ગુજરાતના જંગલમાં વાઘ ( Big Cat ) દેખાયો હોવાનો દાવો, વનવિભાગનું મોટાપાયે સર્ચ ઓપરેશન

એક જમાનામાં ગુજરાતમાં વાઘ( Big Cat ) હોવાની વાતો આજે થઈ રહી છે. ગુજરાતમાં 27 વર્ષ પહેલા ડાંગમાં વાઘ ( Big Cat )દેખાયો હતો અને ત્યાર બાદ આવરનવાર આદિવાસી વિસ્તારમાં વાઘ દેખાયાની વાતો સાંભળવામાં આવતી હતી. નિષ્ણાંત જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં અંદાજે છેલ્લે વર્ષ 1965-70માં વાઘ( Big Cat ) જોવા મળ્યો હતા. ત્યારબાદ ગુજરાતની જમીન પર કયારેય વાઘે દેખા દીધી નથી. ગુજરાતમાં 50 વર્ષ પહેલા ગુજરાતમાં વાઘ( Big Cat ) વસવાટ કરતા હતા. વિજયનગરથી લઈને ડાંગ સુધી વાઘ( Big Cat ) વસવાટ કરતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Social Media
ગુજરાતના ઈડરનાં જંગલોમાં વાઘ( Big Cat ) દેખાયાની વારંવાર વાતો સામે આવતી હતી. એકમાત્ર રાજ્ય જ્યાં એક સમયે ચિત્તા, વાઘ, સિંહ અને દીપડા વસાવાટ કરતા હતા. હાલમાં ગુજરાતમાં સિંહ અને દિપડા જ જંગલોમાં વસવાટ કરે છે. ત્યારે હવે વાઘ ફરી વખત ગુજરાતમાં દેખાતા વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કયાંક વાઘ( Big Cat )ના સુરાકો મળી શકે. ગુજરાતમાં વાઘ દેખાયો આ વાત કેટલી સાચી તે વન વિભાગની તપાસ બાદ સામે આવશે.
Social Media
મળતી માહિતી મુજબ મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગાઢ ગામ નજીક વાહન લઈને જતાં એક પસાર થતા હતા ત્યારે તે શિક્ષક દ્વારા રોડ પારથી સામે વાઘ( Big Cat ) નજરે પડ્યો હતો તે દરમ્યાન તે શિક્ષક દ્વારા મોબાઈલમાં ફોટા પાડવામાં આવ્યા હતા. બાદમાં આ ફોટો વાયુવેગે વાયરલ કરાયો હતો. જેને કારણે વાઘ( Big Cat ) આવ્યો હોવાની વાતનો લોકોમાં ભય પણ ફેલાયો હતો. તેને કારણે વનવિભાગની ટીમે આ મામલે સર્ચ હાથ ધર્યું છે.
Social Media
જોકે બહુ લાંબા સમય બાદ ગુજરાતની ઘરતી પર વાઘ( Big Cat ) દેખાયો છે. ત્યારે હકીકત શું છે તે જાણવા માટે અલગ અલગ ટીમ બનાવીને જંગલમાં તપાસ માટે વનવિભાગ કામે લાગ્યું છે. શિક્ષકે જે જગ્યાએ ફોટો પાડ્યો હતો તે જગ્યાએ વન વિભાગની ટીમે સર્ચ શરૂ કર્યું છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી સ્થાનિક શિક્ષકે વાઘ( Big Cat ) જોયો હતો તે જગ્યા પર શિક્ષકના નિવેદન લીધા હતા. તેમાં સ્થાનિક લોકોની પુછપરછ હાથ ધરાઈ છે.
Social Media
વન વિભાગ કાર્યરત થતા તે દિશામાં તપાસ હાથ ધરી હતી જે શિક્ષક દ્વારા વાઘ( Big Cat ) જેવું પ્રાણી જોયાનો દાવો કરાયો છે તે સ્થળ પર કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં પણ નાઈટવિઝન ધરાવતા કેમેરા મુકવામાં આવ્યા છે. જેને લઇને હાલ વનવિભાગ રાત્રીના સમયે ખાસ જગ્યા પર સર્ચ કરીને કોઈ પણ જાનવરના વાળના સેમ્પલ એકત્રિત કરીને લેબમાં તપાસ અર્થે મોકલી રહ્યું છે. હાલ એ સ્પષ્ટ છે કે તે ખરેખર વાઘ( Big Cat ) છે કે તેના જેવું પ્રાણીતે વનવિભાગે સ્પષ્ટ કર્યું નથી. ગુજરાતના જંગલોમાં છેલ્લે વર્ષ 1965-70ના સમય ગાળામાં વાઘ( Big Cat ) જોવા મળ્યો હતો. જોકે આટલા લાંબા સમયબાદ ગુજરાતની ધરતી પર વાઘ( Big Cat ) જોવા મળ્યોએ ખરેખર એક મોટી ઘટના ગણાવી શકાય.

