અમરેલી: રેલવે ટ્રેક પર 3 એશિયાટીક સિંહના મોત મામલે સાંસદ પરિમલ નથવાણીનું ટ્વીટ

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રેલવે ટ્રેકપર 3 એશિયાટીક સિંહના થયેલા મોતને લઈ દુ:ખ વ્યકત કર્યુ છે. અને આ ઘટનાની ગંભીરતા જાણી સોશિયલ મીડિયામાં ટ્વીટ પણ કર્યું હતું. ટ્વીટ પર સાંસદ પરિમલ નથવાણીએ પોસ્ટ કરતા જણાવ્યું છે કે ભારતમાં વન્યજીવોના રક્ષણ માટે યોગ્ય પ્રયાસો કરવામાં આવતા નથી.

કેટલાક દેશોમાં પ્રાણીકોરિડોર સાથે વન્યજીવોનું રક્ષણ કરે છે. જોકે ભારતમાં સિંહોના બચાવ માટે આવા કોઈ પ્રયાસો થતા નથી. ત્રણ સિંહોના મોતની ઘટના દુ:ખદ છે. બોરાળા ગામ નજીક બોટાદથી પીપાવાવ જતી માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે એ જ રેલ ટ્રેક પરથી પસાર થતા 6 સિંહોના સમુહ માંથી3 સિંહો ટ્રેનની અડફેટે આવી જતા એક માદા અને  બે નર સિંહના મોત નિપજ્યા હતા. જોકે રાત્રીના સમયે આ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની સ્પીડ 30 KMPH સુધી મર્યાદિત હોવી જોઈએ.

એશિયાટીક સિંહોનામોતને લઈને અગાઉ પણ અવાર નવાર પરિમલ નથવાણીએ સરકારમાં રજુઆતો કરી ચિંતા વ્યકત કરી છે.છેલ્લા કેટલાક સમયગાળાથી સિંહ અંગેની કેટલીક બાબતો પ્રકાશમાં આવી છે. ત્યારે તાજેતરમાંથયેલા 3 સિંહબાળના થયેલા મોત મામલે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ એક ટ્વીટ કરી હતી.અને આ ઘટનાને દુ:ખદ ગણાવી હતી.

અમરેલી: ગુડસ ટ્રેનની અડફેટે ૩ એશિયાટીક સિંહના મોત

અમરેલી સાવરકુંડલાના બોરાળા ગામ નજીક 3 સિંહના મોત નીપજતા વન્યપ્રેમીઓ રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ ઘટના મધ્યરાત્રીએ ઘટી હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેમાં ટ્રેનની અડફેટે આવી જતા મોત નિપજ્યા છે.

મળતી માહિતી મુજબ બોરાળા ગામ નજીક બોટાદથી પીપાવાવ જતી માલવાહક ટ્રેન પસાર થઈ રહી હતી. ત્યારે એ જ રેલ ટ્રેક પરથી પસીર થતા 6 સિંહોના સમુહ માંથી 3 સિંહો ટ્રેનની અડફેટે આવી જતા એક માદા અને બે નર સિંહના મોત નિપજ્યા છે.તમામ મૃતક સિંહોની ઉંમર 1થી 2 વર્ષ હોવાનું સામે આવ્યું છે. વનવિભાગની ટીમે સિંહોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે.
ઉલ્લેખનીય છે કે અમરેલી સાવરકુંડલાનો વિસ્તાર સિંહોના વસવાટનો વિસ્તાર છે.

વારંવાર ફરતા-ફરતા સિંહો રેલવે ટ્રેકની આસપાસ આવી જતાં હોય છે. ઘણી વાર રાત્રીના સમયે સિંહોનું ટોળું રસ્તા પર તેમજ ગામમાં જોવા મળે છે. ભુતકાળમાં પણ ટ્રેનની અડફેટે સિંહના મોત નિપજ્યાં હોય તેવું જોવા મળ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા આ અંગે કોઇ ત્વરિત પગલા લેવામાં આવતા નથી અને સિંહો અકુદરતી રીતે મોતને ભેટે છે.

અમરેલી તેમજ આસપાસના ગામમાં સિંહો વારંવાર ગામ આવી ચડતાં જોવા મળે છે. આમ, સિંહોના મોત બાદ પણ વન વિભાગના કર્મચારીઓ પૂરતી તકેદારી લેતા નથી. સિંહોની સુરક્ષાને લઈ ફરી એક વખત સવાલોની વણઝાર શરૂ થઈ છે.

