અમરેલી ગીર જંગલના એક કૂવામાંથી એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો મળી આવવાના સમાચારે વન્યજીવ પ્રેમીઓમાં રોષની લાગણી સાથે ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી હતી.
મળતી માહિતી મુજબ આશરે ત્રણેક દિવસ પહેલાં સિંહ અને નીલગાયને મારીને ઉંડી કુવામાં ફેંકી દેવાયેલાં હોય તેમ મૃતદેહની તપાસમાં બહાર આવ્યું છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલાના લીખાળા ગામના કૂવામાંથી આ તમામ પ્રાણીના મૃતદેહ મળ્યાં હતાં. વનવિભાગનું માનવું છે કે વન્ય પ્રાણીને માર્યાં હોવાથી ગુનો છુપાવવા માટે ઊંડા કૂવામાં નાંખી દેવાયાં હોવાનું કારણ સામે આવ્યું હતું.
ઊંડા કૂવામાં મારીને નાંખી દેવાયેલાં એક સિંહ અને 10 નીલગાયોના મામલે વનવિભાગે કડક તપાસ અને યોગ્ય પગલાં લીધાં હતા અને આ મામલે વનવિભાગે ખેડૂત પિતાપુત્રની ધરપકડ કરી હતી.
અમરેલી જિલ્લાનાં સાવરકુંડલાના લીખાળા ગામે એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. એક સાથે નીલગાય અને સિંહના મૃતદેહ કૂવામાંથી મળી આવતા, વન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી કે વન્ય પ્રાણીઓને મારીને ગુનો છૂપાવવા માટે કૂવામાં નાંખી દેવામાં આવ્યા હશે.
કૂવામાંથી નીલગાય અને સિંહનાં મૃતદેહો મળ્યાં છે તે અંદાજે ઘણો જ ઉંડો કૂવો છે. વન્ય પ્રાણીઓના મૃતદેહોને જોતા અને પ્રાથમીક તપાસમાં લાગતું હતું કે આ ઘટના અંદાજે ત્રણેક દિવસ પહેલાં ઘટી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામ પાસેથી ખુલ્લા ખેતરમા એક મગર મોડી રાત્રીના મગર દેખાતા તેઓ ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ વન વિભાગ ને જાણ કરવામા આવતા તેને પકડવામા આવ્યો હતો. અને ત્યારબાદ સલામત રીતે બાધીને નદી ખાતે લઈ જઈ છોડી મુકવામા આવ્યો
મળતી માહીતી અનુસાર શહેરા તાલુકાના ભદ્રાલા ગામે પાસે સ્મશાન જવાના માર્ગ ઉપર રાહદારીઓ પસાર થઈ રહ્યા હતા તે વખતે તેમને રસ્તામા કઈ સળવળાટ જોતા એક મહાકાય મગર દેખાયો હતો.જેત્યારબાદ તે ખુલ્લા એક ખેતરમા જતો રહ્યો હતો આથી તેમને તાત્કાલિક આસપાસના રહીશો બોલાવીને શહેરા વનવિભાગનાકર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક નવિભાગના કર્મચારીઓ સાધન સામગ્રી સાથે આવીને તેનેઈજા ના પહોચે તે રીતે તેને દોરડા વડે પકડીને બાધી દીધો હતો.
ત્યારબાદ તેને ખાડીયાગામ પાસે આવેલી કુણ નદીમા છોડી દેવામા આવ્યોહતો. મોડી રાત્રીના મગર પકડાતા આસપાસના વિસ્તારના લોકો મગરને નિહાળવા ઉમટી પડ્યા હતા. મગરની લંબાઈ ૬ ફુટ જેટલી હતી અત્રે નોધનીય છે કે શહેરા તાલુકામા આવેલી પાનમ હાઈલેવલ કેનાલમા મગરોનો વસવાટ બની રહી છે. તેમાથી મગર અહી આવી ગયો હશે તેમ માનવામા આવી રહ્યુ છે. વધુમા શહેરા તાલુકાના લાભી ગામ જે ભદ્વાલા ગામથી માત્ર દોઢ કિમી દુર આવેલુ છે તેમા પણ મગરો જોવા મળી રહ્યા છ
પલસાણા તાલુકાના અંત્રોલી ગામે કચરાના ઢગલા નજીક રાષ્ટ્રીય પક્ષી મોર મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેની જાણકારી ગામના લોકો દ્વારા વનવિભાગને કરાઈ હતી. વનવિભાગ ના અધિકારીઓ એ ઘટના સ્થળે પહોંચી મોર ના મૃતદેહો નો કબજો લઈ પોસ્ટરમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પલસાણા તાલુકાના અંટ્રોલી ગામે ગૌચર ની જમીનમાં નાંખવામાં આવતા કચરા નજીકથી રાષ્ટ્રીય પક્ષી મોર સહિત 13 પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેમાં પાંચ મોર, ચાર ઢેલ અને ચાર અન્ય પક્ષીના મૃતદેહનો વનવિભાગે કબ્જો લઇ પશુ ચિકિત્સક પાસેથી પીએમની કાર્યવાહી શરૃ કરી હતી.
