દહોદ જિલ્લામાં હાહાકાર મચાવનાર દીપડો આખરે પાંજરામાં પુરાયો છે. ધાનપુર તાલુકામાં દીપડાએ કરેલા હુમલા બાદ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે વન વિભાગની ટીમે આ દિશામાં સતર્કતા દાખવા દીપડાને અંતમાં પાંજરે પુર્યો હતો.
મળતી માહિતી મુજબ રાત્રિના દીપડો જયારે શિકારની શોધમાં નિકળ્યો હતો અને પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા દીપડાને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટર પર લાવવામાં આવ્યો હતો. આ હાહાકાર મચાવનાર દીપડાની ઓળખ છતી કરવા માટે હવે ગ્રામજનોની મદદ પણ વન વિભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે, 150 જેટલા વનવિભાગના કાર્મચારીઓ દીપડાને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા. આ સાથે જ દીપડાને પકડવા માટે વનવિભાગે કેમેરા અને 7 જેટલા પાંજરા પણ મુક્યા હતા. મહત્વનું છે કે, દીપડાએ છેલ્લા કેટલાક દિવસમાં 5 લોકો પર હુમલો કર્યો હતો. ધાનપુર તાલુકાના કોટંબી ગામમાં 9 વર્ષની બાળકી પર હુમલો કરતા બાળકીનુ મોત થયું હતું.
પુનાના કોટા ગામની 11 વર્ષની બાળકીનું પણ મોત થયું હતું અને કોટંબી ગામના જ એક વૃદ્ધ મહિલા પર દીપડાએ હુમલો કરતા મહિલાનું મોત થયુ હતું. આ ઉપરાંત દીપડાએ ધાનપુરના ભણપુરના વૃદ્ધા પર પણ હુમલો કર્યો હતો. ત્યારે સાસણગીરની વન્ય પાણી ટ્રેકિંગની ટીમ ધાનપુરના જંગલમાં છેલ્લા કેટલાક દિવસોથી દિવસ રાત એક કરીને દીપડાને શોધી રહી હતી અને આખરે દીપડાને પાંજરે પુરવા સફળતા પ્રાપ્ત થઈ હતી.
દાહોદ: આખરે આદમખોર દીપડો પુરાયો પાંજરે, ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
સાસણ ગીર : ખેતરમાંથી મળ્યો કોહવાઈ ગયેલી હાલતમાં સિંહણનો મૃતદેહ
તાલાલા તાલુકાના આંબળાશ ગીર ગામે ખેતરમાંથીસાવ કોહવાઈ ગયેલો સિંહણનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમે બનાવના સ્થળે દોડી જઈ મૃતદેહ કબ્જે કરીને સિંહણનાં મૃત્યુ અંગે તપાસ હાથધરી હતી.
મળતી માહિતી મુજબઆંબળાશ ગીર ગામની પૂર્વ બાજુની સીમના ખેતરના પાકમાંથી દુર્ગંધ આવતી હોવાથી ખેડૂતે તપાસકરતા સિંહણ નો મૃતદેહ પડયો હોવાથી તાલાલા ખાતેની વન વિભાગની કચેરીને જાણ કરતા આર.એફ.ઓ.સહિતનાં સ્ટાફે બનાવનાં સ્થળે દોડી જઈ સિંહણનો મૃતદેહ કબજે કર્યો હતો. સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી વેટરનરી તબીબને બોલાવી સ્થળ ઉપર પી.એમ. કરી મૃતક સિંહણના વીસેરા લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યો હતો.
આ બનાવ અંગે વન વિભાગના અધિકારીએ જણાવ્યા મૃતક સિંહણની પાંચથી છ વર્ષની ઉંમર હતી. અને અંદાજે છ દીવસ પહેલા મૃત્યુ પામી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સિંહણનાં મૃત્યું અંગે સચોટ કારણ જાણવા મળશે. સિંહણ સાથે કોઈ બચ્ચા હતા જ નહીં. જેથી ત્રણ બચ્ચા ગુમ થયાની વાત માત્ર અફવા છે. તાલાલા રેન્જમાં સ્ટાફ દ્વારા નિયમીત પેટ્રોલીંગ થાય છે.
આ બનાવ બાદ અલગ અલગ ટીમો દ્વારા તપાસ કરાવી છે. ત્રણ બચ્ચા સાથે હોવાની કોઈ વિગતો કયાંયથી પણ જાણવા મળી નથી. આંબળાશ ગીર ગામેથી મળેલો સિંહણનો મૃતદેહ એકદમ કોહવાઈ ગયેલો હોવાથી સ્થળ ઉપર જ વન વિભાગનાં સ્ટાફ દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં.
આદમખોર દીપડાને પકડવા વનવિભાગે દિવસ રાત એક કર્યા, દિપડો વનવિભાગની પકડથી દુર