જોકે આ સમગ્ર મામલે વન વિભાગના મુખ્ય વન વર્તુળ અધિકારી ડૉ. ડી.ટી વસાવડાએ જણાવ્યું હતું કે સિંહોના મોતની ઘટનામાં જવાબદાર ટ્રેકરો અને વનકર્મીઓ સામે તપાસ શરૂ કરવામાં આવી છે. કારણ કે સિંહોને રેલ ટ્રેક થી દુર રાખવાની અને અકસ્માતથી બચાવવાની જવાબદારી ટ્રેકરોની છે. અને સાથે સાથે પસાર થતી ટ્રેનની નિયત કરેલ કરતા સ્પીડ વધુ હતી કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ સમગ્ર મામલે જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું..

ટ્રેન અકસ્માતમાં સિંહોના મોતની સંખ્યા પર નજર

વર્ષ            સ્થળ           સિંહના મોતની સંખ્યા
2014       રાજુલા                   ૦3
2015       રાજુલા                   ૦4
વર્ષ 2015-2018માં થયેલ સિંહોના મોત પર એક નજર
વર્ષ          સિંહના મોતની સંખ્યા
2016                 104
2017                 080
વર્ષ 2015-2018માં અકુદરતી રીતે થયેલ સિંહોના મોત પર એક નજર
વર્ષ         સિંહના મોતની સંખ્યા
2016                012
2017                020
વર્ષ 2015-2018માં 253 એશિયાટીક સિંહોના મોત

બગસરા પંથકમાં દિપડાનો આતંક

બગસરા તાલુકાનાં નવી હળીયાદ ગામે સતત બીજા દિવસે દિપડાએ આતંક ફેલાવ્યો હતો. વહેલી સવારે ખેતરમાં સુતેલા ખેડૂત પર હુમલો કરી નાસી જઈ ઈજા પહોંચાડી હતી. ઉપરા છાપરી હુમલાથી સીમમાં કામ કરતા ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

મળતી માહિતી મુજબ બગસરા તાલુકાનાં નવી હળીયાદ ગામે રવિવારના રોજ વહેલી સવારે રાજસ્થાની આદીવાસી પર હુમલો કરી શહેરનાં ભાગે ઈજા પહોંચાનાર દિપડાને કાબુ કરવામાં વન તંત્ર હજુ પ્રયાસ કરે છે. ત્યાંરે સતત બીજા દિવસે નવી હળીયાદ ગામનાં જ ખેડૂત પોતાનાં ખેતરમાં સુતા હતા ત્યારે વહેલી સવારે દિપડો ત્રાટકયો હતો. અને પગનાં ભાગે ઈજા પહોંચાડી હતી. ઈજાગ્રસ્તને વધુ સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

ઉપરા છાપરી સતત બીજા દિવસે દિપડા દ્વારા હુમલો થતા સમગ્ર વિસ્તારનાં ખેડૂતોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આ આતંક મચાવનાર દિપડો અન્ય કોઈનો ભોગ લે તે પૂર્વે વનતંત્ર દ્વારા પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

શિયાળામાં વિદેશો પક્ષીઓનો જમાવડો, માઈલોનું અંતર કાપી બન્યા રાજયના મહેમાન

શિયાળાની શરૂઆતની સાથે જ વિદેશી પક્ષીઓ માઈલોનું અંતર કાપીને ગુજરાતના મહેમાન બની આતિથ્ય માણે છે. ગુજરાતના મોટા ભાગના સરોવરોમાં વિદેશી પક્ષીઓ શિયાળામાં વેકેશન માણવા માટે આવી પહોચે છે. હર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ ગુજરાતની ધરતી પર આવી પહોચ્યા છે. ગુજરાતના સોમનાથના દરિયા કિનારે તેમજ કોડિનાર અને દિવના દરિયા કિનારાની આસપાસ વિદેશી પક્ષીઓ વેકેશન ગાળી રહ્યા છે.

વિદેશી પક્ષીઓ જ્યા તેનુ મુળ વતન છે ત્યાં વધારે પડતી ઠંડીને કારણે ઓછી ઠંડી વાળી અને પૂરતો ખોરાક મળે તેવી જગ્યા પર આવી પહોચ્તા હોય છે. અને વિદેશી પક્ષીઓ માટે ગુજરાત એક પસંદીદા જગ્યા છે. માઈલોનું અંતર કાપી વિદેશી પક્ષીઓ ગુજરાતના સરોવર ખાતે અને દરિયા કિનારે વેકેશન ગાળવાનું વધુ પસંદ કરે છે.

