ભુવનેશ્વર: દેશની સૌથી મોટી ખારા પાણીની ઝીલ ચિલ્કામાં પક્ષીઓની વાર્ષિક ગણતરી થશે

ઓડિશા સ્થિત પક્ષીઓની ગણતરીમાં વન્યજીવ વિભાગના કર્મચારીઓ સિવાય વિભિન્ન સંગઠનોના તથા રાજ્ય બહારના કેટલાક વિશેષજ્ઞો પણ ઉપસ્થિત રહેશે. દેશની સૌથી મોટી ખારા પાણીની ચિલ્કા ઝીલમાં પક્ષીઓની વાર્ષિક ગણતરી થશે. આગામી તા. 04 જાન્યુઆરીથી પક્ષીઓની વાર્ષીક ગણતરી હાથ ધરાશે. મળતી માહિતી મુજબ બાલૂગાંવની પાસે ચંદ્રપુટમાં વેસ્ટલેન્ટ ટ્રેનિગ એન્ટ રિસર્ચ સેન્ટરમાં ગણનાકર્તાઓનો પ્રશિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવશે. ચિલ્કા તળાવને પક્ષી-પ્રેમીઓ અને ઓર્નિથોલોજિસ્ટ્સ માટે વાસ્તવિક સ્વર્ગ તરીકે ગણવામાં આવે છે, કારણ કે આજુબાજુના પ્રદેશમાં મોટાભાગના જળચર પક્ષીઓને સ્થળાંતરિત ગણતરીઓ માટે શિયાળોમાં પ્રાધાન્ય આપવામાં આવે છે. મુખ્ય પ્રજાતિઓ જે વ્હાઇટ બેલીડ દરિયાઈ ગરુડ, ગ્રેલેગ હંસ, જાંબલી મૂરહેન, ફ્લેમિંગો જાકાના અને હર્નો તરીકે જોવા મળી શકે છે. ચિલકા લેક બર્ડ અભ્યારણ્ય પણ વિશ્વમાં ફ્લેમિંગોના સૌથી મોટા સંવર્ધન સ્થળોમાંનું એક વસવાટ સ્થળ છે. 100થી પણ વધુ વિશેષજ્ઞ ભાગ લેશે ચિલ્કા વન્યજીવ મંડળના વન મંડળ અધિકારી વિકાસ રંજનદાસે જણાવ્યું કે ગણતરીનો કાર્ય વિભિન્ન સંગઠનોના 100થી પણ વધુ વિશેષતજ્ઞ ભાગ લેશે. લગભગ 100 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ ઝીલમાં પક્ષીઓની ગણતરી કરનાર વિશેષતજ્ઞોની 20 ટીમ બનાવવામાં આવી છે. વિભિન્ન યુનિવર્સિટીના પક્ષી સંરક્ષણ સમિતિઓના સભ્ય આમાં બાગ લેવાના છે. પક્ષી ગણતરીમાં બોમ્બે નિચુરલ હિસ્ટ્રી સોસાયટી, વાઇલ્ટ ઓડિશા, નેશનલ બોર્ડ ઓફ વાઇલ્ટલાઇફ , રીજનલ મ્યૂજિયમ એન્ટ નેચુરલ હિલ્ટ્રી , ચિલ્કા ડેવલોપમેન્ટ ઓથોરિટીના વિશેષજ્ઞ તથા પક્ષી સંરક્ષણ સમિતિના સભ્ય આમાં ભાગ લેશે.

