના કાન જમીન તરફ વાળી શકે છે. સસલા પણ કાનની દિશા બદલી શકે છે. ચામાચિડિયા તો અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકે અને પેદા પણ કરી શકે છે. માછલીને કાન હોતા નથી પણ કેટલીક માછલી ચામડીના કોષો દ્વારા અલ્ટ્રાસાઉન્ડનો અનુભવ કરી શકે છે.
કુદરતની કરામત: સિગ્નેચર સ્પાઇડર કોઈએ સહી કરી હોય એવી જાળ ગુંથે છે
ભક્ષક જીવોને ભૂલાવામાં નાંખવા ઝીગઝાગ પેટર્ન બનાવે છે.
બચપણમાં એક કવિતા ભણવામાં આવતી.કરતા જાળ કરોળિયો, ભોંય પડી પછતાય, વણ તૂટેલા તાંતણે,ઉપર ચડવા જાય આ કવિતામાં કવિ પરિશ્રમી કરોળિયાનો દાખલો આપી જીવનમાં સફળતા મેળવવા નાની મોટી નિષ્ફળતાઓથી વિચલિત થયા વગર જાળ ગૂંથતા કરોળિયાની માફક સતત પ્રયત્ન કરો એવો બોધ આપે છે.
આ વાત એટલે યાદ આવી કે વડોદરા વન વિભાગની સયાજીબાગ નર્સરી ખાતે પરિક્ષેત્ર વન અધિકારી ડો.નિધિ દવેએ એક જાળ ગૂંથતા કરોળિયાનો ફોટો લીધો જેનું નામ સિગ્નેચર સ્પાઇડર એટલે કે સહી કરતો કરોળિયો છે.
સહી કરતો કરોળિયો..નામ જ આશ્ચર્યજનક છે ને..એટલે ડો. નિધીને કુતૂહલ સાથે પૂછ્યું…
તેમણે જણાવ્યું કે આમ તો આ કરોળિયો ગુજરાતમાં જોવા મળે છે પણ અન્ય કરોળિયાથી એ અલગ એ રીતે છે કે આ કરોળિયો ઝિગઝાગ પેટર્ન માં જાળની ગૂંથણી કરે છે. સફેદ રંગની તેની જાળ કોઈએ સહી (સિગ્નેચર) કરી હોય એવી દેખાતી હોવાથી તેને આ કુતૂહલ પ્રેરક નામ મળ્યું છે.
ભક્ષક જીવોને ભુલાવામાં નાંખીને પોતાને સુરક્ષિત રાખવા તે આ પ્રકારની જાળ બનાવે છે. તેમણે તેની વધુ એક જોખમી ખાસિયત પણ જણાવી કે આ પ્રજાતિના કરોળિયામાં નર કરતાં માદાનું કદ મોટું હોય છે અને સાવધાન આ પ્રજાતિમાં સંવનન(મેટીંગ) પછી માદા નરને મારી નાંખે છે.ખરેખર પ્રકૃતિની વિવિધતા અપરંપાર છે એટલે જ પ્રકૃતિના સંરક્ષણમાં જ સાર છે. વન અધિકારીમાં વન,પર્યાવરણ અને પ્રકૃતિ માટે પ્રેમ અને વિસ્મય બંને હોવાં જોઈએ. ડો.નિધિ દવેની સહી કરતા કરોળિયાની આ તસવીર તેની અનુભૂતિ કરાવે છે.
ભારતમાં અસંખ્ય પ્રજાતિના સાપો છે પરંતુ તેમાંથી માત્ર 28 પ્રજાતિ જેટલા સાપ જ ઝેરી
ભારતમાં સર્પદંશની ઘટનાઓ અંગે વાત કરીએ તો વિશ્વમાં સાપ કરડવાના અને તેને લીધે થતાનું મૃત્યુનું સૌથી વધારે પ્રમાણ ભારતમાં છે. ખેડૂતો, શ્રમિકો, પશુપાલકો, સાપથી બચાવનારા લોકો, આદિવાસી તથા દુર્ગમ કે અંતરિયાળ વિસ્તારોમાં વસવાટ કરતાં લોકો સૌથી વધારે ભોગ બને છે.
મુંબઈ સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રિસર્ચ ઈન રિપ્રોડક્ટિવ હેલ્થની માહિતી પ્રમાણે ભારતમાં વર્ષ 2000થી 2019 વચ્ચેના ગાળામાં એટલે કે 20 વર્ષના ગાળામાં ભારતમાં સાપ કરડવાને લીધે આશરે 12 લાખ લોકોના મોત થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ દેશમાં સર્પદંશને હાઈ-પ્રાયોરિટી નેગ્લેક્ટેડ ટ્રોપિકલ ડિસિસ તરીકે ગણાવ્યો છે. વર્ષ 2020માં ભારતમાં વર્ષ 2000થી 2019 દરમિયાન સર્પદંશથી થતા મૃત્યુ અંગેના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ભારતમાં સર્પદંશના જે 28 લાખ કેસ સામે આવ્યા હતા તે પૈકી 12 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જુલાઈ,2020ની માહિતી પ્રમાણે છેલ્લા એક વર્ષમાં સર્પદંશને લીધે થયેલા કુલ મૃત્યુ પૈકી 94 ટકા મૃત્યુ ગ્રામીણ ભારતમાં થયા હતા. સૌથી આઘાતજનક બાબત એ હતી કે કુલ મૃત્યુ પૈકી 70 ટકા મૃત્યુ દેશના આઠ રાજ્ય-બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ,, ઓડિશા, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં થયા હતા.