રાજયના નળસરોવર, વઢવાણા સરોવર અને પોંરબંદરના સરોવરોમાં અસંખ્ય પક્ષીઓ આવે છે. તેવી જ રીતે લીંબાસી વિસ્તારમાં આવેલ નાના મોટા તળાવોમાં અંદાજે ત્રણસોથી વધારે પ્રજાતિના સ્થાનીક અને વિદેશી પક્ષીઓનો જમાવડો દર વર્ષની જેમ આ વર્ષે પણ થયો છે. તેમા ખાસ કરી ને સાઇબેરીયા,ઓસ્ટ્રેલીયા અને ઉત્તરભારતના પક્ષીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે.

દર વર્ષે અંદાજે સાત થી આઠ હજાર માઇલ નુ અંતર કાપીને આપવતા ઓસ્ટ્રેલીયન અને સાઇબેરીયન પક્ષીઓ પોતાના વિસ્તારમાં પૂક્શળ પ્રમાણમાં બરફ હિમવર્ષાને કારણે ત્યાં ખોરાક મેળવવામાં ખુબ મુશ્કેલી પડતી હોય છે. ત્યારે આ વિદેશી પક્ષીઓ ખોરાક અને પ્રજન્નની ઋતુ દરમિયાન ગુજરાતને વધુ પસંદ કરે છે. ગુજરાતનું હવામાન અને પક્ષીઓને જરૂરીયાતો મુજબનો ખોરાક સહેલાઇથી મળી રહે છે.

WSON Team

સાસણ ગીર: સૌથી મોટા એશિયાટીક સિંહોનાં ટોળાને સાસણ તરફ લઈ જવાની કવાયત શરૂ

સાસણ ગીર ખાતે આગામી તા.૨૮ ડિસેમ્બરના રોજ સાસણ આવી રહેલા ભારતના રાષ્ટ્રપતિને ગીરમાં એશિયાટીક સિંહોનું સૌથી મોટું વસવાટ કરતું ગૃપ બતાવવા માટે વન વિભાગ દ્વારા છેલ્લા કેટલાક  દિવસોથી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.જેમાં વિસાવદરના કુટીયા રાઉન્ડના પાંચ એશિયાટીક સિંહણ અને બાર બચ્ચા વાળા ગૃપને સાસણ તરફ લઈ જવાના વનવિભાગના પ્રયાસો નિષ્ફળ રહ્યાં છે.

મળતી માહિતી મુજબ વિસાવદર રેન્જ હેઠળ નાકુટીયા રાઉન્ડમાં ગીરનું સૌથી મોટા એશિયાટીક સિંહોનો વસવાટ કરી રહ્યું છે. આ ગ્રૃપને મારણની લાલચ આપી કુટિયા વિસ્તારમાંથી સાસણ નજીક ખદેડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે આ ગ્રૃપ  મેંદરડા રેન્જના વિસ્તારમાં આવેલ કાશીયા રાઉન્ડના રેલવેટ્રેક નજીકના પવનચક્કી સુધી પહોંચી ગયું હતું. અને ત્યાં મારણ આરોગી  મૂળ રહેણાંક કુટીયા રાઉન્ડ તરફની વાટ પકડી હતી.

જેથી ફરીવાર સાસણના ટ્રેકરોની બેથી ત્રણ ટીમો દ્વારા કુટીયાના ગૃપ પાછળબેથી ત્રણ બોલેરો ગાડી લઈ મારણનીલાલચે હજુ પણ એશિયાટીક સિંહોના ગ્રૃુપને સાસણ તરફ લઈ જવા મથામણ ચાલુ જ છે. ત્યારે આ ગ્રૃપ સાસણ તરફ જાય છે કે કેમ તેના પર વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ મીટ માંડીને બેઠા છે.

આ ઉપરાંત સાસણનાજિપ્સી રૂટ પર વસવાટ કરતા તમામ એશિયાટીક સિંહો પર અને વનવિભાગના ટ્રેકટરો અને સ્ટાફ દ્વારા લોકેશનરાખવાની પ્રક્રિયા પણ ચાલુ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિને અલગ અલગ ચારથી પાંચ લોકેશનપર એશિયાટીક સિંહ-સિંહણ અને બચ્ચાઓ બતાવવાનું વનવિભાગ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. હાલમાંરાષ્ટ્રપતિ જે રૂટ પર પસાર થવાના છે તે રોડ રસ્તાનું પણ રીપેરીંગ કામ યુધ્ધના ધોરણેચાલુ કરી દેવામાં આવ્યું છે.