ગરૂડ(Eagle) પક્ષી માટે શિકારગાહ બન્યું કચ્છનું છારીઢંઢ અભયારણ્ય

કચ્છ વિસ્તારમાં પાણીની તંગીને પગલે પક્ષી સૌંદર્યના સ્થળો પાણી વિના સુમસામ ભાસી રહ્યા છે. તેવા સમયમાં કચ્છનું છારીઢંઢ પક્ષી અભયારણ્ય એક મોસમી જળપ્લાવીત રણ અને આ ક્ષેત્ર અંદાજે 80 ચો. કિ. મી વિસ્તારમાં ફેલાયેલું છે. આ સ્થળ ચોમાસા અને શિયાળામાં સ્થળાંતર કરીને આવતાં લગભગ બે લાખ યાયાવર અને નાશપ્રાય પ્રજાતિઓના પક્ષીઓનું ઘર છે. છારી ઢંઢ ઉંદરોની વસ્તીના કારણે ગરૂડ(Eagle) પક્ષી માટે શિકારગાહ બન્યું છે. કચ્છની મુલાકાતે આવતા પ્રવાસી મહેમાનોના મનોરંજન માટે પક્ષી નિરીક્ષણ સ્થળની શોધમાં બધા જ જાણીતા પક્ષીતીર્થની આદરેલી શોધમાં લગભગ નિરાશ થવું પડયું છે. પરંતુ છારી ઢંઢે બધાનું સાટું વાળી આપ્યું છે. વિશ્વવિખ્યાત બનેલું છારીઢંઢ તદ્દન ખાલી થઈ જવાથી અહીં આવતા પક્ષીઓએ પોતાનું સરનામું બદલ્યું છે. છારી ઢંઢમાં થતા `ધામુર’ (થેગ) ઘાસના મૂળિયા ખાઈને જીવન નિભાવનાર ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે કુદરતે સર્જેલા શિકારી પક્ષી ગરૂડ(Eagle)ની અનેક જાતો સેંકડોની સંખ્યામાં ઉંદરનો શિકાર કરી જીવન વિતાવે છે. છારી ઢંઢમાં ઉંદરની નગરી કહો તો નગરી અને વસાહત કહો તો વસાહત, વરસાદના અભાવે સૂકાયેલ `ડીર’ અથવા `કભ’ ઘાસના કુંપાળા જેવા મૂળિયા ખાવા માટે મોટા મોટા દરની કોલોની બનાવી હજારોની સંખ્યામાં છારી ઢંઢને જીવંત બનાવે છે. એક ઉંદર દંપતી પોતાના એક વર્ષના જીવનકાળ દરમ્યાન 48 વખત 6 બચ્ચાં મૂકી જનસંખ્યામાં વૃદ્ધિ એટલી બધી ઝડપી કરે છે કે પાંચ છ વર્ષે આ ઉંદર દંપતીની સંખ્યા હજારો નહીં લાખોમાં પહોંચી જાય છે. આ ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે શિકારી પક્ષી ગરૂડ(Eagle) બનાવેલ છે. કચ્છમાં દેખાતી શિકારી પક્ષીની 23 જાતો પૈકી મોટાભાગનો ખોરાક ઉંદર જ છે. નાના મોટા રણમાં ક્યાંય પક્ષીઓ જોવા મળતા નથી. આવા દુષ્કાળ દરમ્યાન છારી ઢંઢમાં `દેશી ઝુમસ` ‘ટપકાદાર ઝુમસ’ અને મોસમી ટીસોની લગભગ 300થી વધારે સંખ્યા જોવા મળે છે. એક દેશી અને બે વિદેશી પ્રવાસી ગરૂડ(Eagle) છેક રશિયાથી સાઈબેરિયાના ઘાસિયા મેદાનમાં બચ્ચા ઉછેરવા આ ગરૂડ(Eagle) ડગલે ને પગલે પોતાની શિકાર પ્રવૃત્તિમાં મશગૂલ થયેલ જોવાની પક્ષી નિરીક્ષકોને મજા પડી જાય તેવું વાતાવરણ અહીં ઢંઢમાં કુદરતે સર્જ્યું છે. ગરૂડ સાથે ઘુવડની એક જાત `રવાયડું’ અહીંના ઉંદર મિજબાનીમાં સામેલ થયેલ છે.
WSON Team
કચ્છના છારીઢંઢની ઉંદરની વસાહત આખી કોલોની જેવી છે. જેમાં પસાર થવાના રાજમાર્ગ અને પગદંડી પણ છે. રાત્રિ દરમ્યાન સક્રિય બનનાર ઉંદરની આ જાત પોતાના રહેઠાણમાં અનાજ અથવા ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કેટલાક ઉંદરના દરમાં ત્રણથી ચાર કિલો અનાજ નીકળી આવે છે. આવા સંગરાખોર ઉંદરે પરદેશી અને દેશી શિકારી પક્ષીઓ માટે ભોજનશાળા બનાવી પક્ષી નિરીક્ષકો માટે એક અનન્ય લ્હાવો ઊભો કરેલ છે. જે દરેક પ્રકૃતિપ્રેમીએ માણવા જેવો છે. આ વિસ્તારમાં અતિ દુર્લભ ગણાતું `ડાકુ ગીધ’ વર્ષો બાદ આ ઉંદર વસાહતની મુલાકાતે પધારેલ છે. ડાકુ ગીધને છેલ્લે 1991ની વચ્ચે એટલે કે 28 વર્ષ પહેલાં જોવા મળ્યું હતું. જે પક્ષીશાત્રના ઈતિહાસમાં અનોખી ઘટના ગણાવી શકાય.ચોમાસામાં પાણીની વિપુલતાને કારણે ભારતના આ અનન્ય જળપ્લાવીત ક્ષેત્રમાં ઘણાં પક્ષીઓ આકર્ષાઈને આવે છે. સમાગમકાળના પીંછા ધરાવતા હજારો સુરખાબ, સામાન્ય બગલાઓ અને અન્ય જળપ્લાવીત વિસ્તારના પક્ષીઓ જેવા કે સેંકડો સ્ટોર્ક અને ચમચાચાંચ અને બીજી જાતિના પક્ષીઓ અહીં આવે છે. આ સાથે ચિંકારા, વરુ, હેણોતરો, રણબિલાડી અને રણ શિયાળ સાથે અન્ય નાશપ્રાય પક્ષીઓ પણ અહીં જોવામાં આવે છે.
જાણો, કચ્છમાં આવેલા અભ્યારણ્યો વાઈલ્ડ લાઈફ વિશે