social media
ગામના લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોરના મૃતદેહ મળી રહ્યા છે. અંત્રોલી ગામની સીમમાં આવેલી ગૌચરની જમીનમાં બાવળના વૃક્ષો છે. તેમજ આ જમીનમાં ખાડી નજીક ગામનો કચરો નાંખવામાં આવે છે. ખાડીમાં ગંદુ કેમીકલવાળું પાણી પસાર થાય છે. રાષ્ટ્રીય પક્ષી મોર સહિત તમામ 13 પક્ષીઓના મોત ખોરાકી ઝેરથી થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમ 13 પક્ષીઓ ના મૃતદેહ કબ્જે કરી પશુ ચિકિત્સક પાસે પીએમની કાર્યવાહી હાથ ધરી છે. ફ્રેન્ડસ ઓફ એનિમલની ટીમે હજુ વધુ પક્ષીઓના મૃતદેહ હોવાની શંકા વ્યક્ત કરી તપાસ શરૃ કરી છે. કચરામાંથી કશું ખાવામાં આવી જતાં અથવા નજીકની ખાડીનું પાણી પીવાથી મોત થયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઉનાળો આગ ઓકી રહ્યો છે ત્યારે માનવીઓ સાથે પ્રાણીઓ પણ આગ ઓકતી ગરમીથી ત્રસ્ત છે. જંગલમાં વન્યપ્રાણીઓને ધ્યાનમાં રાખી ગીર અભ્યારણ્યમાં અબોલ જીવો માટે પાણીની વ્યવસ્થા કરાઇ છે. ઉનાળો શરૂ થતા પાણીનો પોકાર શરૂ થયો છે. ઉનાળામાં ગરમીમાં તાપમાનનો પારો ઉંચકાયો છે ત્યારે વન્યજીવોનો પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
પાણીની શોધમાં સિંહોએ પણ રઝળપાટ કરવો પડે છે. અમરેલીના ધારીમાં પાણીની શોધમાં સિંહ પરિવાર નિકળી પડ્યો હતો. પાણી મળતાં જ એકસાથે 11 વનરાજોએ તરસ છીપાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો અમરેલીના ધારીનો હોવાનું અનુમાન લગાવવામા આવી રહ્યું છે.
વનવિભાગે બનાવેલ પોઈન્ટ પર પાણી પીતો સિંહ પરિવાર આ અદભૂત સ્થિતિ કેમેરામાં કેદ કરી લેવાયી હતી. 44 ડિગ્રી તાપમાનમાં સિંહો પણ પરેશાન થઈ રહ્યાં છે અને પાણી માટે આમ તેમ ભટકી રહ્યાં છે. ત્યારે આ 11 સિંહો પાણી પી રહ્યાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો આ વીડિયો અમરેલીના ધારી ગીર પૂર્વના જંગલનો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મહત્વનું છે કે ગીરનાર અભયારણ્યમાં પણ પાણીના કુદરતી સ્ત્રોત સુકાવા લાગતા વન્ય જીવોને પાણી માટે મુશ્કેલી ઉભી ન થાય તે માટે વન વિભાગે અબોલ જીવો માટે પાણી ની વ્યવસ્થા શરૂ કરી છે. અહીં કુંડીઓને પાણીથી ભરવા માટે પવન ચક્કી તેમજ ટાંકાનો ઉપયોગ કરી બે દિવસે તેમાં પાણી ભરવામાં આવે છે. જેથી વન્ય પ્રાણીઓ પીવાના પાણી માટે જંગલ બહાર નીકળી ન જાય તે માટે વન વિભાગે કૃત્રિમ પાણીના સ્ત્રોત ઉભા કર્યા છે.
સાસણ ગીરમાં ગેરકાયદે સિંહદર્શનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા જ જંગલમાં ગૌવંશને બાંધીને ગેરકાયદે સિંહદર્શન કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. ત્યારે તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં એક શખ્સ સિંહણની પજવણી કરતો હોય તેવું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં એક વ્યક્તિએ ગેરકાયદે સિંહદર્શનની સાથે સાથે સિંહણની પજવણી પણ કરી રહ્યા. હાલ વાયરલ થઈ રહેલો આ વીડિયો ગીર-સોમનાથ, ઉના કે પછી ધારીનો હોઈ શકે છે.
આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિના હાથમાં મરઘી છે અને તે સિંહને પ્રલોભન આપી રહ્યો છે. સામે દૂર એક સિંહણ દેખાય છે. આ શખ્સ તેને મરઘી દેખાડી રહ્યો છે. એ થોડો દૂર હટી જાય છે. ફરી નજીક આવી મરઘીનો સિંહણ સામે ઘા કરે છે. થોડીવાર નીરવ શાંતિ છવાઈ જાય છે. ત્યારબાદ સિંહણ આવે છે અને મરઘીને ઉપાડીને જંગલમાં લઈ જાય છે.
મહત્વનું છે કે ગેરકાયદે લાયન શો સિંહ માટે હાનિકારક છે. આવા લાયન શોથી સિંહ પાલતુ જેવો બની જાય છે. શુ જંગલ રાજા સાથે આ પ્રકારનું પ્રલોભન યોગ્ય છે ખરૂ ? સરકારે હાલમાં જ જંગલની બહાર વસતા 200 જેટલા સિંહોના સંવર્ધન માટે પ્રોજેક્ટ લાઈનને મંજુર આપી છે. પણ અહીં તો જંગલમાં વસતા સિંહોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા થાય છે. શું આવી રીતે સિંહોનું સંવર્ધન અને સુરક્ષા થશે ?