સાસણ ગીર: એશિયાટીક સિંહોના મોત અટકાવવા હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવે- HC

સાસણ ગીર અભ્યારણમાં અકાળે એશિયાટીક સિંહોના મોત અટકાવવા માટે હાઈકોર્ટે હાઈપાવર કમિટીની રચના કરવાનું સૂચન કર્યું હોવાની વિગતો સામે આવી છે. હાઈ પાવર કમિટીમાં સરકાર પ્રજા અને તજજ્ઞો સહિતના તમામ લોકો ચર્ચા વિચારણા કરી રિપોર્ટ તૈયાર કરે જોકે આ મામલે વધુ સુનાવણી આગામી તા. 27મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટે સૂચન કરતા કહ્યું કે, એશિયાટીક સિંહોના ટ્રેન નીચે કપાઈ જવાથી વીજ કરન્ટ અને ખુલ્લા કુવામાં પડી જવાથી મોત નિજપે છે. જેને કઈ રીતે અટકાવી શકાય તે મામલે હાઈ-પાવર કમિટી યોગ્ય તપાસ કરે. હાઇકોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન કહ્યું કે, કોર્ટ મિત્ર જાતે સ્થળે જઈ તપાસ કરી અહેવાલ રજૂ કરે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઓવરલોડેડ રેલવે કોરિડોર બનાવવા પણ હાઇકોર્ટે રેલવે વિભાગને ભલામણ કરી હતી. ગીર અભ્યારણ અને આસપાસના વિસ્તારમાં એશિયાટીક સિંહોના મોત મામલે અગાઉ રેલવે મંત્રાલય દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામા થકી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેનની અડફેટથી એશિયાટીક સિંહોના મોત થતાં હોવાની વાત રેલવે વિભાગએ સ્વીકારી હતી. ગીર અભ્યાણમાં ખુલ્લા રેલવે વીજ વાયર અને ટ્રેકને લીધે અગાઉ અસંખ્ય એશિયાટીક સિંહોના થયા છે. રેલવે વિભાગે સોગંદનામામાં ગીરમાં આવન જાવન દરમિયાન ઇમરજેન્સી બ્રેકનો ઉપયોગ કરવાની છૂટ આપી હોવાનો આદેશ કર્યો હતો. અભયારણ્ય વિસ્તારમાં પસાર થતી વેળાએ ટ્રેન 45 કિમીથી ઉપર ગતિએ ન ચલાવવામાં એવી પણ રેલવે દ્વારા સૂચના આપવામાં આવી છે. પીપાવાવ પોર્ટમાં માલસમાનની હેરાફેરી દરમિયાન ઘણીવાર એશિયાટીક સિંહ અડફેટે આવી જતા હોવાની વાત પણ રેલવે વિભાગે કબૂલ કરી હતી.