પંચમહાલઃ દીપડાએ માસૂમ બાળકી પર કર્યો હુમલો

પંચમહાલ જિલ્લામાં દીપડાનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના આંબાખૂટ ગામ ખાતે દીપડાએ બાળકી પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ ઘરની બહાર બાળકી રમતી હતી તે દરમિયાન દીપડાએ અચાનક હુમલો કર્યો હતો. દીપડાના હુમલાથી બાળકી લોહીલૂહાણ થઈ ગઈ હતી. ઘાયલ બાળકીને ગામના લોકોએ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જોકે હુમલા બાદ પણ દિપડાએ પોતાની દેહશત કાયમ રાખતા તે જ વિસ્તારમાં પોતાનો અડીંગો જમાવી દીપડો બાજુમાં રસ્તાં પર જ બેસી રહ્યો હતો. આખરે ગ્રામજનોને દીપડાને જગંલ તરફ ભગાડવામાં સફળતા મળી હતી. આંબાખૂટ ગામ ખાતે ઘર બહાર રમી રહેલી આદિવાસી પરિવારની બાળકી પર દીપડાએ અચાનક હુમલો કરી દીધો હતો. દીપડાએ બાળકને ગળા ભાગે હુમલો કર્યો હતો અને ગંભિર ઈજાઓ પહોચાડી હતી. જોકે પરિવારના સભ્યોનું ધ્યાન જતાં બાળકીને બચાવી લેવામાં આવી હતી.

અમરેલી: ત્રણ એશિયાટીક સિંહોના મોતનો મામલો, રાજય સરકાર અને રેલવે જવાબ રજુ કરે- HC

અમરેલી સાવરકુંડલાના બોરાળા ગામ નજીક 3 સિંહના મોત નીપજતા વન્યપ્રેમીઓ રોષ વ્યાપી જવા પામ્યો હતો. બોરાળા ગામ નજીક બોટાદથી પીપાવાવ જતી માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે એ જ રેલ ટ્રેક પરથી પસીર થતા 6 સિંહોના સમુહ માંથી 3 સિંહો ટ્રેનની અડફેટે આવી જતા એક માદા અને બે નર સિંહના મોત નિપજ્યા હતા. તમામ મૃતક સિંહોની ઉંમર 1થી 2 વર્ષ હોવાનું સામે આવ્યું હતું.

