કોરોના મહામારીએ માત્ર સામાન્ય નાગરીકો જ નહીં પરંતુ એશીયાઈ સાવજોના વસવાટ સ્થાનને પણ અસર કરી છે. ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં અર્ધોઅર્ધ ઘટાડો થયો છે. આ કારણોસર અભ્યારણ્યની આવકમાં ઘટાડો છે.
વર્ષ 2020 માં કોરોનાનો પગપેસારો થયા બાદ દેશ વ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારપછી પણ નિયંત્રણાત્મક પગલાઓ ચાલુ જ હતા. અભ્યારણ્ય પણ બંધ હતું એટલુ જ નહિં લોકો પણ ઓછા બહાર નિકળતા હતા. આ સ્થિતિમાં ગત સાલ દરમ્યાન ગીર અભ્યારણ્યમાં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 2.45 લાખ હતી. 2019 માં 5 લાખ પ્રવાસીઓ આવ્યા હતા. અભ્યારણ્યની આવક પ્રવાસી આધારીત જ હોવાનું સ્પષ્ટ છે. 2019 માં ગીર અભ્યારણ્યની આવક 10.90 કરોડ હતી તે 2020 માં ઘટીને 5.31 કરોડ હતી.
રાજ્ય સરકાર સિંહ દર્શનને પ્રાધાન્ય આપી રહી છે. તેવામાં છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી છે. જેમાં વર્ષ 2019માં સરકારને 10 કરોડ 90 લાખ અને વર્ષ 2020માં પાંચ કરોડ 31 લાખથી વધુની આવક થઈ છે. ધારાસભ્ય ભગાભાઈ બારડના સવાલમાં સરકારે વિધાનસભા ગૃહમાં લેખિતમાં જવાબ આપ્યો હતો.
વર્ષ 2019
સિંહ દર્શન માટે 92,253 પરમીટ ઈશ્યુ થઈ
5.29 લાખ પ્રવાસીઆેની મુલાકાત
સરકારને રૂ. 10.90 કરોડની આવક
વર્ષ 2020
સિંહ દર્શન માટે 44,512 પરમીટ ઈશ્યુ થઈ
2.45 લાખ પ્રવાસીઓની મુલાકાત
સરકારને 5.51 કરોડની આવક
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં કુલ સાત લાખ 74 હજાર પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્યની મુલાકાત લીધી હતી.
સામાન્ય રીતે ગીધ(vulcture) એક એવું પક્ષી છે જે ભાગ્યે જ કોઈને ગમતું હોય ગીધ(vulcture) દેખાવે સાવ સામાન્ય લાગતું ગીધ અલાયદુ રહેવા વાળુ પક્ષી છે. ગીધ(vulcture) એક શિકારી પક્ષી છે.
લગભગ દરેક પક્ષી કે પ્રાણીનું માસ આરોગી શકતું હોય છે. વળી સમાન્ય રીતે ગીધ અન્ય પક્ષીઓની જેમ સુંદર નથી હોતું અથવા તો કોઈ જોનારને પહેલા નજરમાં પસંદ પડે એવું પક્ષી નથી ગીધ કદરૂપાની સાથે સાથે ડરામણા પણ હોય છે. પરંતુ ગીધ(vulcture)ની એવી એક પ્રજાતી છે કે જેની ગણતરી સૌથી દેખાવડા ગીધ(vulcture) તરીકે થાય છે.
WSON Team
મેકિસકોના આર્જેન્ટીના અને દક્ષિણ અમેરિકાના જંગલમાં રહેતા કિંગ વલ્ચર( King vulcture) નામના ગીધ રૂપાળા અને દેખાવડા ગીધ છે. તેને પહેલીવાર જોતા તમને તે ગીધની પ્રજાતી બિલકુલ નહી લાગે કારણ કે શરીરે સફેદ રંગ સાથે કાળા ટપકાં ધરાવતા હોય છે.
તેમજ તેની ડોક અને માથા ઉપર કેસરી અને પીળા રંગની છાંટ તેને રાજા એટલે કે કિંગ જેવો દેખાવ આપે છે. તેની ચાંચ પણ કેસરીયા રંગની હોય છે જે તેની શોભામાં વધારો કરે છે. કિંગ વલ્ચર( King vulcture)ના સુંદર દેખાવને કારણે જ તેનું નામ કિંગ વલ્ચર રાખવામાં આવ્યું છે.
કિંગ વલ્ચર( King vulcture) વિષે થોડું જાણીએ:
WSON Team
કિંગ વલ્ચર( King vulcture)ની નજર ખુબ જ તીક્ષ્ણ હોય છે બીજા ગીધ કરતાંય સરખામણીમાં કિંગ વલ્ચર( King vulcture) વધારે તીક્ષ્ણ દ્રષ્ટિ ધરાવતા હોય છે .તે ઉંચે આકાશમાં ઉડતું હોય ત્યાંથી જમીન ઉપર રહેલા પોતાના નાનામાં નાના શિકારને પણ સહેલાઈથી જોઈ શકે છે.