બનાસકાંઠા: વિદેશી પક્ષીઓ બન્યા મહેમાન, બર્ડ વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે ઉત્તમ સ્થાન

ગુજરાત રાજયનો સરહદી બનાસકાંઠા જિલ્લો આમતો સુક્કો માનવામાં આવે છે. પરંતુ બનાસકાંઠા જીલ્લામાં પણ કુદરતે પ્રકૃતિ પાથરવામાં કોઈ કસર બાકી રાખી નથી તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા જળાશયમાં દર વર્ષે શિયાળા દરમ્યાન દેશ વિદેશથી હજારો લાખો માઈલોનું અંતર કાપી વિદેશી પક્ષીઓ ગુજરાત રાજયના મહેમાન બને છે. ત્યારે વન વિભાગ દ્વારા આ પક્ષીઓની ઓળખ અને ગણતરી શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાનાં દાંતીવાડા ખાતે બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી જળાશય યોજના દાંતીવાડા જળાશય યોજના આવેલી છે. દર વર્ષે ચોમાસામાં આ જળાશયમાં પાણી ભરાય છે. અને પાણી ભરાઈ ગયા બાદ શિયાળામાં અહી વિદેશથી માઈગ્રેટ થઈને દુર્લભ પક્ષીઓ આવતા હોય છે. શિયાળા દરમ્યાન ઉત્તર તરફ ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી જતાં ત્યાંથી માઈગ્રેટ થયેલા પક્ષીઓ દાંતીવાડા આવે છે. જેમાં જુદા જુદા પ્રકારના પક્ષીઓ હોય છે. મહત્વનું છે કે, આ પક્ષીઓનું અહી આવવાનું કારણ છે દાંતીવાડા જળાશય યોજના કારણ કે, પાણી તમામ સજીવો માટે ખૂબ જ મહત્વનુ માનવામાં આવે છે. અને જીવ સૃષ્ટિનો વિકાસ પણ પાણીના સ્ત્રોત પાસે જ થતો હોય છે. ત્યારે પક્ષીઓ માટે પણ પાણી એટલું જ જરૂરી છે. પરંતુ વાત કરીએ દાંતીવાડા જળાશયનીમાં દર વર્ષે શિયાળા દરમ્યાન આવતા પક્ષીઓની તો દર વર્ષે અહી અંદાજે 15 હજાર કરતાં પણ વધુ પક્ષીઓ આવતા હતા. જ્યારે આ વર્ષે ઓછો વરસાદ થવાના લીધે દાંતીવાડા જળાશયમાં પાણીનો સંગ્રહ પણ નહિવત પ્રમાણમા થયો હતો. જેના લીધે આ વર્ષે અંદાજે 7થી 8 હજાર જેટલા જ પક્ષીઓ આવ્યા હતા. આ પક્ષીઓ ક્યાં ક્યાથી માયગ્રેટ થઈને આવ્યા છે. અને તેની સંખ્યા કેટલી છે તેના માટે વન વિભાગની ટિમ દ્વારા એક ખાસ ગણતરી કરવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. સુકકા બનાસકાંઠા જીલ્લામાં પણ આટલું કુદરતી સૌંદર્ય કુટી કુટીને ભરવામાં આવેલું છે. અને પ્રકૃતિ પણ સોળેકળાએ ખીલેલી છે. તે અંગે લોકોને પણ ખબર પડે અને લોકો વધુને વધુ પ્રમાણમા અહી આવીને પ્રકૃતિનો આનંદ ઉઠાવી શકે તે માટે વન વિભાગની ટિમ દ્વારા પણ આ વિસ્તારના વિકાસ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બનાસકાંઠા જીલ્લામાં દાંતીવાડા જળાશય સહિત એવા અનેક સ્થળો છે કે જ્યાં, વિદેશથી પક્ષીઓ આવતા હોય છે. તેનું કારણ છે બનાસકાંઠા જિલ્લાની આબોહવા. બનાસકાંઠા જીલ્લામાં ઉનાળામાં અસહ્ય ગરમી પડે છે. શિયાળાની મૌસમ દરમિયાન અહીની આબોહવા એકદમ સુકકી થઈ જાય છે. શિયાળાની ઋતુ દરમિયાન ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે રહેતું હોવાના લીધે ઠંડા પ્રદેશના પક્ષીઓને અહીની આબોહવા અનુકૂળ આવતી હોવાના લીધે વિદેશી પક્ષીઓથી બનાસકાંઠા જિલ્લો ઉભરાઇ જાય છે. જોકે કુદરતને ચાહનારા અને પ્રકૃતિ પ્રેમીઓ અને ખાસ કરીને પણ બર્ડ વોચિંગનો શોખ ધરાવતા લોકો માટે આ સ્થળ ઉત્તમ સ્થાન છે. પ્રકૃતિ પ્રેમીઓએ શિયાળાની ઋતુમાં બનાસકાંઠા જિલ્લાની મુલાકાત અવશ્ય લેવી જોઇએ.