જોકે આ ત્રણ એશિયાટીક સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગનો ખુલાસો માગ્યો છે. આ અકસ્માતન ઘટના અંગે બન્ને પક્ષકારોએ શું પગલાં લીધા છે તેનો અહેવાલ આગામી તા. 16 જાન્યુઆરીના રોજ રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગીરમાં સિંહોના અકુદરતી મોત મામલે ગુજરાત હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણીમાં આ ટકોર કરવામાં આવી છે.

સુઓમોટો અરજીની સુનાવણીમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગીરમાં સિંહોના અકુરતી મોત માટે પાળ વગરના કૂવા, ઇલેક્ટ્રીક ફેન્સિંગ અને રેલવેલાઈન સૌથી મુખ્ય કારણો છે. તેમાં પણ તા. 19 મી ડિસેમ્બરે સાવરકુંડલા નજીક માલગાડી અડફેટે એક સિંહણ અને બે સિંહના મોત થવાની ઘટનાને મુખ્યત્વે રજૂ કરવામાં આવી હતી.

આ ઉપરાંત તા. 20 મી ડિસેમ્બરના રોજ રાત્રીના સમયે પણ આ વિસ્તારમાં એક સિંહણ ટ્રેનની ટક્કરથી ઇજાગ્રસ્ત થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને રાખી હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે ગીરમાંથી પસાર થતી રેલવેલાઇનના કારણે સિંહોને કોઈ નુકલાન ન થયા તેવા પ્રકારનું કોઈ આયોજન રેલવે વિભાગે કર્યુ છે કે નહીં. ઉપરાંત ત્રણેય સિંહોના મોત પછી કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગે કોઈ કયા પગલાં લીધા છે તેની સ્પષ્ટતા રજૂ કરવા પણ જણાવ્યું છે અને વધુ સુનાવણી આગામી તા. 16મી જાન્યુઆરીના રોજ હાથ ધરાશે.

અમરેલી: નથી અટકતો એશિયાટીક સિંહોના મોતનો સિલસિલો, વાડી માંથી મળ્યો બાળસિંહનો મૃતદેહ

અમરેલી જિલ્લામાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહબાળનું મોત નિપજતા સિંહ પ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ છે. હજુ બે દિવસ અગાવ જ સાવરકુંડલા નજીક માલગાડી હડફેટે એક સિંહણ અને બે સિંહબાળના મોત થયાની ઘટનાની શાહી સુકાઇ નથી. મળતી માહિતી મુજબ ખાંભા વિસ્તારમાં એક ખેતરમાંથી એક સિંહબાળ મૃત હાલતમાં મળી આવતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. હાલ તો આ ઘટનામાં સિંહબાળનું કુદરતી રીતે મોત થયાનું જાહેર કરવામાં આવ્યું છે.

ખાંભાના ઇંગોરાળા ગામના એક ખેતરમાં વાવેલ તુવેરના પાકની વચ્ચે એક સિંહબાળ મૃત હાલતમાં પડયું હોવાનું વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા.

વન વિભાગની ટીમે અહીં તપાસ કરતા માલુમ પડયું હતું કે, વાડીમાંથી મળી આવેલ સિંહનું બચ્ચું માત્ર ત્રણ માસનું હતું. અને તેનું રાત્રીના અથવા વહેલી સવાર આસપાસ મોત થયું હોય તેવું જણાઇ આવતું હતું. મોતનું સાચું કારણ જાણવા માટે સિંહબાળનું ખાંભા રેન્જ ખાતે પોસ્ટમોર્ટમ કરવામાં આવતા વનવિભાગે આ સિંહબાળનું મોત કુદરતી રીતે થયું હોવાનું જાહેર કર્યું હતું. બાદમાં સિંહબાળને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.