આ રહસ્યમય માછલીને હાલમાં ટ્રેપમેન બર્મગુઈ તરીકે ઓળખવામાં આવે છે.
ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના દરિયા કિનારે એક રહસ્યમય માછલી મળી આવી છે. તે શાર્ક જેવો દેખાય છે. પરંતુ તેની પ્રજાતિઓ જાણીતી નથી. કારણ કે વૈજ્ઞાનિકોએ આ પહેલા આવી કોઈ માછલી જોઈ ન હતી. આખું શરીર ખડકાળ છે. આંખો ગોળાકાર અને આરસ જેવી મૃત છે. દાંત એટલા ભયાનક અને બ્લેડ જેવા તીક્ષ્ણ. આ રહસ્યમય માછલીને જોઈને વૈજ્ઞાનિકો પરેશાન થઈ ગયા છે.
આ રહસ્યમય માછલીને હાલમાં ટ્રેપમેન બર્મગુઈ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ જ નામના માછીમારે ન્યૂ સાઉથ વેલ્સના દરિયામાં જાળ બિછાવીને તેને પકડી હતી. આવી માછલી સામાન્ય રીતે 2130 ફૂટની ઊંડાઈ સુધી ડૂબકી મારતી હોય છે. આ માછલીની ચામડી ખરબચડી હતી. નસકોરા તીક્ષ્ણ હતા, બહાર નીકળેલી આંખો અને સફેદ દાંત દેખાતા હતા. ટ્રેપમેને તેની તસવીર ફેસબુક પર શેર કરી છે. આ પછી આ ફોટો વાયરલ થવા લાગ્યો.
Social Media
કોઈએ ટિપ્પણી કરી, આ કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી. કોણે કહ્યું કે તેનું હાસ્ય શેતાનના હાસ્ય જેવું છે. લોકો કહેતા હતા કે શાર્કે ખોટા દાંત લગાવ્યા હતા એટલે આવો હસતો ચહેરો દેખાય છે. મોટાભાગના લોકોનો વિચાર એવો હતો કે આ માછલી કૂકીકટર શાર્ક છે. અન્ય લોકોએ કહ્યું કે ના તે ગોબ્લિન શાર્ક છે. અથવા ફાનસ શાર્કની કોઈ પ્રજાતિ છે.
જો કે, ટ્રેપમેન બર્મગુઈ તમામ ટિપ્પણીઓ સાથે સહમત ન હતા. ટ્રેપમેને કહ્યું કે તે કૂકીકટર નથી. આ ત્વચા સૂચવે છે કે તે એન્ડેવર ડોગફિશની એક પ્રજાતિ છે. તે ગુલ્પર શાર્કનો એક પ્રકાર છે. જે ઊંડા સમુદ્રમાં ડૂબકી મારે છે. પરંતુ શાર્ક નિષ્ણાતો આ વાત સ્વીકારવા તૈયાર નથી. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીના શાર્ક લેબના ડાયરેક્ટર ક્રિસ્ટોફર લોવ કહે છે કે આ કાઈટફિન શાર્ક છે. જોકે કંઈપણ કહેવું થોડું મુશ્કેલ છે.
તે જ સમયે, ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીના શાર્ક એક્સપર્ટ ડીન ગ્રબ્સે કહ્યું કે આ શાર્કને જોતા તે રફસ્કિન ડોગફિશ જેવી લાગે છે. તે સ્લીપર શાર્કનો એક પ્રકાર છે, જેનું કુટુંબ ગ્રીનલેન્ડ શાર્ક સાથે સંબંધિત છે. ડીને કહ્યું કે અમે દરિયામાં શાર્કની અનોખી પ્રજાતિની સતત શોધ કરી રહ્યા છીએ. પણ મળે છે. ન્યુઝીલેન્ડમાં નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોટર એન્ડ એટમોસ્ફેરીક રીસર્ચના વૈજ્ઞાનિક બ્રિટ ફિનુચી કહે છે કે તે ગુલ્પર શાર્ક છે.
શિયાળામાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. શિયાળાની ઋતુમાં તમે આ વખતે ગુજરાતનો પ્લાન બનાવો છો તો તમને મજ્જા પડી જશે. ગુજરાતમાં કેટલીક જગ્યાઓ એવી છે. જ્યાં તમે મસ્ત રીતે એન્જોય કરી શકો છો.
અનેક મંદિરો અને વાઇલ્ડ લાઇફ રિઝર્વેશન માટે પ્રસિદ્ધ ગુજરાત અને એની આસપાસની જગ્યાઓમાં શિયાળામાં ફરવા જાઓ છો તો મજ્જા પડી જાય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ એવી છે જેમાં ફરવાની મજા કંઇક અલગ જ આવતી હોય છે. ઉનાળાની ગરમીમાં ફરવાની મજા આવતી હોતી નથી.