છોટાઉદ્દેપુર: દીપડાનો આતંક 2 બાળકો પર હુમલો 1 નું મોત

છોટાઉદ્દેપુર જીલ્લાના પાવીજેતપુર તાલુકામાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહી રહ્યો છે. ત્યારે આતંક ફેલાવનાર દીપડાને પાંજરે પુરવા પીંજરૂ મુક્યુ હોવા છતા દીપડો ઝડપાતો નથી પાવીજેતપુર તાલુકાના વાવડી તેમજ બાંડી ગામે આદમખોર દીપડાએ હાહાકાર મચાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. બાંડી ગામે સાત વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડયા બાદ એક ખેતરમાંથી અઢી વર્ષના બાળકને ઉઠાવીને દીપડો ફરાર થઇ ગયા બાદ તેને ગંભીર હાલતમાં મળી આવી હતી. જો કે તેને હોસ્પિટલમાં લઇ જતા રસ્તામાં બાળકનું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત માહિતિ મુજબ પાવીજેતપુર તાલુકાના વાવડી ગામે આદમખોર દીપડાનો ભય ગ્રામજનોને સતાવી રહ્યો છે ત્યારે આ ગામથી ખુબ જ નજીક બાંડી ગામે સાત વર્ષની બાળકી સાંજના સમયે ઘર આંગણે રમતી હતી. ત્યારે એકાએક આદમખોર દીપડાએ ત્રાટકી બાળકીને ગળાના ભાગેથી પકડી લેતા આજુબાજુના લોકોએ બુમાબુમ કરી પથ્થરો મારતા બાળકીને છોડી દીપડો ત્યાંથી ભાગી ગયો હતો.
WSON Team
આ ઘટના બાદ દીપડો ગામના ખેતરમાં પહોંચ્યો હતો અને એક ખેતરમાં અઢી વર્ષના બાળકને ઉઠાવી જંગલમાં ભાગી ગયો હતો. ખેતરમાં કામ કરતા માતા પિતા સહિત અન્ય લોકોને જાણ થતા તેઓ બાળકને છોડાવવા પાછળ દોડયા હતા. પરંતુ દીપડો બાળકને ઉઠાવી જવામાં સફળ રહ્યો હતો. દરમિયાન માસુમ બાળકને શોધવા માટે ગ્રામજનોએ અનેક ખેતરો તેમજ જંગલમાં તપાસ કરી હતી. જે ખેતરમાંથી બાળકને ઉઠાવ્યો હતો તેની નજીકના ખેતરમાંથીજ બાળક બેભાન હાલતમાં મળતા તેને તાત્કાલિક સારવાર અર્થે દવાખાને લઇ જવાતો હતો. ત્યારે રસ્તામાંજ તેનું મોત નિપજ્યું હતું. દીપડાએ વાવડી તેમજ બાંડી ગામે ત્રણ સ્થળે હૂમલો કરતા ગ્રામજનોમાં ગભરાટ ફેલાયો છે. વન ખાતા દ્વારા આદમખોર દીપડાને ઝડપી પાડવાના અનેક પ્રયત્નો ધરવા છતાં દીપડો હજું વનવિભાગની પકડથી દુર છે. દીપડાને પાંજરે પુરવા વનવિભાગ સતત પ્રયત્ન કરી રહ્યું છે.

સાસણ ગીર: વન્ય પ્રાણી સૃષ્ટિની અભુતપૂર્વ ઘટનાં દિપડાના બચ્ચાને સિંહણ માતાનો પ્રેમ