કિંગ વલ્ચર( King vulcture) આકાશમાં પાંખો હલાવ્યા વગર કલાકો સુધી હવામાં ઉડી શકે છે. તે પોતાની રહેઠાણ વ્યવસ્થા અન્ય પક્ષીઓની જેમ ઝાડ ઉપર પણ જમીન પર કર છે. જમીન ઉપર પથ્થરોને એક બીજા પર ગોઠવીને પોતાના માટે રહેઠાણ બનાવે છે.
દક્ષિણ અમેરિકાની પ્રાચીન સંસ્કૃતિમાં કિંગ વલ્ચરને દેવદુત ગણવામાં આવતાં હતાં. તે લોકો આ પક્ષીને ખુબ માનતા હતા.
કિંગ વલ્ચર( King vulcture) 30થી 32ઈંચ લાંબા હોય છે. તેની પાંખો એક મીટર ઘેરાવાણી વિશાળ હોય છે. તેની પાંખોના પીંછા આગળથી કાળા હોય છે. તેની ચાંચના ઉપરના ભાગમાં પીળા અને સોનેરી રંગની કલગી હોય છે.
કિંગ વિલ્ચર( King vulcture) પક્ષી ભલે શરીરે દેખાવડું હોય પણ તે સ્વભાવે ગીધની જ પ્રકૃતિ ધરાવે છે. મુળ તે જ પ્રજાતિનું હોવાથી તે પણ માંસાહારી છે. અને મોટેભાગે મૃત પ્રાણીના શરીરને ફોલી ખાય છે. અને પોતાનું પેટ ભરે છે.
અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના હેમાલ ગામમાં ૨૪ કલાક પહેલાં ત્રણ વર્ષની બાળકીને મારનારા દીપડાને પકડવા વનવિભાગની ટીમ સતત દોડતી હતી. જાફરાબાદ વનવિભાગની ટીમ અને અન્ય વનવિભાગની મદદ મેળવી અલગ અલગ પાંજરા ગોઠવી દીધા હતા અને મોડી રાતે વનવિભાગે દીપડાને પાંજરામાં પુરી દીધો હતો.
ત્રણ વર્ષની બાળકીને દીપડાએ મારતાં આસપાસના ગામો અને સ્થાનીક લોકો ફફડી ઉઠ્યા હતા. ત્યારે વનવિભાગ ટીમ દ્વારા દીપડાને પકડવા પાંજરામાં કેમેરા મૂકી સતત લોકેશન મેળવતા હતા. દીપડાની ગતિવિધિ પર વનકર્મી સતત વોચ રાખતા હતા અને દીપડો નજર ચુકી અન્ય વિસ્તારમાં ન જાય તેની સતત તકેદારી રાખતા હતા. જ્યારે આખરે મોડી રાતે વનવિભાગનુ ઓપરેશન પાર પડતા સ્થાનિકો અને વનવિભાગએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણોને કારણે કેવડિયા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ બન્યું છે. ત્યારે અહીં આવનારા લોકો જંગલ સફારીની મુલાકાત લેવાનું જરાય ચૂકતા નથી. કુદરતના સાનિધ્યમાં નવા નવા જંગલી પ્રાણીઓને જોઈ લોકોનું મન પ્રફુલ્લિત થઈ જાય છે. પ્રવાસીઓનો આ ઉત્સાહ જળવાઈ રહે તે માટે જંગલ સફારીમાં કેટલાક સમય પહેલા જ બ્લેક પેન્થર અને હિપ્પોપોટેમસ લાવવામાં આવ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ નર્મદા ડેમની નજીકમાં જનગણ સફારી પાર્ક બનાવવામાં આવ્યું. જંગલ સફારી બન્યાને 1 વર્ષ પૂર્ણ થવા આવ્યુ છે. 375 એકરમાં બનેલ જંગલ સફારી પાર્કમાં 1500 અલગ અલગ જાનવરો લાવવામાં આવ્યા હતા જેમાં હવે નવા બે જાનવરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આસામથી બ્લેક પેન્થર લાવવામાં આવ્યો છે.
જોકે ગુજરાતના કોઈ પણ ઝૂ માં બ્લેક પેન્થર ન હોવાના કારણે અહીં આવનાર પ્રવાસીઓ આ જાનવરને જોઈ ને ખુબ ખુશ થઈ રહ્યા છે અહીં જે બ્લેક પેન્થર છે તેનું નામ ” કાલી ” રાખવામાં આવ્યું છે. તેઓ મુખ્યત્વે આફ્રિકા, એશિયા, મધ્ય પૂર્વ ભારત, પાકિસ્તાન, ચીન, સાઈબિરીયા અને દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. કાળા દીપડાનું શરીર આખું કાળી રુવાંટીથી ઢંકાયેલું હોય છે. તેની રુવાંટી એટલી કાળી હોય છે કે આછા અંધકારમાં તેની ચમકતી આંખ સિવાય કંઈ જોઈ શકાય નહીં. તેના શરીર પરના કાળા આવરણને મેલાનિસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે. જે જાનવર ને ડિસ્કવરી ચેનલ અને ગૂગલમાં જોયું હતું તે હવે પ્રવાસીઓને લાઈવ જોવા મળી રહ્યું છે જેથી ખુબ ખુશ થયા છે.
બ્લેક પેન્થરને સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં માત્ર 4 દિવસ થયા હોય ત્યારે બીજું પણ એક જાનવર લાવવામાં આવ્યું છે જે છે હિપ્પોપોટેમસ જેને જૂનાગઢ સક્કર બાગ માંથી લાવવામાં આવ્યો છે જોકે હિપ્પોપોટેમસ હાલ નાનો છે જેથી તે પાણીમાં જ બેસી રહે છે. આમ તો હિપ્પોપોટેમસ વિશ્વનું ત્રીજા નમ્બરનું મહાકાય પ્રાણી છે તે ગરમીથી બચવા માટે પાણી માંજ બેસી રહે છે હિપોપોટેમસનું નામ ”છોટા ભીમ ” રાખવામાં આવ્યું છે.
ગુજરાતના પૂર્વીય પ્રવેશ દ્વારે અને પૂર્વ – દક્ષિણ ત્રિભેટે શિવ સુરક્ષા ચોકીઓ જેવા બાવકા અને હાંફેશ્વર ના શિવાલયો
આજે અતિ પવિત્ર શિવ મહિમા પર્વ ગણાતી મહા શિવરાત્રી છે ત્યારે ગુજરાતના બે શિવ તીર્થો નો પરિચય મેળવવા જેવો છે.ગુજરાતની સુરક્ષા કરતી શિવ ચોકીઓ જેવા આ તીર્થો પૈકી એક ગુજરાતનું પૂર્વીય પ્રવેશ દ્વાર ગણાતા દાહોદ થી સાવ અડીને આવેલું બાવકા નું પ્રાચીન શિવ મંદિર છે તો બીજું છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા મથક થી લગભગ 17 કિલોમીટર ના અંતરે,પૂર્વ દક્ષિણ સરહદી ત્રિભેટે,ઋષિ કલ્હંસ ની તપોભૂમિ નું હાંફેશ્વર શિવ મંદિર છે.
શિલ્પ અને સ્થાપત્ય ની બેનમૂન ધરોહર જેવું બાવકાનું શિવ મંદિર રાષ્ટ્રીય અગત્યના સ્મારકમાં સ્થાન પામ્યું છે અને તેના પત્થરો પર કંડારવામાં આવેલા યુગલ શિલ્પો ને લીધે ગુજરાતના ખજુરાહો તરીકે ઓળખાય છે. આ એક શિવ પંચાયતન પ્રકારનું શિવાલય છે . અવશેષો જોતાં જણાય છે વચ્ચેના મુખ્ય મંદિર ના ચારેય ખૂણે ચાર મંદિર હતાં જે હવે લગભગ નામશેષ થઈ ગયાં છે.
ઇસ્વીસન 1178 – 1240 દરમિયાન આ શિવાલય બંધાવ્યું હતું.
Hardik Parmar
એક શ્રધ્ધા કથા પ્રમાણે ભગવાન કામદેવે આ મંદિર નું નિર્માણ શરૂ કરાવ્યા પછી બાંધકામ અર્ધું છોડી દીધું હતું.
ઐતિહાસિક આધારો અનુસાર છેલ્લા ચૌલુકય સમ્રાટ ભીમ દ્વિતીય દ્વારા ઇસ્વીસન 1178 – 1240 દરમિયાન આ શિવાલય બંધાવ્યું હતું જે હવે તત્કાલીન શિલ્પ અને નિર્માણ કુશળતા ની અમૂલ્ય ધરોહર સમાન છે. આ મંદિર ની આસપાસ નું પરિદૃશ્ય ચોમાસામાં જ્યારે ઘનઘોર ઘટાઓ છવાઈ જાય ત્યારે ખૂબ મનોહારી બને છે.દૂરથી જોતાં ઊંચી ટેકરી પર ઉભેલું આ શીવધામ, જટાળા જોગી મહાદેવ એમની જટાઓ છોડીને ગંગા અવતરણ ને ઝીલવા ઉન્નત મસ્તકે ઊભા હોય એવો અહેસાસ થાય છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અહી જે કંઈ બચ્યું છે એને સાચવવા અને સંવર્ધિત કરવા કાર્યરત છે. પ્રાંગણમાં ઠેર ઠેર શિલ્પમંડિત પત્થર શિલાઓ વેરવિખેર જોવા મળે છે. દાહોદ જિલ્લા પ્રશાસને હાલમાં આ મંદિરની બાજુમાં વન ઉછેરીને તેને વધુ હરિત રમણીયતા આપવાનો પ્રયાસ આદર્યો છે.