WSON Team
કચ્છ એટલે દૂર સુદૂર વેરાન જંગલ રેગીસ્તાન સિસકારા મારતી રેતીની આંધી, જંગલી ઘુડખર મૃગજળની પાછળ પાણીની શોધમાં આખા રણમાં આમથી તેમ ફરતાં દોડતાં અને ભાગતાં હોય તેમ જોઈ શકાય છે. ઉપરાંત વિશ્વના અન્ય જંગલી પ્રાણીઓ દેખાય તેવું આ કચ્છનું રણ સૌને આકર્ષે છે.
તહેવારોના સમયમાં લોકો રજાઓમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. રજાઓમાં ફરવાની મજા કંઇક અલગ જ આવે છે. જો તમે પણ આ શિયાળામાં ફરવા માટેનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટ ઓછુ છે તો ગુજરાતના આ સ્થળો તમારા માટે સૌથી બેસ્ટ છે.https://wildstreakofnature.com/gu/wildlife-sanctuaries-in-kutch-gujarat-tourism/ તો નજર કરી લો તમે પણ એક વાર આ સ્થળ પર..
કચ્છનું રણ:
WSON Team
કચ્છનું રણ તમે જોયું નથી તો તમારે એક વાર ચોક્કસથી જોવું જોઇએ. કચ્છના રણમાં ફરવાની મજા કંઇક અલગ જ હોય છે. અહિંનો નજારો તમારું મન મોહી લે છે. તમે શિયાળાની ઠંડીમાં કચ્છનું રણ જોવા જાવો છો તો તમને હદ વગરની મજ્જા પડી જાય છે. અહિંનો રણ ઉત્સવ બહુ પ્રસિદ્ધ છે. આ સિવાય તમે અહીં નેશનલ પાર્ક, મ્યૂઝિયમ જેવા સ્થળોની પણ મુલાકાત લઇ શકો છો.
નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય:
WSON Team
વન્યપ્રાણી પ્રજાતિઓના સંરક્ષણ અને જતન માટેનો આ અભયારણ્યનો વિસ્તાર એટલે નારાયણ સરોવર વન્યપ્રાણી અભયારણ્ય ચોમાસા દરમ્યાન જે ભીનો અને કાદવયુક્ત રહેતો વિસ્તાર સામાન્ય દિવસોમાં ઉજ્જડ, સુકોભઠ વિસ્તાર ધરાવે છે. ગુજરાતના કચ્છ જીલ્લાના લખપત તાલુકામાં આવેલું ભારતનું તેવા પ્રકારનું એક અભયારણ્ય છે. મોટા પ્રમાણમાં ચિંકારાની સંખ્યા ધરાવતા આ અભયારણ્યને આપણે આ પ્રાણીઓ માટેનું સહુથી વધુ સલામત સ્થાન કહેવું અયોગ્ય નથી અહી ટુકડે ટુકડે બનેલા ઘાસના મેદાનો ચિંકારાનું એક વ્યવસ્થિત આશ્ર્યસ્થાન ગણાય છે.
તમારે રણના પ્રવાસનો સાચો અને સારો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ માટે જાવ તો મજા નહી આવે. કારણ કે વન્ય પ્રાણી જોવા માટેનું કોઇ પેકેજ ન હોઇ શકે. કારણ કે તમે તાજમહાલ જોવા જાવ તો તરત કહી શકો કે તમે તે જોયો પરંતુ વનમાં રહેતા વન્ય પ્રાણીઓની વાત કંઇક જુદી છે. તેઓ તેમના મૂડ મુજબ રહેતા હોય છે. અને તેમને તેમની કુદરતી મસ્તીમાં જોવાનો અનેરો લાહવો કાંઈક અલગ જ હોય છે.
કેવી રીતે જશો ?
WSON Teamસડક માર્ગેઃ
ઘુડખરનું અભ્યારણ્ય અમદાવાદથી 130 કિમી,
વિરમગામથી 45 કિમી, રાજકોટથી 175 કિમી,
ભૂજથી 265 કિમી દૂર છે, આ તમામ સ્થળોએથી રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે.
રેલ માર્ગેઃધ્રાંગધ્રા – 16 કિલોમીટર
અમદાવાદ – 130 કિલોમીટર
રાજકોટ – 175 કિલોમીટર
દિવાળીનું વેકેશન શરૂ થાય અને જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે, છેલ્લા પાંચ દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝુ ની મુલાકાત લીધી છે.
દિવાળીનું વેકેશન શરૂ થાય અને જૂનાગઢમાં પ્રવાસીઓ ઉમટતા હોય છે જેથી જૂનાગઢનું સક્કરબાગ ઝુ પણ પ્રવાસીઓથી ઉભરાયું છે. છેલ્લા પાંચ દિવસમાં 28,167 થી વધુ પ્રવાસીઓએ સક્કરબાગ ઝુ ની મુલાકાત લીધી છે અને આવનારા દિવસોમાં પણ હજુ આ આંકડાઓ વધશે તે શક્યતા પણ દ્રઢ છે.