સાસણ ગીરના જંગલમાં વન્ય પ્રાણી સૃષ્ટીની અભુતપૂર્વ ઘટના સામે આવી છે. જેમાં એક એશિયાટીક સિંહણ પોતાના ત્રણ માસના બચ્ચાની સાથે દીપડાના બચ્ચાનું પણ વાત્સલ્યપૂર્ણ રીતે પાલન પોષણ કરી રહી છે. વન તંત્રના પાંચ છ દિવસના અવલોકન બાદ એશિયાટીક સિંહણનું અનોખુ માતૃત્વ સામે આવ્યું હતું. જોકે આ અભુતપુર્વ અને અસામાન્ય ઘટનાથી વનતંત્રના સ્ટાફમાં પણ આશ્ચર્ય છવાઈ ગયું હતું.
Social Media
સામાન્ય રીતે જંગલમાં હિસંક પ્રાણીઓમાં દોસ્તી કરતા દુશ્મની વધુ જોવા મળે છે. સિંહ અને દીપડા એક સાથે રહેતા નથી. સિંહ દીપડાને દુશ્મન ગણે છે ગીર જંગલમાં અવાર નવાર સિંહ સિંહણ દીપડાને મોતને ઘાટ ઉતારતા હોવાના બનાવ સામે આવ્યા છે. પરંતુ તાજેતરમાં ગીર પશ્ચિમ જંગલ વિસ્તારમાં એક અભૂતપૂર્વ ઘટના સામે આવી છે. જેમાં એક રક્ષા નામની એશિયાટીક સિંહણ પોતાના ત્રણ માસના બે બચ્ચા સાથે મોગલી નામના દીપડાના બચ્ચાંનો માતા બની વાત્સલ્ય પૂર્વક તેનું પાલન પોષણ કરી એશિયાટીક સિંહણ ઉછેર કરી રહી છે. દીપડાનું એક બચ્ચું એક અઠવાડીયાથી એશિયાટીક સિંહણ સાથે રહે છે. જેની વનવિભાગનો સ્ટાફ દેખરેખ રાખી રહ્યો છે. આ એશિયાટીક સિંહણ અન્ય પ્રાણીઓથી દીપડાના બચ્ચાનું રક્ષણ કરે છે. એ ઉપરાંત પોતાના બચ્ચાની સાથે તેને પાણી પીવા લઈ જાય છે. અને સ્તન પાન પણ કરાવે છે. આમ આ ઘટનાથી હિંસક ગણાતી એશિયાટીક સિંહણના અનોખા માતૃત્વના દર્શન થયા હતા. આ અંગે વન વિભાગના જણાવ્યા અનુસાર બીટ ગાર્ડ, ફોરેસ્ટર, ટ્રેકર્સના ધ્યાનમાં આ બાબત આવી હતી. અને પાંચ છ દિવસ સુધી તેનું અવલોકન કરી તેનું વિડીયો શુટીંગ તથા ફોટોગ્રાફી કરવામાં આવી હતી.
Social Media
જેમાં દીપડાનું આ બચ્ચુ જાણે એશિયાટીક સિંહણનું બચ્ચુ હોય તેમ સહજતા પૂર્વક તેના સાથે જોવા મળ્યું છે. વન્ય પ્રાણી સૃષ્ટિની આ અભુત પૂર્વ અને અનોખી ઘટના છે. કારણકે સિંહ અને દીપડા ક્યારેય સાથે રહેતા નથી. વધુમાં તેઓે જણાવ્યું હતું કે દીપડાનું બચ્ચું એશિયાટીક સિંહણ સાથે જ જોવા મળ્યું હતું. આ બચ્ચુ દીપડીથી અલગ થઈ ગયું હોવાનું અથવા તો આ વિસ્તારમાં જ તેની માતા હોય પણ સિંહણના કારણે સામે આવતી ન હોવાની શક્યતા છે. આ બનાવ પરથી એક કહેવત સાચી પડી છે કે માં તે માં બીજા બધા વગડાના વા એક માં કયારેય કોઈ બાળકને નિરાધર હાલતમાં કયારેય ના જોઈ શકે પછી તે સામાન્ય જીવજંતુ હોય, મનુષ્ય હોય કે હિંસક ગણાતી એશિયાટીક સિંહણ હોય સૌમાં માતૃત્વની ભાવના સરખી હોય છે. આથી જ ઉદાર હદય ધરાવતી એશિયાટીક સિંહણ દીપડાના બચ્ચાની પણ માતા બની તેનું લાલન પાલન કરી રહી છે. આ એક પ્રકૃતિની અનોખી ઘટના છે.