Hardik Parmar
છોટાઉદેપુર જિલ્લાના હાંફેશ્વર ની વાત કરીએ તો આ જગ્યા ગુજરાત,મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર ની સરહદો નો ત્રિભેટો છે. માં નર્મદાને સરદાર સરોવર રૂપે લહેરાવા અને કચ્છ – રાજસ્થાન સુધી ટહેલવાની સગવડ કરી આપવા જાણે કે શિવ પિતાએ જગ્યા છોડીને ખસી જવાનું સ્વીકાર્યું હોય તેમ મૂળ પ્રાચીન મંદિર હાલ ડુબાણમાં ગયું છે.લોક કલ્યાણ માટે ભગવાન સ્થળાંતરીત થયાં હોય એવી આ ઘટના છે.
હાલ સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી દ્વારા નજીકના પાધર ગામે સોમનાથ શૈલીનું ભવ્ય મંદિર બાંધવામાં આવ્યું છે. જ્યાં કલ્હન્સ ઋષિના આરાધ્ય હંસેશ્વર દાદા બિરાજમાન થયાં છે.યાદ રહે કે આ વિસ્તાર એ ઋષિ ની તપોભૂમિ છે અને ભીમ પત્ની હિડિંબા ના વન તરીકે લોક વાયકાઓ માં જાણીતી છે.અમર અશ્વત્થામા આ વિસ્તારમાં હજુ વિચરણ કરે છે તેવી શ્રધ્ધા છે.અહી રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન ની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે. હંસેશ્વર નું લોકબોલી માં હાંફેશ્વર અપભ્રંશ થયું.બીજો મત એ પણ છે કે જ્યારે રસ્તાની સુવિધા ન હતી ત્યારે આ દુર્ગમ સ્થળે પહોંચતા હાંફ ચઢી જતો એટલે આવું નામ પડ્યું.
આ જગ્યાએ આદિવાસી સમુદાયની ઉદ્યોગ સાહસિકતા નો ઉજ્જવળ પુરાવો જોવા મળે છે.
Hardik Parmar
સરદાર સરોવર ની અગાધ જળરાશી ને લીધે ઉપરવાસ ના ગામોની રસ્તા માર્ગે સંપર્ક કડી તૂટી ગઈ ત્યારે એને ફરીથી જોડવા સાહસિક આદિવાસી યુવાનો એ સાદી અને યાંત્રિક હોડીઓ વસાવીને જળ માર્ગ શરૂ કર્યો જે આજે યાત્રીઓ ને નૌકા વિહારમાં પણ ઉપયોગી બની રહ્યો છે.ઉપરવાસ ના ગામો માટે તાલુકા મથક કવાંટ નો સોમવાર નો હાટ હજુ પણ પશુધન,જંગલ પેદાશો અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે વેપાર વિનિમય નું કેન્દ્ર છે.જ્યાં તેઓ હવે હોડીમાર્ગે હાંફેશ્વર આવીને જમીન માર્ગે આગળ ની સફર કરે છે.
એક સમયે જૂના મંદિર કડીપાની થી લગભગ ચાલતા જવું પડતું.માત્ર ટ્રકો અને ડંફરો જઈ શકતા.હવે ચોમાસાં સિવાયના મહિનાઓમાં રસ્તા માર્ગે અવર જવર શક્ય બની છે અને એસટી બસ સેવાઓ પણ ચાલે છે. આ કુદરત ની વચ્ચે આવેલા તીર્થ ધામો,પર્યાવરણ પ્રવાસ ધામો છે.તેમનું અનુસંધાન આપણા ભવ્ય ઐતિહાસિક વારસા સાથે છે.પ્રવાસીઓ અહીં કુદરત ના ખોળે પ્રભુ દર્શન નો આનંદ માણવા આવે,પ્લાસ્ટિક વેસ્ટ અને અન્ય પ્રકારનો કચરો ફેલાવી ગંદગી ના છોડી જાય એ ઇચ્છનીય છે.આવી શિસ્ત ચોક્કસ પણે શિવ પરમાત્મા ને પણ વધુ આનંદ આપશે.
Writer: Suresh Mishra, Nature lover and Traveller