સર્પદંશની સારવાર માટે એન્ટી સ્નેક વેનમ સીરમ નો ઉપયોગ કરવામાં આવે છે.એન્ટી વેનમ સાપના ઝેરમાં ભળીને તેને નિષ્ક્રિય કરી દે છે,જેને લીધે સાપના ઝેરને લીધે શરીરમાં જે નુકસાન થઈ રહ્યું હોય છે તેને અટકાવી શકાય છે. https://wildstreakofnature.com/gu/learn-about-the-green-mamba-snake-as-the-name-implies/અલબત ઝેરને લીધે અગાઉ શરીરમાં જે નુકસાન થઈ ચુક્યું હોય છે તેને સુધારી શકાતું નથી. જેથી સાપ કરડવાના સંજાેગોમાં દર્દીને શક્ય એટલા જલ્દીથી સારવાર મળે તે ખૂબ જ જરૂરી હોય છે. દેશમાં સર્પદંશની કુલ ઘટના બને છે તે પૈકી મોટાભાગની ઘટના દક્ષિણ-પૂર્વ ચોમાસાની સિઝનમાં એટલે કે જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના દરમિયાન બને છે, આ સમયગાળા દરમિયાન વિવિધ પ્રકારના સાપ અને માનવીનો ઘરે તથા બાહ્ય ભાગોમાં વધારે પ્રમાણમાં એકબીજાના સંપર્કમાં આવી જતા હોય છે. આ સમયગાળામાં વધારે પ્રમાણમાં વિવિધ પ્રકારના સાપ દરમાંથી બહાર આવતા હોય છે.
ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે આશરે 8,700 લોકોના મોત થયા હતા, જ્યારે આંધ્ર પ્રદેશમાં આશરે 5,200 અને બિહારમાં આશરે 4,500 લોકોએ સર્પદંશને લીધે જીવ ગુમાવ્યા હતા. પ્રત્યેક વર્ષે સમગ્ર વિશ્વમાં 54 લાખ લોકો એટલે કે 5.4 મિલિયન લોકોને સર્પદંશની એટલે કે સાપ કરડવાની ઘટના બનતી હોય છે, આ પૈકી 18 લાખથી 27 લાખ કિસ્સામાં ઝેરની જીવલેણ અસર થાય છે. જેમાંથી આશરે 81000થી 1.37 લાખ જેટલા કિસ્સામાં મૃત્યુ થાય છે. આ ઉપરાંત સાપ કરડ્યાં બાદ કોઈ વ્યક્તિ બચી જાય છે તો તેવા સંજાેગોમાં તેના આરોગ્ય પર આજીવન કેટલીક વિઘાતક અસરો રહે છે. જેમ કે શરીરનો અસરગ્રસ્ત ભાગ કાપવો પડે, ઝેરની અસર ધરાવતા ભાગમાં વિકાર સર્જાય, નેત્રહીનતા, કિડની સંબંધિત સમસ્યા તથા મગજ પર આડઅસર સર્જાય છે. આ એક એવી જીવલેણ ઘટના છે કે જેનો ભોગ ખાસ કરીને ગરીબ, શ્રમિકો કે આર્થિક રીતે નબળા લોકો તથા પ્રવાસી લોકો બનતા હોય છે.
અહિંયા સફેદ વાઘણે 2 બચ્ચાને આપ્યો જન્મ, બાળકોને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રખાશે
ગાંધી પ્રાણી ઉદ્યાનમાં સફેદ વાઘણ મીરાંએ 2 બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાથે જ તેમની ફેમિલી 8ની થઈ ગઈ છે. 2 બચ્ચામાંથી એક બચ્ચું સફેદ અને બીજું પીળા રંગનું જોવા મળી રહ્યું છે. મીરાં અને નર લવના માધ્યમથી જન્મેલા આ બંને બાળકો સંપૂર્ણરીતે સ્વસ્થ છે. ઝૂ મેનેજમેન્ટ આ બંને નાના બચ્ચાની વિશેષ રીતે દેખરેખ રાખી રહ્યા છે. તેમને 40 દિવસ સુધી હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે.
આ પહેલા વર્ષ 2018માં મીરાંએ 3 બચ્ચાને જન્મ આપ્યો હતો, જેનાથી હવે ગાંધી પ્રાણી ઉદ્યાનમાં વાઘની ફેમિલી સતત વધી રહી છે, જે પ્રવાસીઓને આકર્ષિત કરી રહી છે. ઝૂના ડોક્ટર્સ અનુસાર, અત્યારે માદા મીરાંને હલ્કું ભોજન જેવું કે, ચીકન સૂપ, દૂધ, બાફેલા ઈંડા આપવામાં આવી રહ્યા છે.
ગ્વાલિયરના ઝૂમાં વર્ષ 2010માં નવી દિલ્હીના નેશનલ ઝૂલોજિકલ પાર્કથી વ્હાઈટ ફિમેલ ટાઈગર યમુના ગ્વાલિયર લાવવામાં આવી હતી. ત્યારબાદથી સંરક્ષિત અન્ય વન્ય જીવ વાઘના સમુહ સતત વધારી રહ્યા છે. અત્યાર સુધી ત્રણ મેલ અને ત્રણ ફિમેલ ટાઈગર સહિત 2 બચ્ચા ઝૂની શોભા વધારી રહ્યા છે. ઝૂ મેનેજમેન્ટ બંને નાના બચ્ચાઓના આરોગ્ય પર વિશેષ દેખરેખ કરી રહ્યું છે.