મળતી માહિતી મુજબ છેલ્લા 25 ઓક્ટોબર સુધી કુલ 28, 167 પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે અને જૂનાગઢ સક્કરબાગ ઝૂ ને આ પ્રવાસીઓ થકી 7,12,368 ની આવક થઈ છે હજુ પણ પ્રવાસીઓ નો આંકડો વધી શકે તેમ છે બહારના જિલ્લાઓમાંથી સિંહ દર્શન અને સાથે અનેક વન્યજીવોના દર્શન માટે સક્કરબાગ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેથી પ્રવાસીઓ અહીં મુલાકાત લેવાનું ચૂકતા નથી. આ સાથે થોડા સમય પહેલા જ સફારી પાર્કની પણ શરૂઆત થવાથી અહીં સિંહદર્શન અચૂક થતા હોય છે. જેથી પ્રવાસીઓ સક્કરબાગ ઝુ માં સિંહ દર્શન માટે સફારી પાર્કની પણ મુલાકાત લે છે.
જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં 21 ઓક્ટોબરે 3747 પ્રવાસીઓ , 22 ઓક્ટોબરે 3242 પ્રવાસીઓ , 23 ઓક્ટોબરે 3742 પ્રવાસીઓ , 24 ઓક્ટોબરે 5164 પ્રવાસીઓ અને 25 ઓક્ટોબરે 12272 પ્રવાસીઓએ આ ઝુ ની મુલાકાત લીધી હતી.હજુ પણ આવનારા દિવસોમાં વધુ પ્રવાસીઓ આવશે તો યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સક્કરબાગ ઝુ દ્વારા પણ સુદ્રઢ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે જુનાગઢ પ્રવાસન ક્ષેત્રે ખૂબ આગળ વધી રહ્યું છે ગુજરાત તો ઠીક પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં આવી રહ્યા છે અને અહીં પ્રવાસનના વિવિધ સ્થળોએ મુલાકાત લઇ અને જૂની અને ઐતિહાસિક જૂનાગઢની વિરાસતો વિશે માહિતી મેળવી રહ્યા છે.
ગળતેશ્વર તાલુકાના પડાલ ગામની સીમમાં મધરાત્રીએ મગર આવી ચડ્યો હતો. મગરને જોવા રાત્રિના 11 વાગે લોકોના ટોળા જામ્યા હતા. 11 ફૂટનો મગર જોઇ લોકોમાં કુતુહલ સાથે ગભરાટ જોવા મળ્યો હતો.
રાત્રિના 11 વાગ્યાની આસપાસ ગામની સીમમાં 350 કિલોનો 11 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ ગામ લોકો દ્વારા જીવદયા પ્રેમી સંસ્થા ફ્રેંડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો. તથા ગળતેશ્વર તાલુકાના પ્રમુખ રામસિંહભાઈને જાણ થતા NGOના જિલ્લા પ્રમુખ પ્રહલાદસિંહને જાણ કરતા તેમને ગળતેશ્વર વનવિભાગના RFO વિજયભાઈ પટેલને જાણ કરી હતી.
રેસ્ક્યુમાં ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની પુરી ટીમ હાજર રહી બે કલાકની જહેમત બાદ મગરને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. તથા રેસ્ક્યુ બાદ તેની પ્રાથમિક ચકાસણી કરી વનવિભાગ દ્વારા માનવ વસવાટથી દૂર નિર્જન સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો.
વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે વન વિભાગ દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આગામી 16 ઓક્ટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય નિયમિત રીતે શરૂ થઇ જશે. તા, 16 ઓક્ટોબરે સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓ નિયમિત સાસણ ગીર અભ્યારણ્યની મુલાકાત લઇ શકશે. ચોમાસાની સિઝન દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું છે. વિરામ બાદ ફરી એકવાર સાસણ ગીર અભ્યારણ્ય શરૂ થવા જઇ રહ્યું છે, ત્યારે વન વિભાગદ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
WSON Team
ગીર અભ્યારણ્યના ટુરિસ્ટ રૂટનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. આ સાથે અત્યારથી જ એશિયાટીક સિંહ દર્શનની પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને જોતા ઓનલાઇન પરમિટની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર વિશ્વભરમાં એશિયાટિંક સિંહ માટે જાણીતુ છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ વનરાજને જંગલમાં વિચરતા જોવાનો લ્હાવો લેવા આવે છે, વળી વરસાદ બાદ તો ગીર જંગલનું કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે.